Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ પાર્ટીના વરિષ્ઠ કાર્યકરોના પગ ધોયા, કહ્યું- આ...

    આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ પાર્ટીના વરિષ્ઠ કાર્યકરોના પગ ધોયા, કહ્યું- આ પાર્ટીના સંસ્કાર, તેમના યોગદાનથી પાર્ટી મજબૂત થઇ

    મુખ્યમંત્રી સરમાએ શૅર કરેલા વીડિયોમાં તેઓ ફર્શ પર બેસીને ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાઓના પગ ધોતા અને તેમના આશીર્વાદ મેળવતા જોવા મળી રહ્યા છે.

    - Advertisement -

    આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમા કાયમ ચર્ચામાં રહે છે. હવે તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આસામ સીએમએ એક કાર્યક્રમ દરમિયાન પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓના પગ ધોયા હતા. તેમણે પોતે પણ આ વિડીયો પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શૅર કર્યો હતો. 

    મુખ્યમંત્રી સરમાએ શૅર કરેલા વીડિયોમાં તેઓ ફર્શ પર બેસીને ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાઓના પગ ધોતા અને તેમના આશીર્વાદ મેળવતા જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે, વરિષ્ઠો પ્રત્યે સન્માન રાખવાની આ ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે અને ભારતીય સંસ્કાર છે. 

    તેમણે વિડીયો ટ્વિટ કરીને કહ્યું, ‘વરિષ્ઠો પ્રત્યે સન્માન દર્શાવવું એ ભારતીય સંસ્કાર છે અને અમારી પાર્ટીની પરંપરા પણ રહી છે. મને ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાઓના પગ ધોવાનું સૌભાગ્ય મળ્યું જેમણે શરૂઆતના સમયમાં આસામમાં અમારી પાર્ટીને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, આસામના મુખ્યમંત્રીએ એવા કાર્યકર્તાઓના પગ ધોયા હતા જેઓ 1990 પહેલાંથી રાજ્યમાં પાર્ટી સાથે રહ્યા છે. આવા 75 ભાજપ નેતાઓને વિશેષ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ નેતાઓ 1990 અને તે પહેલાંથી પાર્ટીમાં વિવિધ પદો પર રહી ચૂક્યા છે. આ દરમિયાન આસામના મુખ્યમંત્રી સાથે પાર્ટીના અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 

    આ કાર્યક્રમ ગુવાહાટીમાં યોજાયો હતો, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડાએ ભાજપના નવા કાર્યાલય ‘અટલ બિહારી બાજપેયી ભવન’નું ઉદ્ઘાટન કર્યું હતું. 

    આસામમાં પાર્ટીના નવા કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ગૃહમંત્રી અમિત શાહે એક જનસભા પણ સંબોધી હતી. તેમણે કહ્યું કે તેઓ ગૃહમંત્રી તરીકે નહીં પરંતુ એક કાર્યકર્તાની રીતે આસામ આવ્યા છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, આસામની મહાન ભૂમિને કોંગ્રેસે વિઘટિત કરી અને આતંકવાદની અને આંદોલનોની ભૂમિ બનાવી દીધી. 

    આસામમાં પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ કહ્યું કે, આખા દેશમાં ભાજપના 512 કાર્યાલયો બનાવવા જઈ રહ્યું છે, જેમાંથી 236નું નિર્માણ પૂર્ણ થઇ ચૂક્યું છે અને 154 કાર્યાલયોનું કામ ચાલી રહ્યું છે. આવનાર દિવસોમાં આખા દેશ સહિત આસામ અને પૂર્વોત્તરમાં પણ ભાજપનાં ભવ્ય કાર્યાલયો હશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં