Saturday, September 14, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિરામલલા માટે 60 કલાક અનુષ્ઠાન, 150 વિદ્વાન પંડિત દ્વારા વૈદિક મંત્રોથી હવન,...

    રામલલા માટે 60 કલાક અનુષ્ઠાન, 150 વિદ્વાન પંડિત દ્વારા વૈદિક મંત્રોથી હવન, PM મોદી દ્વારા મહાઆરતી અને છપ્પનભોગ: જાણો શું છે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો સંપૂર્ણ કાર્યક્રમ

    17થી 22 જાન્યુઆરી સુધી રામ મંદિર પરિસરમાં આ પ્રકારે સતત અનુષ્ઠાન અને વૈદિક ક્રિયાઓ ચાલવાની છે. જેમાં વૈદિક મંત્રો સાથે યજ્ઞ-હવન કરવામાં આવશે. જ્યાર બાદ 22 જાન્યુઆરીના દિવસે પ્રભુશ્રી રામને મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં વિરાજમાન કરવામાં આવશે.

    - Advertisement -

    અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણકાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરી 2023ના રોજ થવા જઈ રહેલા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મંદિરનો મુખ્ય ગર્ભગૃહ પણ બનીને તૈયાર છે ત્યારે રામલલાને વિરાજમાન કરવામાં હવે ફક્ત 40 દિવસ બાકી છે. જેમાં 17થી 22 જાન્યુઆરી સુધી વિવિધ અનુષ્ઠાન અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

    અયોધ્યામાં તૈયાર થઇ રહેલા ભવ્ય રામ મંદિરનું મોટાભાગનું નિર્માણકાર્ય પૂર્ણતાના આરે છે. રામલલાને મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં વિરાજમાન કરવા માટેની સપૂર્ણ તૈયારીઓ પણ થઇ ગઈ છે. ત્યારે 22 જાન્યુઆરીના દિવસે થવા જઈ રહેલા પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક પ્રસંગ માટે પૂર્વ કાર્યક્રમો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. સંપૂર્ણ કાર્યક્રમ એક સપ્તાહથી વધારે ચાલવાનો છે. જેમાં 16 જાન્યુઆરીથી લઇ 22 જાન્યુઆરી સુધી રામજન્મભૂમિ પરિસરમાં વિવિધ અનુષ્ઠાનો કરવામાં આવશે. કાશીના પ્રસિદ્ધ પંડિત લક્ષ્મીકાંત દીક્ષિત અને અન્ય 150 જેટલા વિદ્વાન વૈદિક આચાર્યો દ્વારા આ અનુષ્ઠાનો કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમમાં વૈદિક કર્મકાંડ, યજ્ઞ-હવન, ચાર વેદોનું પારાયણ અને અંતે 56 ભોગની વિધિ એમ સતત 60 કલાક સુધી આ અનુષ્ઠાન ચાલશે.

    ઉલ્લેખનીય છે કે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે. પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ રામલલાની પ્રથમ આરતી પણ તેમનાં હાથે જ ઉતારવામાં આવનાર છે. પ્રભુરામને મંદિરમાં વિરાજમાન કરવા માટેનું અનુષ્ઠાન અને સમગ્ર કાર્યક્રમ 17 જાન્યુઆરીથી જ શરૂ કરી દેવામાં આવશે. જેમાં 17 જાન્યુઆરીના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થતું અનુષ્ઠાન બપોરના 1 વાગ્યા સુધી ચાલશે. જે પછીથી ફરી 3 વાગે બીજુ અનુષ્ઠાન પ્રારંભ કરવામાં આવશે જે રાતના 9 વાગ્યા સુધી ચાલશે.

    - Advertisement -

    17થી 22 જાન્યુઆરી સુધી રામ મંદિર પરિસરમાં આ પ્રકારે સતત અનુષ્ઠાન અને વૈદિક ક્રિયાઓ ચાલવાની છે. જેમાં વૈદિક મંત્રો સાથે યજ્ઞ-હવન કરવામાં આવશે. જ્યાર બાદ 22 જાન્યુઆરીના દિવસે પ્રભુશ્રી રામને મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં વિરાજમાન કરવામાં આવશે.

    શું છે આ આખો કાર્યક્રમ?

    એક સપ્તાહ સુધી ચલાનાર આ અનુષ્ઠાનના કાર્યક્રમમાં દરેક પંડિત માટે અલગ મંડપ અને હવનકુંડ બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દરેક દિવસ માટે અલગ અલગ પૂજનની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

    • જેમાં 17 જાન્યુઆરીના દિવસે સંકલ્પ પૂજન કરવામાં આવશે. જેમાં પૂજનના પ્રારંભમાં ગણપતિ પૂજન, માતૃકા પૂજન વગેરે કરવામાં આવશે.
    • 18 જાન્યુઆરીના દિવસે અનુષ્ઠાનમાં રામલલાની મૂર્તિને પવિત્ર સરયુ નદીના જળ દ્વારા સ્નાન કરાવવામાં આવશે. જેમાં 121 કળશ જળનો ઉપયોગ કરવામાં આવશે. જે પછી અયોધ્યા નગરમાં પ્રભુની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે.
    • 19 જાન્યુઆરીના દિવસે દોષ નિવારણ માટે અનુષ્ઠાન કરવામાં આવશે. જેમાં ધ્રુતાધિવાસ, મધ્વાધિવાસ, અન્નાધિવાસ, પુષ્પાધિવાસની ક્રિયાવિધિ થશે. ત્યારબાદ સરયુ નદીના પવિત્ર જળથી મંદિરના મુખ્ય શિખરને સ્નાન કરાવવામાં આવશે.
    • 20 જાન્યુઆરીના દિવસે શૈયાધિવાસ નામનું અનુષ્ઠાન કરવામાં આવશે. જેમાં પ્રભુશ્રી રામ શયન કરશે.
    • 21 જાન્યુઆરીના દિવસે ન્યાસ પૂજા કરવામાં આવશે. જેમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં વિવિધ મંત્રોનો જાપ કરવામાં આવશે.
    • 22 જાન્યુઆરીના દિવસે વૈદિક અનુષ્ઠાન મુજબ પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ 56 ભોગ ધરવામાં આવશે અને ત્યારબાદ PM મોદી દ્વારા મહાઆરતી કરવામાં આવશે.

    આ રીતે સતત એક સપ્તાહ સુધી અયોધ્યા રામ મંદિર પરિસરમાં વિવિધ અનુષ્ઠાનના કાર્યક્રમો થવા જઈ રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં