Wednesday, September 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'5 વાર નમાઝ પઢ્યા બાદ તેમનામાં બધું કરવાની છૂટ છે, પછી તે...

    ‘5 વાર નમાઝ પઢ્યા બાદ તેમનામાં બધું કરવાની છૂટ છે, પછી તે હિંદુ યુવતીઓને ઉઠાવવી હોય કે જેહાદના નામે આતંકવાદી બનવું’- બાડમેરમાં બોલ્યા બાબા રામદેવ

    બાબા રામદેવે કોઈ ધર્મ કે જાતિને ટાંકીને આ બાબતો કહી હતી. તેમને આ બાબતે સ્પષ્ટતા પણ કરી હતી કે કુરાન કે બાઈબલમાં આ પ્રકારની કોઈ વાતનો ઉલ્લેખ નથી, તેમ છતાં આ પ્રકારની માનસિકતા ફેલાવવામાં આવી રહી છે.

    - Advertisement -

    વિશ્વવિખ્યાત યોગગુરુ બાબા રામદેવ ગઈકાલે (2 ફેબ્રુઆરી 2023) રાજસ્થાનના બાડમેર ખાતે પહોંચ્યા હતા, આ દરમિયાન તેમની સાથે આચાર્ય સ્વામી અવધેશાનંદ ગીરી પણ જોવા મળ્યા હતા. પોતાના રાજસ્થાન પ્રવાસ દરમિયાન તેમણે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ રજુ કર્યો હતો. બાડમેરમાં બાબા રામદેવ બોલ્યા હતા કે, “5 વાર નમાઝ પઢયા બાદ તેમનામાં બધું કરવાની છૂટ છે, પછી તે હિંદુ યુવતીઓને ઉઠાવવી હોય કે જેહાદના નામે આતંકવાદી બનવું. તેમને બધી છૂટ છે.”

    અહેવાલો અનુસાર બાડમેરમાં બાબા રામદેવ બોલ્યા હતા કે ઇસ્લામમાં નમાઝ પઢીને કઈ પણ કરવાની છૂટ છે, પછી તે હિંદુ યુવતીઓને ઉઠાવી જવાની વાત હોય કે પછી જેહાદના નામે આતંકવાદી બનીને કશું પણ કરે, ઇસ્લામમાં જે વ્યક્તિ 5 વાર નમાઝ પઢે છે તો તેને આ બધું કરવાનો હક મળી જાય છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે ચર્ચમાં મીણબત્તી સળગાવવાથી પાપ ધોવાઈ જાય છે તેવા આડંબર ફેલાવવામાં આવે છે. નોંધનીય છે કે આ કાર્યક્રમ બાડમેરના પનોણીયોના તલા ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સેંકડો લોકો એકઠા થયા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

    એવું નથી કે બાબા રામદેવે કોઈ ધર્મ કે જાતિને ટાંકીને આ બાબતો કહી હતી. તેમને આ બાબતે સ્પષ્ટતા પણ કરી હતી કે કુરાન કે બાઈબલમાં આ પ્રકારની કોઈ વાતનો ઉલ્લેખ નથી, તેમ છતાં આ પ્રકારની માનસિકતા ફેલાવવામાં આવી રહી છે. તેમણે એમ પણ જણાવ્યું કે હિંદુ ધર્મમાં આવું કશું જ નથી. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોઈ ધર્મની આલોચના નથી કરી રહ્યાં, પણ લોકો આ પ્રકારના ધતીંગોમાં પડયા છે, તેમણે કહ્યું કે, “કોઈ આખી દુનિયાને ઈસ્લામિક બનાવવા માંગે છે તો કોઈ કહે છે આખી દુનિયાને ખ્રિસ્તી બનાવી દઈશું, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પાસે આખી દુનિયાને પોતાના ધર્મમાં ભેળવી દેવામાટેનું કોઈ વિઝન નથી, તે છતાં તેઓ આવી વાતો કરે છે.”

    - Advertisement -

    આ ઉપરાંત બ્રહ્મલીન તપસ્વી સંત ધર્મપુરી મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં તેમણે સનાતન ધર્મના વખાણ કરતા અને સનાતન વિષે સમજણ આપતા જણાવ્યું હતું કે, “અહીં આપણામાં આવું નથી હોતું, બ્રહ્મમુર્હુતમાં જાગો, યોગ કરો, ઈશ્વરનું ધ્યાન ધારો, તમામ જીવોની સેવા કરો, બસ આ જ સનાતન છે.”

    આ ઉપરાંત બાડમેરમાં બાબા રામદેવ બોલ્યા હતા કે “હું નથી કહેતો, પણ આ લોકો તેમ કહી રહ્યા છે, પછી કહેશે જન્નતમાં આપની જગ્યા પાક્કી થઇ ગઈ, ત્યાં ‘હુર’ મળશે, અને મદિરાપાન કરવાની વાતો કરવામાં આવે છે, આવી જન્નત તો જહન્નુમથી પણ બેકાર છે, તેમ ચતાય લોકો મૂછો મુન્ડાવે છે અને ટોપી પહેરે છે, આ ગાંડપણ છે, લોકો આખી દુનિયાને ઇસ્લામમાં બદલવાના ચક્કરમાં છે, ઈશ્વરે માત્ર મનુષ્ય જ બનાવ્યા, અને લોકોએ આને ધર્મ-જાતીમાં વિભાજીત કરી દીધો. પોતાના ધર્મ પ્રત્યે જાગૃત રહો અને જ્યાં ધર્મગુરુ ઉભા હોય ત્યાં ઉભા રહી જાઓ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં