Thursday, May 16, 2024
More
    હોમપેજદેશ'બિટ્ટુ બજરંગીનો ભાઈ છે?'... હા પાડતા જ ચાંપી દીધી આગ: અરમાન સહિત...

    ‘બિટ્ટુ બજરંગીનો ભાઈ છે?’… હા પાડતા જ ચાંપી દીધી આગ: અરમાન સહિત ગુંડાઓએ કર્યો હુમલો, નૂંહ હિંસામાં ચગ્યું હતું નામ

    ઘટનાના દિવસે મહેશ પંચાલને ઘરે પહોંચતા મોડું થઇ ગયું હતું. આ અરસામાં રાતના 1 વાગ્યાની આજુબાજુ અરમાન અને એના 4-5 સાગરીતો કારમાં આવ્યા અને બિટ્ટુ બજરંગીના ભાઈ મહેશ પંચાલ પર હુમલો કરી દીધો.

    - Advertisement -

    નૂંહ હિંસા કાંડ વખતે જે નામ ખુબ ચર્ચામાં હતું એ બિટ્ટુ બજરંગી નામ ફરી ચર્ચામાં છે. આ વખતે અરમાન અને એના સાથીદારોએ બિટ્ટુ બજરંગીના ભાઈ પર હુમલો કર્યો છે. જેમાં બિટ્ટુ બજરંગીના ભાઈ પર આગ ચાંપી હત્યા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હુમલો કરતા પહેલાં તેમને પૂછવામાં આવ્યું કે શું તે બિટ્ટુ બજરંગીનો ભાઈ છે? અને હા કહેતા જ હુમલાને અંજામ આપવામાં આવ્યો. હુમલામાં ભોગ બનેલા પીડિતની હાલત ગંભીર છે અને હાલ સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    મળતા અહેવાલો પ્રમાણે બુધવારે (13 ડિસેમ્બર 2023) રાતના બિટ્ટુ બજરંગીના પરિવાર પર પેટ્રોલ નાખી જીવતા સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અરમાન નામના વ્યક્તિ અને તેના સાગરીતો દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં હુમલાખોરોએ સૌ પ્રથમ બિટ્ટુ બજરંગીના ભાઈની પાકી ઓળખ કરી જેમાં બિટ્ટુ બજરંગીના મોટા ભાઈ મહેશ પંચાલને આરોપીએ પૂછ્યું કે, “શું તું બિટ્ટુ બજરંગીનો ભાઈ છે”, અને જ્યાં મહેશ પંચાલે ‘હા’ કહ્યું ત્યાં જ હુમલાખોરોએ તેમના ઉપર પેટ્રોલ છાંટી દીધું અને આગ ચાંપી દીધી. જેમાં મહેશ પંચાલ ગંભીરરૂપે ઘાયલ થઇ ગયા છે.

    અડધી રાતે કરવામાં આવ્યો હમલો

    મળતી માહિતી પ્રમાણે બિટ્ટુ બજરંગી અને એનો પરિવાર ફરીદાબાદમાં રહે છે. જ્યાં ફરીદાબાદની ઝાબુઆ શાકમાર્કેટમાં મહેશ પંચાલની દુકાન આવેલી છે. ઘટનાના દિવસે મહેશ પંચાલને ઘરે પહોંચતા મોડું થઇ ગયું હતું. આ અરસામાં રાતના 1 વાગ્યાની આજુબાજુ અરમાન અને એના 4-5 સાગરીતો કારમાં આવ્યા અને બિટ્ટુ બજરંગીના ભાઈ મહેશ પંચાલ પર હુમલો કરી દીધો.

    - Advertisement -

    જાણકારી મુજબ આ ઘટનામાં અરમાન નામના વ્યક્તિની ઓળખ કરી લેવામાં આવી છે. જ્યારે બીજા વ્યક્તિઓની ઓળખ હજી થઇ નથી. અરમાનના પિતા પણ ઝાબુઆ શાક માર્કેટમાં જ જ્યુસની દુકાન ચલાવે છે. આ હુમલામાં બિટ્ટુ બજરંગીના ભાઈ મહેશ પંચાલ 60% જેટલા ઈજાગ્રસ્ત થઇ ગયા છે અને હાલ તેમની હાલત ગંભીર છે.

    આ મામલે બિટ્ટુ બજરંગીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, “હું સુઈ રહ્યો હતો. મારા ભાઈ મહેશ આવ્યા અને કહ્યું દરવાજો ખોલો અને જેવો દરવાજો ખોલ્યો કે તેઓ સળગી ગયો એમ બુમ પાડી ઉઠ્યા. આ જેણે પણ કર્યું છે એને હું છોડીશ નહિ. એને હું ગમે ત્યાંથી શોધી નાખીશ.”

    કોણ છે બિટ્ટુ બજરંગી જેના પરિવાર પર હુમલો થયો

    બિટ્ટુ બજરંગી એક હિંદુ એક્ટીવીસ્ટ છે. જે હિંદુ એકતા માટે કાર્ય કરે છે. મેવાત ક્ષેત્રમાં થયેલી નૂંહ હિંસા બાદ બિટ્ટુ બજરંગીનું નામ સૌથી વધુ ચર્ચામાં હતું. જે બાદ પોલીસ સાથેની એક મૂઠભેડમાં તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલ બિટ્ટુ બજરંગી જામીન પર જેલની બહાર છે. આ મામલે તમામ હિંદુ સંગઠનોએ બિટ્ટુ બજરંગીનું સમર્થન કર્યું હતું.

    આ પહેલાં અફવા ફેલાવામાં આવી હતી કે નૂંહ હિંસામાં બિટ્ટુ બજરંગીનો હાથ છે પરંતુ પોલીસ દ્વારા એ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે બિટ્ટુ બજરંગીનો નૂંહ હિંસા સાથે કોઈ સંબંધ નથી. બિટ્ટુ બજરંગી ઉપર જે કાર્યવાહી કરવામાં આવી હતી એ પોલીસ સાથે થયેલી મૂઠભેડના કારણે હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં