Sunday, July 14, 2024
More
  હોમપેજરાજકારણ‘ભગવાન શ્રીકૃષ્ણ અને ધૃતરાષ્ટ્રે પણ લવ જેહાદ કર્યો હતો’: આસામના કોંગ્રેસ નેતાનું...

  ‘ભગવાન શ્રીકૃષ્ણ અને ધૃતરાષ્ટ્રે પણ લવ જેહાદ કર્યો હતો’: આસામના કોંગ્રેસ નેતાનું વિવાદાસ્પદ નિવેદન, સીએમ હિમંત સરમાએ કાર્યવાહીની ચેતવણી આપતાં માફી માગી લીધી, કહ્યું- મારા દાદા સપનામાં આવ્યા હતા, ભૂલ સમજાવી

  મુખ્યમંત્રીની લવ જેહાદ વિશેની ટિપ્પણી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન બોરાને પસંદ ન આવી અને તેમણે વિવાદિત નિવેદન આપી દીધું. તેઓ ત્યાં સુધી પહોંચી ગયા કે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મણિ તેમજ ધૃતરાષ્ટ્ર-ગાંધારીનાં લગ્નને પણ લવ જેહાદ ગણાવ્યાં.

  - Advertisement -

  આસામ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન બોરાએ ભગવાન શ્રીકૃષ્ણ પર એક નિવેદન આપીને વિવાદ સર્જી દીધો હતો. તેમણે સીએમ હિમંત બિસ્વ સરમાની એક ટિપ્પણી મુદ્દે બોલતાં કહ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણે પણ લવ જેહાદ કર્યો હતો. એટલું જ નહીં સાથે એમ પણ કહ્યું કે, ગાંધારી પણ લવ જેહાદનો શિકાર બન્યાં હતાં. તેમના આ વિવાદાસ્પદ નિવેદન બાદ સીએમ સરમાએ કડક ટીકા કરી અને કહ્યું કે, તેમની સામે કેસ દાખલ થશે તો ધરપકડ કરવામાં આવશે. બીજી તરફ, કાર્યવાહીની તલવાર લટકતી જોઈને કોંગ્રેસ નેતાએ માફી માગી લીધી હતી. 

  વાસ્તવમાં આસામના ગોલાઘાટ જિલ્લામાં તાજેતરમાં એક ટ્રિપલ મર્ડરની ઘટના બની હતી. અહીં એક નઝીબુર રહેમાન નામના વ્યક્તિએ હિંદુ પત્ની અને તેના માતા-પિતાની હત્યા કરી નાખી. મહિલાએ તેનાં મા-બાપની ઈચ્છા વિરુદ્ધ નઝીબુર સાથે નિકાહ કર્યાં હતાં. હિમંત સરમાએ તાજેતરમાં પીડિત પરિવારની મુલાકાત લીધી અને આ કેસને લવ જેહાદ ગણાવ્યો હતો. 

  મુખ્યમંત્રીની લવ જેહાદ વિશેની ટિપ્પણી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન બોરાને પસંદ ન આવી અને તેમણે વિવાદિત નિવેદન આપી દીધું. તેઓ ત્યાં સુધી પહોંચી ગયા કે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મણિ તેમજ ધૃતરાષ્ટ્ર-ગાંધારીનાં લગ્નને પણ લવ જેહાદ ગણાવ્યાં. તેમણે કહ્યું, “પ્રેમ અને યુદ્ધમાં બધું જ યોગ્ય છે. આપણાં પુરાણોમાં પણ ઘણી વાર્તાઓ છે, શ્રીકૃષ્ણ અને રુક્મણિના વિવાહ પણ એક રીતે લવ જેહાદ જ છે. મહાભારતમાં ગાંધારીના પરિજનો તેમનાં લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે કરાવવા નહતા માગતા, પરંતુ ભીષ્મ પિતામહે બળજબરી કરી અને લગ્ન થયાં. ત્યારબાદ ગાંધારીએ આંખો પર પટ્ટી બાંધી લીધી. આ પણ એક રીતે લવ જેહાદ જ છે.” તેમણે દાવો કર્યો કે, ભગવાન શ્રીકૃષ્ણે પણ રુક્મણિ સાથે તેમના (રુક્મણિના) પરિવારની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યાં હતાં. એવો પણ દાવો કર્યો કે, ભગવાને રુક્મણિ સાથે લગ્ન કરવા નામ બદલ્યું હતું અને અર્જુન જ્યારે તેમની સાથે ગયા ત્યારે મહિલાનો વેશ ધારણ કર્યો હતો. 

  - Advertisement -

  ભગવાનને વિવાદમાં વચ્ચે લાવવા નિંદનીય: આસામ સીએમ

  આ ટિપ્પણીઓનો વળતો જવાબ આપતાં મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં ટીકા કરી. તેમણે કહ્યું કે, “ભગવાન કૃષ્ણ અને રુક્મણિના વિષયને ઘસડવો બહુ નિંદનીય છે અને હું કોંગ્રેસને વિનંતી કરીશ કે જે રીતે આપણે મોહમ્મદ કે ઈસુ ખ્રિસ્તને કોઈ વિવાદમાં ઘસડવાના પ્રયાસ ન કરવા જોઈએ તે રીતે તેમણે પણ ભગવાન કૃષ્ણને કોઈ વિવાદમાં ન લાવવા જોઈએ. ભગવાનની સરખામણની કોઈ માનવીય અપરાધ સાથે કરવી એ કોઈ કાળે સ્વીકાર્ય નથી.”

  તેમણે કહ્યું કે, મહાભારતના કિસ્સાઓમાં પ્રેમ હતો, લવ જેહાદ નહીં. તેમણે એમ પણ ઉમેર્યું કે, લવ જેહાદનો અર્થ થાય છે કોઈને ધર્મ બદલવા માટે દબાણ કરવું. ગાંધારી કે રુક્મણિને આ પ્રકારે કોઈ દબાણ કરવામાં આવ્યું ન હતું. કૃષ્ણ અને રુક્મણિ વચ્ચે પ્રેમ હતો, જેહાદ નહીં. સાથે તેમણે ઉમેર્યું કે, “અમે લોકોની ધરપકડ સુધીનાં પગલાં લેવા માગતા નથી પરંતુ ભગવાનને વિવાદમાં ઘસડવામાં આવશે તો અનેક સનાતનીઓની ભાવનાઓને ઠેસ પહોંચશે અને લોકો પોલીસ મથકે કેસ દાખલ કરશે, તો હું પોલીસને કાર્યવાહી કરતાં કઈ રીતે રોકી શકું?”

  મને મારી ભૂલ સમજાઈ: કોંગ્રેસ નેતા

  સીએમ હિમંત બિસ્વ સરમાએ કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ કોંગ્રેસ નેતાના સૂર બદલાયા હતા. તેમણે વિવાદાસ્પદ નિવેદન માટે બિનશરતી માફી માગી લીધી અને એમ પણ કહ્યું કે, તેમને તેમના દાદા સપનામાં આવ્યા હતા. તેમણે કહ્યું, “મહાભારતમાં લવ જેહાદ થયો હોવાના શબ્દો ઉચ્ચારીને મેં ભૂલ કરી છે. મને સપનામાં મારા દાદા દેખાયા અને તેમણે મારી ભૂલ તરફ ધ્યાન  દોર્યું. તેમણે કહ્યું કે, હું મારી પાર્ટીનું હિત વિચારું છું અને મારા શબ્દોના કારણે તેની પર અસર થતી ન જોઈ શકું. સાથે જ હું વૈષ્ણવ ભક્તોને મારા શબ્દોથી ઠેસ પહોંચે એ પણ ચલાવી ન શકું.” 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં