આસામમાં દેશવિરોધી ષડયંત્ર કરવા બદલ 3 મદરેસા તોડી પાડવામાં આવ્યા હતા જેના પર આસામના સીએમ હિમંત બિસ્વા સરમાએ બેધડક કહ્યું હતું કે ઘણા મદરેસાઓ આતંકનું હબ છે, જ્યાં આતંકવાદીઓને ભણતરને બદલે આતંકવાદી ટ્રેનીંગ આપવામાં આવે છે.આ ઉપરાંત સીએમ હિમંતા બિસ્વા સરમાએ તેમના અન્ય એક નિવેદનમાં કહ્યું કે મદરેસાની આડમાં રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ કરતા સંસ્થાનોને તોડી પાડવામાં આવશે.
તાજેતરમાંજ આસામમાં આતંકવાદી કનેક્શનના હોવાના કારણે 3 મદરેસાઓ તોડી પાડવામાં આવ્યા હતા. ગુરુવારે (1 સપ્ટેમ્બર, 2022), સીએમ હિમંત બિસ્વા સરમાએ મીડિયાને જણાવ્યું હતું કે મદરેસાઓને તોડી પાડવાનો અમારો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું કે તે માત્ર એટલું જ સ્પષ્ટ છે કે જેહાદી તત્વો દ્વારા મદરેસાઓનો ઉપયોગ ન થવો જોઈએ. “જો અમને કોઈ ચોક્કસ માહિતી મળશે કે સંસ્થાનો ઉપયોગ મદરેસાની આડમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી રહ્યો છે, તો અમે તેને તોડી પાડીશું,” તેમણે જણાવ્યું હતું.
Assam | We don’t have any intention to go on demolishing Madrasas. Only intention to see that they’re not used by jihadi elements. If we get specific inputs that institution is being used under guise of Madrasa for anti-India activities, we will raze them: CM Himanta Biswa Sarma pic.twitter.com/51wWK9odn5
— ANI (@ANI) September 1, 2022
આસામમાં બુધવાર (31 ઓગસ્ટ, 2022) ના રોજ, બોંગાઈગાંવમાં મદરેસાને આતંકવાદી સંગઠન અલ કાયદા સાથેના સંબંધોને કારણે તોડી પાડવામાં આવ્યું હતું . એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહી ભૂતકાળમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પકડાયેલા અલકાયદાના આતંકવાદીઓ સાથે પણ સંબંધિત છે. આ પહેલા આસામના બારપેટા જિલ્લામાં એક ખાનગી મદરેસાને પણ તોડી પાડવામાં આવ્યો હતો.
તાજેતરમાં હિમંત બિસ્વા સરમાએ મદ્રેસાઓને આતંકવાદીઓનું હબ ગણાવ્યું હતું
તાજેતરમાં જ એક નિવેદનમાં સીએમ હિમંતા બિસ્વા સરમાએ મદરેસાને આતંકવાદીઓનું હબ ગણાવ્યું હતું. સીએમએ કહ્યું કે મદરેસાઓનો ઉપયોગ આતંકવાદીઓના ટ્રેનિંગ હબ તરીકે થઈ રહ્યો છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે આ મદરેસાઓમાં શિક્ષણને બદલે આતંકી તાલીમ આપવામાં આવી રહી છે. તેમને માહિતી આપી હતી કે આસામમાં અત્યાર સુધીમાં આવા ત્રણ મદરેસાઓ તોડી પાડવામાં આવ્યા છે.
આ પહેલા 23 મે, 2022ના રોજ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે જ્યાં સુધી દેશમાં મદરેસા છે ત્યાં સુધી બાળકો એન્જિનિયર અને ડોક્ટર બનવાનું વિચારી શકશે નહીં. સીએમ હિમંતાના કહેવા પ્રમાણે, જો તમારે બાળકોને ધર્મ સંબંધિત શિક્ષણ આપવું હોય તો ઘરે જ આપો, તેના માટે મદરેસાઓનું હોવું જરૂરી નથી.