Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઝાડફૂંકની આડમાં અતા ઉલ્લાહ ખાને મહિલાનું શારીરિક શોષણ કરતા તેના પરિવારે મોતને...

    ઝાડફૂંકની આડમાં અતા ઉલ્લાહ ખાને મહિલાનું શારીરિક શોષણ કરતા તેના પરિવારે મોતને ઘાટ ઉતાર્યો: ઓવૈસીએ અકારણ હિન્દૂ-મુસ્લિમ રંગ આપવાનો કર્યો પ્રયત્ન

    અતા ઉલ્લાહ ખાન ઝાડફુંકના બહાને મહિલા સાથે અશ્લીલ કૃત્ય આચરતા રંગે હાથે ઝડપાયો હતો. આનો બદલો લેવા તેને મહિલાના પરિવાર દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાના સિંહપુર પોલીસ સ્ટેશન હેઠળના પદમનિયા ગામના જંગલમાંથી 26 સપ્ટેમ્બર 2022ના રોજ મળેલા અડધા બળેલા શરીરના કેસમાં પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. મૃતક અતા ઉલ્લાહ ખાન ઝાડફુંકના બહાને મહિલાઓનું કરતો હતો શારીરિક શોષણ તેવી વાત સામે આવી.

    બુધવારે, પોલીસે જણાવ્યું હતું કે 36 થી 40 વર્ષના આધેડનો મૃતદેહ મળ્યા બાદ તરત જ એક ટીમ બનાવવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે 22 સપ્ટેમ્બરના રોજ પોલીસ સ્ટેશન ગોહપરુ, શાહડોલના રહેવાસી અતાઉલ્લા ખાન નામના વ્યક્તિના ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે. આ પછી સ્વજનોને જાણ કરતાં અડધી બળેલી લાશની ઓળખ અતાઉલ્લા ખાન તરીકે થઈ હતી.

    જે બાદ અન્ય ઘણા લોકો સાથે AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ ઘટનાને અકારણ હિન્દૂ-મુસ્લિમ રંગ આપવનો પ્રયત્ન કરીને બજરંગ દળ પર પ્રહાર કર્યો હતો.

    - Advertisement -

    મહિલા સાથે અશ્લીલ કાર્ય કરવાથી થઇ હતી હત્યા

    દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે, પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી શિવશંકર મૂળભૂત રીતે ડ્રાઈવર છે. જ્યારે તેના પરિવારની એક મહિલાની તબિયત બગડી રહી હતી ત્યારે તે અતા ઉલ્લાહ ખાનને ઝાડફુંક કરવા માટે મળી રહ્યો હતો.

    પરંતુ, અતા ઉલ્લાહ ખાન ઝાડફુંકના બહાને મહિલા સાથે અશ્લીલ કૃત્ય આચરતા રંગે હાથે ઝડપાયો હતો. આનો બદલો લેવા તેને મહિલાના પરિવાર દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

    શંકાના આધારે, શિવશંકર યાદવના પિતા રામજીવાન યાદવ (28 વર્ષ), ગામ ઉધિયાના રહેવાસી, ગામ ઉધિયાના રહેવાસી, પોલીસ સ્ટેશન સિંહપુરની પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે પદમાનિયાના જંગલોમાં અતા ઉલ્લાહની હત્યા કર્યાની કબૂલાત કરી અને કહ્યું કે તેમણે તેની હત્યા કરી હતી અને તેની બાઇકમાંથી પેટ્રોલ નાખીને સળગાવી દીધો હતો. જે બાદ બાઇકને નવલપુર સોન નદીમાં ફેંકી દીધી હતી. આરોપીએ જણાવેલ જગ્યાએથી મોટર સાયકલ મળી આવી હતી.

    આમ એક પરિવાર દ્વારા પોતાના અંગત ઝગડાના કારણે કરવામાં આવેલ હત્યાને અસદુદ્દીન ઓવૈસી અને અન્ય ઘણાઓને સોશિયલ મીડિયા પર હિન્દૂ-મુસ્લિમ રંગ આપ્યો હતો જે તપાસ બાદ ખોટો સાબિત થયો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં