Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકરેલી વિધાનસભાની ડેમોગ્રાફી બદલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અતીક અહેમદ: નિર્બળ લોકોની...

    કરેલી વિધાનસભાની ડેમોગ્રાફી બદલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અતીક અહેમદ: નિર્બળ લોકોની જમીનો પર કબજો જમાવીને ‘મુસ્લિમ કોલોની’ વસાવવામાં આવી રહી હતી

    સ્લિમ કોલોની વસાવવા પાછળ બીજું કારણ અતીક અહેમદનો સુરક્ષાઘેરો વધુ મજબુત બનાવવાનું પણ હતું. અતીકની ગેંગ સાથે જોડાયેલા લોકો અને તેના શાર્પ શુટર્શ પણ આ જ ટાઉનશીપમાં રહેવાના હતા.

    - Advertisement -

    માફિયા અતીક અહેમદની હત્યા બાદ ચોંકાવનારા ખુલાસો સામે આવી રહ્યાં છે. તાજેતરના રિપોર્ટ્સમાં સામે આવ્યું હતું કે, અતીક અહેમદ પ્રયાગરાજના કરેલી વિધાનસભાની ડેમોગ્રાફી બદલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જેના માટે તે ત્યાંના નિર્બળ લોકોની જમીનો પર ગેરકાયદેસર કબજો જમાવીને ત્યાં મુસ્લિમોને વસાવવા માંગતો હતો. તો બીજી તરફ તેના માટે કામ કરતા ગુડ્ડુ મુસ્લિમ વિશે પણ કેટલાક ઉચ્ચ અધિકારીઓએ ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે.

    રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે અતીક અહેમદ પ્રયાગરાજના કરેલી વિધાનસભાની ડેમોગ્રાફી બદલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેના આમ કરવા પાછળનું કારણ વિધાનસભામાં પોતાના મુસ્લિમ મત વધારવા અને પોતાનું વર્ચસ્વ વધુ મજબુત કરવા માટે હતું. જેના માટે તે પોતાની સામે અવાજ ન ઉઠાવી શકે તેવા નિર્બળ લોકોને ટાર્ગેટ કરતો અને તેમની જમીનો પચાવી પડતો હતો. આ બાબતનો ખુલાસો ઉત્તર પ્રદેશના STFના IPS અમિતાભ યશ દ્વારા કરવામાં આવ્યો હતો.

    મુસ્લિમ વસ્તી વધારવા પ્રયાગરાજની ‘ખાસ’ જગ્યા નક્કી કરી હતી

    STFના IPS અમિતાભ યશે માહિતી આપી હતી કે અતીક અહેમદ ‘મુસ્લિમ કોલોની’ વસાવવાનું કાવતરું કરી રહ્યો હતો, જે અન્ય કોઈ માફિયા ગેંગ વિચારી પણ ન શકે. આ કોલોની વસાવવા તેણે પ્રયાગરાજ શહેરના કરેલી વિસ્તારના એક ગામને નક્કી કર્યું હતું. અમિતાભ યશના કહેવા મુજબ ત્યાં માઈનોરીટી ટાઉનશીપના નામે અનેક નિર્બળ અને ગરીબોની જમીનો પર બળજબરીથી કબજો કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    રિપોર્ટ્સ અનુસાર મુસ્લિમ કોલોની વસાવવા પાછળ બીજું કારણ અતીક અહેમદનો સુરક્ષાઘેરો વધુ મજબુત બનાવવાનું પણ હતું. અતીકની ગેંગ સાથે જોડાયેલા લોકો અને તેના શાર્પ શુટર્શ પણ આ જ ટાઉનશીપમાં રહેવાના હતા. અમિતાભ યશે તેમ પણ જણાવ્યું કે અતીકની ગેંગ દ્વારા મુસ્લિમ કોલોનીના નામે ઘડાયેલા રાજનૈતિક ઘુસણખોરીના કાવતરા પર STFએ પાણી ફેરવી નાંખ્યું છે. તો બીજી તરફ ગુડ્ડુ મુસ્લિમને હવે ફોર્સનો ‘પ્રાઈમ ટાર્ગેટ’ ગણાવ્યો છે.

    ગુડ્ડુ મુસ્લિમ જેવા લોકો સમાજ માટે ખતરા રૂપ

    આ દરમિયાન અમિતાભે ગુડ્ડુ મુસ્લિમને લઈને પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ગુડ્ડુ જુનો કોન્ટ્રકટ કિલર છે. મને ધ્યાન છે તે મુજબ વર્ષ 1999માં ગોરખપુર પોલીસે નાર્કોટીક્સના ગુનામાં તેની ધરપકડ કરી હતી. જેમાં તેને 10 વર્ષની સજા પણ થઈ હતી. તે સમયે અતીકે ગુડ્ડુને હાઈકોર્ટમાંથી જામીન અપાવ્યાં હતા. ત્યારથી જ તે અતીકની ગેંગ માટે કામ કરી રહ્યો છે. ગુડ્ડુ મુસ્લિમ જેવા લોકો સમાજ માટે ખતરા રૂપ છે.”

    આ મામલે અમિતાભે તેમ પણ જણાવ્યું કે, કોઈની હત્યા માટેની સોપારી લેવા તે પટનાની બેઉર જેલમાં રાજન તિવારીને પણ મળ્યો હતો. બાદમાં આ વાતની પુષ્ટી પણ થઈ હતી. અમિતાભના જણાવ્યાં અનુસાર ગુડ્ડુએ એવા પણ અનેક ગુનાઓ આચર્યા છે જેમાં તેનું નામ સામે નથી આવ્યું. તે એકલો જ કોઈ પણ પ્રકારના ગુના આચરવા સક્ષમ છે. જેના કારણે ગુડ્ડુ STFનો પ્રાઈમ ટાર્ગેટ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં