Thursday, April 25, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઆસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના રાહુલ ગાંધી પર આકરા પ્રહાર; કહ્યું- ચાલુ...

  આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના રાહુલ ગાંધી પર આકરા પ્રહાર; કહ્યું- ચાલુ મીટીંગે જોગીંગ પર ઉપડી જતા રાહુલ રાજકારણ માટે ‘અનફીટ’ છે

  2015માં જ કોંગ્રેસથી છુટા પડીને ભાજપમાં જોડાનાર અસમના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધી કેમ ગંભીર રાજકારણી નથી તે અંગેના કારનો જણાવ્યા છે.

  - Advertisement -

  આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે તેઓ “રાજનીતિ માટે યોગ્ય નથી, તેમની પાસે પુરતી ગંભીરતા નથી રાહુલ રાજકારણ માટે અનફીટ છે.” તેમણે વધુમાં કહ્યું કે તેઓ જવાબદારી વિના સત્તા હડપ કરવા માંગે છે. હિમંતા બિસ્વાએ વધુમાં રાહુલ પર આરોપ લગાવ્યો કે રાજકારણી તરીકે ‘બિન-ગંભીર અને ઘમંડી’ પ્રકારના છે. સરમા જે અગાઉ કોંગ્રેસમાં હતા, તેમણે દેશની સૌથી જૂની પાર્ટીનો ભાગ હોવાના પોતાના અનુભવો શેર કર્યા. બિસ્વાએ કહ્યું કે તેઓ 2015માં ભાજપમાં જોડાયા હતા.

  રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, “સૌથી પહેલાતો તેઓ રાજકારણ માટે ‘અનફિટ’ છે. કદાચ, તે એવી વસ્તુઓ કરી રહ્યા છે જે તેમણે ન કરવી જોઈએ. રાહુલ ગાંધી કેટલીકવાર મીટિંગને અધવચ્ચે છોડી દે છે અને જોગિંગ અથવા તેમની કસરત માટે જતા રહે છે. તેઓ મીટીંગ માંથી નીકળી જાય છે અથવા અચાનક બીજા રૂમમાં ચાલ્યા જાય. અને કલાકો પછી આવે છે. ત્યાં સુધી જે લોકો સભામાં આવ્યા હતા તેઓ તેમની રાહ જોતા રહે છે. આ કોઈ ‘ગંભીરતા’ નથી. આસામના મુખ્યમંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે કોંગ્રેસમાંથી ઘણા લોકો ભાજપમાં આવશે.”

  વધુમાં સરમાએ કહ્યું કે વાયનાડના સાંસદે 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર અને અમેઠીમાંથી તેમની બેઠક ગુમાવવાની નૈતિક જવાબદારી લીધી છે. પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા પછી પણ તેઓ મહત્વના નિર્ણયો લે છે. રાહુલ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ‘ભારત જોડો યાત્રા’નું નેતૃત્વ કરી રહ્યા છે. “આગામી 25 વર્ષ સુધી તેઓ માત્ર RSSના હાફ પેન્ટ વિશે જ વાત કરશે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કરશે અને પછી કેટલાક વિવાદાસ્પદ પાદરીને મળશે”

  - Advertisement -

  કોંગ્રેસની આંતરિક બાબતો વિશે વાત કરતા સીએમ હિમંતા સરમાં કહ્યું કે પાર્ટીના કાર્યકરોનું જીવન ગાંધીની આસપાસ ફરે છે. તેમનું જીવન કોંગ્રેસથી શરૂ થાય છે અને કોંગ્રેસમાં જ સમાપ્ત થાય છે. કોંગ્રેસે એવું વાતાવરણ ઊભું કર્યું છે કે તેમની પાસે ગાંધી પરિવાર સિવાય કશું જ નથી. જ્યારે પણ કોઈ તેમની પાર્ટીમાંથી રાજીનામું આપે છે, ત્યારે તે વ્યક્તિ પર પરિવાર સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવે છે, તેઓ એવું નથી કહેતા કે તેમણે દેશ સાથે દગો કર્યો છે. તેઓ કહે છે કે પરિવારે તમને બધું આપ્યું છે પરંતુ સત્ય એ છે કે દેશની જનતા સત્તા આપે છે.

  તેમણે જણાવ્યું કે “જે દિવસે તમે કોંગ્રેસમાં જોડાશો, તેઓની આંતરિક સંસ્કૃતિ છે કે તમારું જીવન ગાંધી સાથે શરૂ થાય છે અને સમાપ્ત થાય છે. જેમ તમે કોઈ ગુરુ સાથે જોડાઓ છો અને તમે ફક્ત તે ગુરુને બધું સમર્પિત કરો છો. ત્યાં એક માહોલ છે, મને નથી ખાબત તે કોણે શરુ કર્યો,અને કોણ ખતમ કરશે પણ કોંગ્રેસમાં આ ઈકોસીસ્ટમ બહું મજબુત છે”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં