ઉત્તર પ્રદેશ એસટીએફ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં અતિક અહમદના પુત્ર અસદની મોત બાદ નવી-નવી બાબતો સતત સામે આવી રહી છે. તેવામાં મોતના પુત્રની મોત બાદ અતિક બોખલાઈ ચૂક્યો હોય તેવું લાગી રહ્યું છે. તેણે અસદનું એન્કાઉન્ટર કરનારા પોલીસ અધિકારીઓને ધમકી આપી હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. તેણે કહ્યું છે કે એક વાર તે બહાર આવશે પછી તે ‘બધાને જોઈ લેશે.’
અતિક અહમદની પોલીસને ધમકી આપવાની આ ખબર ટાઈમ્સ નાઉએ પોતાના સૂત્રોને ટાંકીને આપી છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અતિક અહમદે પોતાના પુત્ર અસદનું એન્કાઉન્ટર કરનાર ઉત્તર પ્રદેશની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના અધિકારીઓને ધમકી આપી છે. તેણે કહ્યું છે કે, “મારા પુત્ર અસદને જે પોલીસ અધિકારીએ માર્યો છે, બસ મને છૂટી જવા દો, પછી બતાવીશ કે ગાદી શું ચીજ છે.”
'Jis police officer ne maara hai mere bete ko, mughe nikalne do, phir batata hu': Atiq Ahmed sends out a threat, a day after his son's encounter.
— TIMES NOW (@TimesNow) April 14, 2023
Meanwhile, a grave is being dug up near Atiq's residence in Prayagraj for his son's cremation. @Ashutos10599574 | Siddharth Talya pic.twitter.com/iHHSzLwfS7
ઉલ્લેખનીય છે કે જે દિવસે અસદનું એન્કાઉન્ટર થયું તે દિવસે અતિક અતિકને ઉમેશ પાલ હત્યાકાંડમાં પ્રયાગરાજની એક જેલમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેને કોર્ટમાં પુત્રના મોતની જાણ થઇ હતી. જેને લઈને તે ભાંગી પડ્યો હતો અને ધ્રુસકે-ધ્રુસકે રડ્યો હતો. આ સિવાય કેટલાક અહેવાલોમાં તેમ પણ જણાવાયું હતું કે અતિક આ ખબર સાંભળીને પ્રયાગરાજ કોર્ટમાં જ ચક્કર ખાઈને પડી ગયો હતો.
બીજી તરફ એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે અતિકે તેના પુત્રની મૈયતમાં સામેલ થવા માટે મંજુરી માંગી છે. જોકે અતિકને તેના પુત્રની દફનવિધિમાં જોડાવવા માટેની પરવાનગીઓ નહીં આપવામાં આવે તેવું અનુમાન છે. અતિકના પરિવાર દ્વારા પ્રયાગરાજના મસારી સ્થિત કબ્રસ્તાનમાં અસદની દફનવિધિ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે (13 એપ્રિલ, 2023) અતિક અહમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર કરી નાંખવામાં આવ્યું હતું. તે તેના સાથી શૂટર મોહમ્મદ ગુલામ સાથે ભાગી રહ્યો હતો ત્યારે ઝાંસી નજીક પોલીસ સાથેની અથડામણમાં માર્યો ગયો હતો. તે ઉમેશ પાલ હત્યાકાંડમાં સામેલ હતો અને ત્યારથી ફરાર ચાલી રહ્યો હતો. એન્કાઉન્ટરમાં ગુલામ પણ માર્યો ગયો હતો. બંનેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગોળીના કારણે મોત થયાં હોવાની વિગતો સામે આવી હતી.