Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલેફ્ટ પાર્ટી સમર્થકો દ્રારા ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબના પૈતૃક ધર પર...

    લેફ્ટ પાર્ટી સમર્થકો દ્રારા ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબના પૈતૃક ધર પર હુમલો: વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપી

    હુમલાખોરોએ સ્થાનિક દુકાનોમાં પણ તોડફોડ કરી હતી અને આંગ ચાપી હતી જેને લઈને સ્થાનિક લોકોમાં પણ રોષ દેખાઈ રહ્યો હતો જેને લઈને હાલ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    - Advertisement -

    ત્રિપુરાના ગોમતી જિલ્લામાં ઉદયપૂર સ્થિત આવેલા રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપા રાજ્યસભા સાંસદ બિપ્લબ દેબના પૈતૃક ઘર પર ચોક્કસ નિયંત્રિત ભીડે હમલો કર્યો હતો. આ હુમલાખોરોએ ત્યાં આવેલા પુજારીઓ પર પણ હુમલો કર્યો હતો સાથે જ વાહનોમાં તોડફોડ કરી તેમાં આગ ચાંપી હતી.

    બુધવારે ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબના પિતાજીની પુણ્યતિથી પર તેમણે પોતાના પૈતૃક ગામના ઘરમાં એક વિશેષ પૂજા રાખી હતી જેના માટે મંગળવારે ત્યાં પૂજારીઓ પહોંચ્યા હતા. અચાનક ત્યાં એક ટોળું પહોંચી ગયું હતું અને ત્યાં રહેલા વાહનોમાં તોડફોડ કરી હતી તેમજ તેમના ઘરમાં આંગ ચાપી હતી. India Tvના આહેવાલ અનુસાર આ હુમલો વિશેષ સમુદાયના લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. મામલાની જાણકારી મળતા પોલીસ તુંરત જ ઘટનાસ્થળ પર પહોંચી ગયી હતી સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ પહોંચી ગયા હતા.

    ઘટનાને પગલે ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાયો

    ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, લોકોમાં રોષની લાગણી જોતા ત્યાં ભારે પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપ-વિભાગીય પોલીસ અધિકારી નિરુપમ દેબબર્મા અને અધિક પોલીસ અધિક્ષક દેબાંજના રોય પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પુણ્યતિથિના એક દિવસ પહેલા પૂર્વ સીએમના પૈતૃક ઘર પર એક ખાસ સમુદાયના લોકો દ્વારા હુમલાને સીપીએમનું ષડયંત્ર ગણાવવામાં આવી રહ્યું છે. કાકરાબનના ધારાસભ્ય રતન ચક્રવર્તીએ પણ આ વર્ગના લોકો સાથે બેઠક યોજી હતી. જો કે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

    - Advertisement -

    શું કહ્યું પ્રત્યક્ષદર્શીએ?

    ક્ષતિગ્રસ્ત વાહન માલિક જીતેન્દ્ર કૌશિકે જણાવ્યું કે હું મા ત્રિપુરા સુંદરી મંદિરના દર્શન કરવા આવ્યો હતો. હું બુધવારે યોજાનાર યજ્ઞની તૈયારીઓ જોવા મારા ગુરુદેવની સૂચનાથી અહીં આવ્યો હતો. અચાનક એક ટોળું આવ્યું, તેઓએ મારા પર હુમલો કર્યો અને મારા વાહનમાં તોડફોડ કરી. તેઓ બૂમ પાડી રહ્યાં હતા કે કાં તો સત્તામાં સીપીઆઈ(એમ) હશે અથવા કોઈ નહીં.

    ત્રીપુરાના પૂર્વ મુખ્યમંત્રીના પૈત્રૃક ઘર પર હમલો કર્યા બાદ ત્યાં રહેલા વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી (ફોટો AmarUjala)

    હુમલાખોરોએ સ્થાનિક દુકાનોમાં પણ તોડફોડ કરી હતી અને આંગ ચાપી હતી જેને લઈને સ્થાનિક લોકોમાં પણ રોષ દેખાઈ રહ્યો હતો જેને લઈને હાલ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    નોંધનીય છે કે બિપ્લબ દેબની અધ્યક્ષતામાં ભાજપે ત્રિપુરામાં ભવ્ય જીત મેળવી હતી અને CPI(M)ના ગઢને 25 વર્ષ પછી ધ્વસ્ત કર્યો હતો. તેઓએ 9 માર્ચ 2018ના રોજ ત્રિપુરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને 14 મે 2022 ના રોજ તેમણે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું હતુ. આ પહેલા તેઓ 2016 થી 2018 સુધી ત્રિપુરા રાજ્યના ભાજપ અધ્યક્ષ હતા. રાજ્યમાં ભાજપની જીત માટે તેમને ફાળો અગત્યનો માનવામાં આવે છે. હાલ ભારતીય જનતા પાર્ટીના માનીક સહા ત્રિપુરાના મુખ્યમંત્રી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં