Sunday, November 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆસામમાં ઈલ્મના નામે બળાત્કારનો પ્રયત્ન કરતા મૌલવી ઉસ્માન અલીનું ગુપ્તાંગ મહિલાએ વાઢ્યું:...

    આસામમાં ઈલ્મના નામે બળાત્કારનો પ્રયત્ન કરતા મૌલવી ઉસ્માન અલીનું ગુપ્તાંગ મહિલાએ વાઢ્યું: પોલીસે સારવાર માટે ગુવાહાટી ખસેડ્યો

    મહિલાના જણાવ્યાં અનુસાર સોમવારે ઉસ્માન જાળ-ફૂંક કરવા તેના ઘરે આવ્યો હતો, આ દરમિયાન તેણે કથિત રીતે મહિલા પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોતાને ઉસ્માંનથી બચાવવા માટે મહિલા ત્યાંથી ભાગી છૂટી અને આત્મરક્ષા માટે ધારદાર વસ્તુથી ઉસ્માનનું ગુપ્તાંગ વાઢી નાંખ્યું હતું.

    - Advertisement -

    ઇસ્લામી મૌલવીઓ અને ઈલ્મીઓ દ્વારા બળાત્કાર ગુજારવાની અનેક ઘટનાઓ અવારનવાર સામે આવતી રહેતી હોય છે, તેવામાં ઈલ્મના નામે બળાત્કાર કરવાનો પ્રયત્ન કરવા બદલ આસામમાં મહિલાએ ઈલ્મી ઉસ્માન અલીનું ગુપ્તાંગ વાઢ્યું હોવાનો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. મહિલાનો આરોપ છે કે ઉસ્માને જાળ-ફૂંક કરવાના નામે તેના ઘરે આવ્યો હતો અને ઈલ્મ કરવાના બહાને તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

    મળતી માહિતી અનુસાર આસામમાં મહિલાએ ગુપ્તાંગ વાઢ્યું હોવાની આ ઘટના સોમવાર (8 મે 2023)ની છે. મહિલા બોરાલીમારી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભૂરાગાંવની રહેવાસી છે, જયારે ઉસ્માન અલી આસામના જ દરાંગ જિલ્લાનો રહેવાસી છે.

    આ મામલે ભૂરાગાંવના પોલીસ પ્રભારી હેમંત બોરગોહૈનને ટાંકીને ન્યુઝ એજન્સી ANIએ જણાવ્યું હતું કે, આ ઘટનાની સુચના મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘવાયેલા ઉસ્માનને વધુ સારવાર માટે ગુવાહાટી મોકલવામાં આવ્યો છે. તો બીજી તરફ પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

    - Advertisement -

    અન્ય કેટલાક મીડિયા રિપોર્ટોમાં જણાવ્યાં મુજબ પીડિત મહિલાને કોઈ સંતાન નથી. જેના કારણે કોઈએ તેને ઉસ્માન અલી વિશે જણાવ્યું હતું કે તે ઈલ્મ કરીને સંતાનસુખ આપી શકે છે. જે બાદ આ મહિલા પોતાની સમસ્યા લઈને અવારનવાર ઉસ્માન અલી પાસે ઈલાજ માટે જતી હતી. મહિલાના જણાવ્યાં અનુસાર સોમવારે ઉસ્માન જાળ-ફૂંક કરવા તેના ઘરે આવ્યો હતો, આ દરમિયાન તેણે કથિત રીતે મહિલા પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોતાને ઉસ્માંનથી બચાવવા માટે મહિલા ત્યાંથી ભાગી છૂટી અને આત્મરક્ષા માટે ધારદાર વસ્તુથી ઉસ્માનનું ગુપ્તાંગ વાઢી નાંખ્યું હતું.

    આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઈલ્મી ઉસ્માન અલી હોસ્પિટલના સ્ટ્રેચર પર રડતો હોવાનું નજરે પડી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં