Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મદ્રેસાઓમાંથી પકડાતા ખરાબ તત્વોને ગોળી મારી દો’: સરકારની કડકાઈ બાદ AIUDF પ્રમુખ...

    ‘મદ્રેસાઓમાંથી પકડાતા ખરાબ તત્વોને ગોળી મારી દો’: સરકારની કડકાઈ બાદ AIUDF પ્રમુખ બદરુદ્દીન અજમલના સૂર બદલાયા, પણ તેમના જ સહધર્મીઓના વિરોધનો સામનો કરવો પડ્યો

    આસામમાંથી આતંકી સંગઠનો સાથે સબંધ ધરાવતા જેહાદીઓની ધરપકડ બાદ સરકાર મદ્રેસાઓ પર વધુ કડકાઈ દાખવી રહી છે.

    - Advertisement -

    આસામમાંથી આતંકવાદી સંગઠનો સાથે સબંધ ધરાવતા કેટલાક જેહાદીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકાર વધુ સતર્ક બની છે. રાજ્યના મોરીગાંવમાંથી એક મદ્રેસા ચલાવનાર મુફ્તી મુસ્તફાની આતંકી સંગઠનો સાથે સાંઠગાંઠ બદલ ધરપકડ બાદ સરકારે રાજ્યમાં ચાલતી મદ્રેસાઓના નિયમન અને રજિસ્ટ્રેશન પર વિચાર કરવાનું શરૂ કર્યું છે. જે બાદ આસામમાં 1000 જેટલી મદ્રેસાઓ ચલાવતા બોર્ડના અધ્યક્ષ AIUDF પ્રમુખ અને સાંસદ બદરુદ્દીન અજમલનું એક નિવેદન સામે આવ્યું છે. 

    બદરુદ્દીન અજમલે એક નિવેદનમાં કહ્યું કે, સરકારે મદ્રેસાઓમાંથી પકડાતા આવા તત્વોને ગોળી મારી દેવી જોઈએ. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં અજમલે કહ્યું, “મદ્રેસાઓમાંથી પકડાતા ખરાબ તત્વો સામે અમને કોઈ સહાનુભૂતિ નથી. તેઓ જ્યાં મળે ત્યાં સરકારે તેમને ગોળી મારી દેવી જોઈએ. મદ્રેસાઓમાંથી આવા 1-2 ખરાબ શિક્ષકો પકડાય તો સરકારે તેમને હિરાસતમાં નાંખી દેવા જોઈએ. એકવાર તપાસ પૂરી થઇ જાય પછી તેઓ તેમની સાથે જે ઈચ્છે તે કરી શકે છે.”

    મદ્રેસા ચલાવનાર મુફ્તી મુસ્તફાની ધરપકડ બાદ આસામ સરકાર હવે આ મદ્રેસાઓના નિયમન માટે વિચાર કરી રહી છે અને રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે. ઉપરાંત, પોલીસે આવી મદ્રેસાઓનો સરવે પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આસામ સીએમ હિમંત સરમાએ જણાવ્યું હતું કે, સરકારે જેહાદી કનેક્શન ધરાવતી બે મદ્રેસાઓ સીલ કરી દીધી છે. તેમજ વધુ કેટલીક મદ્રેસાઓની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, મદ્રેસાઓ જેહાદી લિંક ધરાવતી હોવાની ઠોસ ફરિયાદો મળે તો તેને સીલ કરવાની સરકારની નીતિ રહી છે. તેમણે એમ પણ જણાવ્યું કે, આ મદ્રેસાઓ સીલ કર્યા બાદ બાળકોનું એડમિશન નજીકની શાળામાં કરી દેવામાં આવશે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આસામના સાંસદ બદરુદ્દીન અજમલ દ્વારા સંચાલિત એક બોર્ડ દ્વારા રાજ્યની તમામ ખાનગી મદ્રેસાઓનું સંચાલન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આસામમાં લગભગ આવી હજારેક મદ્રેસાઓ ચાલી રહી છે. જોકે, સરકારી મદ્રેસાઓ સરકારે બંધ કરી દીધી છે. આ તમામ ખાનગી મદ્રેસાઓ છે. 

    સરકારે જેહાદી તત્વો વિરુદ્ધ લાલ આંખ કર્યા બાદ સાંસદ બદરુદ્દીન અજમલના સૂર પણ બદલાતા જોવા મળી રહ્યા છે. જોકે, તેમણે આવા તત્વોને ગોળી મારી દેવાની વાત કરતા સોશિયલ મીડિયા પર કેટલાક યુઝરોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું. 

    શાહિદ નામના એક યુઝરે બદરુદ્દીન અજમલનું આ નિવેદન અત્યંત આઘાતજનક ગણાવીને કહ્યું હતું કે, તેમણે રાજકારણ છોડી દેવું જોઈએ અને માત્ર પરફ્યુમ વેચવાના ધંધા પર ધ્યાન આપવું જોઈએ. એમ પણ કહ્યું કે, જો તેઓ રાજકારણ છોડી દે તો મુસ્લિમો તેમના આભારી રહેશે. નોંધવું જોઈએ કે, બદરુદ્દીન અજમલ અત્તરનો પણ વ્યવસાય કરે છે. 

    એક યુઝરે બદરુદ્દીન અજમલનાં ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે તેમણે પોતાના જ લોકો વિરુદ્ધ ઝેર ઓક્યું છે. 

    અહમદ મલિક નામના એક યુઝરે બદરુદ્દીન અજમલ પર પોતાના ફાયદા માટે મુસ્લિમો સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં