Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરામ મંદિરની નવી તસ્વીરો સામે આવી, 70 ટકા કામ પૂર્ણ: જાન્યુઆરી 2024...

    રામ મંદિરની નવી તસ્વીરો સામે આવી, 70 ટકા કામ પૂર્ણ: જાન્યુઆરી 2024 સુધીમાં તૈયાર થઇ જશે ગર્ભગૃહ, પીએમ મોદી કરશે રામલલ્લાને બિરાજમાન

    મંદિર નિર્માણનો પ્રથમ તબક્કો આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. 2024માં મકરસંક્રાંતિ સુધીમાં રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થઈ શકે છે.

    - Advertisement -

    અયોધ્યામાં બની રહેલા હિન્દુઓના અસ્થા કેન્દ્ર એવા ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહના ફોટા નવા ફોટા સામે આવ્યા છે. આ આ ફોટા ગ્રાઉન્ડ ફ્લોર પર બની રહેલા ગર્ભગૃહના છે. સામે આવેલા ફોટાઓમાં જોઈ શકાય છે કે મંદિરના ગર્ભગૃહમાં તમામ સ્તંભો ઊભા કરવામાં આવ્યા છે. રામલલ્લાના દર્શન એટલે કે ગર્ભગૃહ સુધી પહોંચવા માટે 32 સીડીઓ છે, જેમાંથી 24 સીડી બનાવી દેવામાં આવી છે.

    રામ મંદિરના ગર્ભગૃહના ફોટા સામે આવ્યા બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ ફોટા ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જાહેર કર્યા છે. રામ મંદિરના ગર્ભગૃહના એક ભાગમાં ચૌખટ અને 20 ફૂટ ઊંચી દિવાલો આકાર લેતી જોવા મળે છે. જેને મકરાણાની સફેદ આરસપહાણમાંથી બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ફોટાઓમાં સિંહદ્વારનું નિર્માણ, ગર્ભગૃહની દિવાલો અને સ્તંભોનું નિર્માણ પણ જોવા મળે છે.

    અહેવાલો અનુસાર મંદિર નિર્માણનો પ્રથમ તબક્કો આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. 2024માં મકરસંક્રાંતિ સુધીમાં રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થઈ શકે છે. આ માટે મંદિર પરિસરમાં પંચાયતનની પૂજા પણ શરૂ થઇ ગઇ છે. આ પૂજા રામલલ્લા ગર્ભ ગૃહમાં બિરાજમાન થશે ત્યાં સુધી ચાલુ રહેશે. આ બાબતે ટ્રસ્ટના સભ્ય ડો.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, “મંદિરનું નિર્માણ કાર્ય નિર્ધારિત સમય કરતા આગળ વધી રહ્યું છે. ટૂંક સમયમાં ગર્ભગૃહનું બીમ નાખવાનું કામ શરૂ થશે. રામ મંદિરની છતના 200 જેટલા બીમની કોતરણીનું કામ પૂર્ણ થઈ ગયું છે. રામસેવક પુરમ અને રામઘાટ ખાતેની કાર્યશાળામાં બીમ કોતરવામાં આવી રહ્યાં છે. જે પથ્થરોમાં કોતરણી કામ થઈ ચૂક્યું છે તેને રામ જન્મભૂમિ સંકુલમાં લઈ જવામાં આવી રહ્યા છે. “

    - Advertisement -

    અન્ય એક રિપોર્ટ અનુસાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજે જણાવ્યું હતું કે, “જાન્યુઆરી 2024ના ત્રીજા અઠવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામલલ્લાની મૂર્તિ તેમના મૂળ સ્થાને બિરાજમાન કરવામાં આવશે. આ સાથે જ ભક્તો માટે મંદિરના દ્વાર ખોલી દેવામાં આવશે. ડિસેમ્બર 2023થી અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન શરૂ થશે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે રામ મંદિર નિર્માણ અને 2024ની લોકસભા ચૂંટણી વચ્ચે કોઈ સબંધ નથી તેઓ ફક્ત તેમનું કામ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, “રામલલ્લાની મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરતા પહેલાં લાંબા સમય સુધી કપડાના પંડાલમાં રાખવામાં આવી હતી. પણ હવે સમય આવી ગયો છે કે પ્રભુ શ્રીરામને તેમની મૂળ જગ્યાએ સ્થાનાંતરિત કરવામાં આવે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં