Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅતીક-અશરફ, મીડિયા બાઈટ, કેમેરા સામે ગોળીબાર...: પ્રયાગરાજમાં ફરી એ જ દ્રશ્યો ભજવાયાં,...

    અતીક-અશરફ, મીડિયા બાઈટ, કેમેરા સામે ગોળીબાર…: પ્રયાગરાજમાં ફરી એ જ દ્રશ્યો ભજવાયાં, ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાયું- જુઓ વિડીયો

    રિ-કન્સ્ટ્રક્શનમાં 15 એપ્રિલની રાત્રે જે મુજબ જેવી ઘટનાઓ બની તે પ્રમાણે જ 2 યુવકો પાસે આખી ઘટનાનું નાટ્ય-રૂપાંતર કરાવવામાં આવ્યું.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના માફિયા-ગેંગસ્ટર ભાઈઓ અતીક અહમદ અને અશરફની હત્યા આ સમયે આખા દેશમાં ચર્ચાનો વિષય છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે તેવામાં પ્રયાગરાજમાં SIT, ફોરેન્સિક ટીમ અને જ્યુડિશિયલ કમિશન ટીમે અતીક-અશરફની હત્યાનું કન્સ્ટ્રક્શન કર્યું હતું. તપાસ એજન્સીઓ અને અન્ય ટીમોએ ગુરુવારે (20 એપ્રિલ 2023) બપોરે દોઢ વાગ્યાના આરસમાં હત્યાના ઘટનાસ્થળ કાલ્વિન હોસ્પિટલના પરિસરમાં આ કાર્યવાહી કરી હતી.

    અહેવાલો અનુસાર અતીક-અશરફની હત્યાનું રિ-કન્સ્ટ્રક્શન થયું તેમાં માફિયા અતીક અને તેના ભાઈ અશરફના જીપમાંથી ઉતરવાથી લઈને હોસ્પિટલ પરિસરમાં દાખલ થવા અને મીડિયા કર્મીઓ સાથે વાતચીત અને તે દરમિયાન ત્રણ હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા ધાણીફૂટ ગોળીબારની ઘટના આબેહૂબ દોહરાવવામાં આવી હતી. આ સમયે હત્યાકાંડ વખતે સ્થળ પર હાજર તમામ પોલીસ કર્મીઓને પણ સાથે રાખવામાં આવ્યા હતા.

    આ રિ-કન્સ્ટ્રક્શનમાં 15 એપ્રિલની રાત્રે જે મુજબ જેવી ઘટનાઓ બની તે પ્રમાણે જ 2 યુવકો પાસે આખી ઘટનાનું નાટ્ય-રૂપાંતર કરાવવામાં આવ્યું. તેમજ 3 યુવકોને હુમલાખોર બનાવીને અતીક અને અશરફ બનેલા યુવકો પર નાટ્યાત્મક રીતે ફાયરિંગ કરાવવામાં આવ્યું હતું. વીડિયોમાં જોવા મળે છે કે માફિયાના વેશમાં રહેલા યુવકો પણ ફાયરિંગ બાદ જમીન પર ઢળી પડે છે અને હાજર પોલીસકર્મીઓ હુમલાખોરોને ઝડપી પાડે છે. જ્યારે ઘટના બની ત્યારે પણ આ જ ક્રમમાં ઘટનાઓ બની હતી.

    - Advertisement -

    14 તારીખે જ હુમલાખોરો હત્યાની ફિરાકમાં હતા

    નવભારત ટાઇમ્સના રિપોર્ટ મુજબ હત્યારાઓની પૂછપરછમાં તેમણે મોટો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેઓ 14 એપ્રિલે કોર્ટમાં જ અતીક અને અશરફની હત્યા કરવા માંગતા હતા, પરંતુ ભારે પોલીસ બંદોબસ્તના કારણે તેમણે માંડવાળ કરી હતી. આ ત્રણેય હુમલાખોરો 13 એપ્રિલે જ હત્યાને અંજામ આપવા પ્રયાગરાજ પહોંચી ગયા હોવાનું અને સ્ટેશન પાસેની એક હોટલમાં રોકાયા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે તેમને ખબર પડી કે બંને માફિયા ભાઈઓને મેડિકલ ચેક-અપ માટે કોલ્વિન હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે, તે સમયે મીડિયાકર્મી બનીને ઘૂસી જઈને અતીક-અશરફની હત્યા કરી નાંખી હતી.

    અતીક અહમદ અને તેના ભાઈ અશરફની હત્યા

    ઉત્તર પ્રદેશના સહુથી મોટા માફિયા ગણતા અતીક અને તેના ભાઈ અશરફની 15 એપ્રિલે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મેડીકલ ચેક-અપ માટે હોસ્પિટલ લાવ્યા બાદ પત્રકારોના વેશમાં આવેલા ત્રણ શૂટરોએ આડેધડ ગોળીઓ વરસાવીને બંને ભાઈઓનાં ઢીમ ઢાળી દીધાં હતાં. આ સમયે મીડિયાના (સાચા) પત્રકારો પણ ઘટનાસ્થળે હાજર હોઈ સમગ્ર ઘટનાક્રમ મીડિયાના કેમેરામાં કેદ થઇ ગયો હતો, જે પછીથી આખી દુનિયાને જોયો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં