Tuesday, November 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆસામનો લાલબત્તી સમાન કિસ્સો: પુરુષોને છેતરીને અશ્લીલ વિડીયો બનાવતી કોલેજ યુવતીની ધરપકડ,...

    આસામનો લાલબત્તી સમાન કિસ્સો: પુરુષોને છેતરીને અશ્લીલ વિડીયો બનાવતી કોલેજ યુવતીની ધરપકડ, પૈસા કમાવા પોર્ન સાઈટ્સ પર કરતી હતી આ કામ; ભોગ બનનારા 72 વર્ષીય વૃદ્ધનો આપઘાત

    વૃદ્ધ સાથેનો વિડીયો વાયરલ થયો ત્યારે યુવતીનો આ વિસ્તારના અન્ય પુરુષો સાથેના અશ્લીલ વિડીયો પણ સામે આવ્યા હતા. એટલું જ નહીં, તાજેતરમાં કોલેજના એક યુવક સાથે આરોપી યુવતીનો આવો વિડીયો સામે આવ્યો હતો.

    - Advertisement -

    આસામના જોરહાટમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં કોલેજની એક યુવતી પુરુષોને ફસાવ્યા બાદ તેમની સાથે જાતીય સંબંધ બાંધીને વિડીયો લેતી હોવાનું સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગયો છે. યુવતી સાથે અશ્લીલ વિડીયો વાયરલ થયા બાદ 72 વર્ષીય અપરિણિત વૃદ્ધ આત્મહત્યા કરવા મજબૂર થયા હતા. જે બાદ આ ઘૃણાસ્પદ કૃત્યનો પર્દાફાશ થયો હતો.

    જોરહાટની કોલેજમાં ભણતી યુવતીની ધરપકડ કરવામાં આવી

    રિપોર્ટ અનુસાર, આ ઘટના આસામના જોરહાટ જિલ્લાના ઢેકલિયા ગામમાં બની હતી. આરોપી યુવતીની ઓળખ દર્શના ભરાલી તરીકે થઈ છે. આરોપીએ વૃદ્ધને છેતરીને તેમની સાથે જાતીય સંબંધ બાંધ્યો હતો અને ગુપ્ત રીતે વિડીયો પણ રેકોર્ડ કર્યો હતો. બાદમાં યુવતીએ વિડીયો પોર્ન સાઈટ પર ચડાવ્યો હતો.

    ચોંકાવનારી વાત એ છે કે યુવતી જોરહાટની ટોપ કોલેજમાં અભ્યાસ કરે છે. યુવતી સાથેનો અશ્લીલ વિડીયો વાયરલ થવાના કારણે 72 વર્ષીય વૃદ્ધે આત્મહત્યા કરી લીધી હતી, જેથી રોષે ભરાયેલી ગામની મહિલાઓએ યુવતી સામે વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે આ મામલે આરોપી યુવતી અને તેના બે સાથીઓની ધરપકડ કરી છે.

    - Advertisement -

    વૃદ્ધને ‘પિતા’ કહેનારી યુવતીએ ઘરમાં એકલી હોવાનો લાભ ઉઠાવ્યો

    સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મૃતક અપરિણીત હતા અને ખૂબ સજ્જન વ્યક્તિ હતા. તાજેતરમાં યુવતીના માતા-પિતા ઘરે ન હોવાથી તેણે વૃદ્ધને પોતાના ઘરે બોલાવ્યા હતા. યુવતી મૃતકને ‘બરતા’ કહેતી હતી, જે ‘બાર દેઉતા’નું ટૂંકુ સ્વરૂપ છે. આસામની ભાષામાં આ શબ્દનો અર્થ ‘વૃદ્ધ પિતા કે ભાઈ’ એવો થાય છે. આત્મહત્યા કરતાં પહેલા વૃદ્ધ વ્યક્તિએ પોતાના પાડોશીને જણાવ્યું હતું કે યુવતીએ તેને પોતાની જાળમાં ફસાવ્યો છે.

    પીડિતે પડોશીઓને કહ્યું હતું કે, “એકવાર યુવતીનો મને ફોન આવ્યો હતો ત્યારે મેં માથાનો દુખાવો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ યુવતીએ મને પોતાના ઘરે બોલાવ્યો અને માથાના દુખાવા માટે દવા આપી, જે તેના પિતાની છે એવું તે કહેતી હતી. દવા લીધા પછી મારી સાથે શું બન્યું એ વિશે મને કંઈ ખબર નથી.”

    વૃદ્ધનો વિડીયો વાયરલ થઈ જતાં ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું

    આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓને તેમના ફોન પર યુવતી અને 72 વર્ષીય વ્યક્તિનો અશ્લીલ વિડીયો મળ્યો હતો. જે-તે વિસ્તારમાં આ વિડીયો વાયરલ થયા બાદ પીડિત અને તેનો પરિવાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાયો હતો. પોતાની આબરૂના ધજાગરા ઉડતા જોઈને વૃદ્ધે આપઘાત કરી લીધો હતો.

    યુવતી અગાઉ પણ ઘણાં પુરુષોને પોતાની જાળમાં ફસાવી ચૂકી છે

    વૃદ્ધ સાથેનો વિડીયો વાયરલ થયો ત્યારે યુવતીનો આ વિસ્તારના અન્ય પુરુષો સાથેના અશ્લીલ વિડીયો પણ સામે આવ્યા હતા. એટલું જ નહીં, તાજેતરમાં કોલેજના એક યુવક સાથે આરોપી યુવતીનો આવો વિડીયો સામે આવ્યો હતો ત્યારે યુવતીએ યુવક સામે ફરિયાદ કરી હતી કે તેણે ગુપ્ત રીતે આ વિડીયો બનાવ્યો છે. જોકે, યુવકે આ વાત નકારી કાઢતાં જણાવ્યું હતું કે યુવતી તેને ફસાવી રહી છે અને તેણે જ આ વિડીયો બનાવ્યો છે.

    પોર્ન સાઈટ્સ પર પૈસા કમાવા માટે કરતી હતી આવું કૃત્ય

    મૃતક સાથેનો વિડીયો સામે આવ્યા બાદ આ યુવકના આરોપો સાચા નીકળ્યા અને વધુમાં એવું બહાર આવ્યું કે યુવતી અગાઉ ઘણાં પુરુષોને આમ જ ફસાવી ચૂકી છે. રિપોર્ટ અનુસાર, યુવતી પોર્ન સાઈટ્સના માધ્યમથી પૈસા કમાવા માટે પુરુષોને છેતરીને તેમની સાથે સંબંધ બાંધતી હતી અને વિડીયો રેકોર્ડ કરીને પોર્ન વેબસાઈટ્સ પર અપલોડ કરતી હતી. યુવતી સાથે આ ઘૃણાસ્પદ કૃત્યમાં અન્ય બે વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. અહેવાલો અનુસાર, પોલીસે આ મામલે ત્રણેયને પોલીસ કસ્ટડીમાં મોકલીને તપાસ શરુ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં