Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેરળ: યુપી સરકારના બુલડોઝર એક્શન વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલી બરખા દત્તની 'Shero'...

    કેરળ: યુપી સરકારના બુલડોઝર એક્શન વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલી બરખા દત્તની ‘Shero’ આયેશા રીનાને પોલીસ હિજાબ પકડીને ખેંચી ગઈ!

    CAA વખતે લિબરલ પત્રકારોએ જેને હિરો બનાવી હતી તે આયેશા રીનાને કેરળ પોલીસે તેનો હિજાબ પકડીને ઢસડી હતી.

    - Advertisement -

    સીએએ વિરોધી આંદોલનથી ચર્ચામાં આવેલી જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સીટીની વિદ્યાર્થી નેતા આયેશા રીના ફરી ચર્ચામાં આવી છે. રવિવારે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા બુલડોઝર વડે કરવામાં આવી રહેલી કાર્યવાહી મામલે કેરળમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. 

    કેરળના મલ્લાપુરમમાં વિરોધ પ્રદર્શન દરમિયાન હાઈ-વે બ્લૉક કરવામાં આવ્યો હતો. જેનું નેતૃત્વ આયેશા કરી રહી હતી. વિરોધ દરમિયાન હોબાળો મચ્યા બાદ પોલીસે આયેશાની ધરપકડ કરી લીધી હતી. એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે, જેમાં એક મહિલા પોલીસકર્મી આયેશાનો હિજાબ પકડીને તેને લઇ જતી જોવા મળે છે. આ તસ્વીર ખૂબ વાયરલ થઇ રહી છે. 

    આ ઉપરાંત, પોલીસે વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા આયેશાના અન્ય સાથીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વિરોધ પ્રદર્શન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જાવેદ અહમદ વિરુદ્ધ યુપી પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીના વિરોધમાં આયોજિત કરવામાં આવ્યું હતું. યુપી પોલીસે રવિવારે જાવેદ અહમદની ગેરકાયદેસર સંપત્તિ અને અતિક્રમણ હટાવી દીધા હતા. જાવેદની પુત્રી આફ્રિન ફાતિમા પણ તે જ પ્રકારની ગતિવિધિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

    - Advertisement -

    કેરળના મલ્લપૂરમની રહેવાસી આયેશા રીના 2019 માં સીએએ વિરોધ દરમિયાન ઇસ્લામવાદી યુવાનોને એકઠા કરી પ્રદર્શન કરવા બદલ ચર્ચામાં આવી હતી. ત્યારે બરખા દત્ત અને અન્ય કેટલાંક પોર્ટલો દ્વારા તેને ‘શેરો’ (Shero, She+Hero) ઉપનામ આપવામાં આવ્યું હતું અને શાહીનબાગના આંદોલનકારીઓને પોલીસની કાર્યવાહીથી ‘બચાવવા’ માટે પણ એક વર્ગ દ્વારા તેની વાહવાહી કરવામાં આવી હતી.

    31 જુલાઈ, 2015 ની આયેશાની ફેસબુક પોસ્ટ (તસ્વીર: India Today)

    વર્ષ 2015 માં આતંકવાદી યાકુબ મેમણને ફાંસી આપવામાં આવ્યા બાદ ઇસ્લામિસ્ટ આયેશા રીનાએ એક ફેસબુક પોસ્ટ કરીને યાકુબનું સમર્થન કર્યું હતું. તેણે લખ્યું હતું, “યાકુબ મેમણ, હું દિલગીર છું. આ ફાસીવાદી દેશમાં હું કંઈ કરી શકતી નથી. હું માત્ર પસ્તાવો કરી શકું છું.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં