Friday, October 18, 2024
More
    હોમપેજદેશહજારો વર્ષ પ્રાચીન સિક્કાઓ, દેવી-દેવતાઓની મૂર્તિઓ, સંસ્કૃત-પ્રાકૃત શિલાલેખો..: ASIએ હાઈકોર્ટમાં રજૂ કર્યો...

    હજારો વર્ષ પ્રાચીન સિક્કાઓ, દેવી-દેવતાઓની મૂર્તિઓ, સંસ્કૃત-પ્રાકૃત શિલાલેખો..: ASIએ હાઈકોર્ટમાં રજૂ કર્યો 2000 પાનાંનો ભોજશાળાનો સરવે રિપોર્ટ

    સરવે દરમિયાન, એક ગર્ભગૃહની પાસે 27 ફૂટ લાંબી દીવાલ પણ મળી આવી હતી. જે ઈંટોથી બનાવમાં આવી હતી. પુરાતત્વવિદોનું માનવું છે કે, ઈંટો દ્વારા નિર્માણ ઘણા પ્રાચીન સમયમાં થઈ રહ્યું હતું. સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે મોહેં-જો-દડોના સમયે આવી રીતનું બાંધકામ થતું હતું.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના ધારમાં સ્થિત ઐતિહાસિક ભોજશાળાનો પુરતાત્વીય સરવે રિપોર્ટ ASIએ ઈન્દોર હાઈકોર્ટમાં રજૂ કર્યો છે. 98 દિવસ સુધી ચાલેલા આ સરવેમાં પ્રાચીન હિંદુ સ્થાપત્યોના અનેક આવેશેષો મળી આવ્યા હતા. કોર્ટને સોંપવામાં આવેલા રિપોર્ટમાં અનેક ખુલાસાઓ થયા છે. સરવે દરમિયાન હજારો વર્ષ પ્રાચીન સિક્કાઓ, હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના શિલાલેખો સહિત અનેક સ્થાપત્યોના અવશેષો મળી આવ્યા છે. હિંદુ પક્ષનો દાવો છે કે, ભોજશાળાની ઇમારત પરમારશાસન સમયની છે.

    સોમવારે (15 જુલાઈ) ASIએ ધારમાં સ્થિત ભોજશાળાનો પુરતાત્વીય સરવે રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો છે. આ રિપોર્ટ ASIના વકીલ હિમાંશુ જોશી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આ રિપોર્ટના અમુક અંશો મીડિયા સાથે શેર નહીં કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. કોર્ટના આ નિર્દેશોનું પાલન હિંદુ પક્ષ અને મુસ્લિમ પક્ષ બંનેએ કરવાનું રહેશે. વકીલ હિમાંશુ જોશીનું કહેવું છે કે, આ રિપોર્ટ લગભગ 2 હજાર પાનાંનો છે. સરવે અને ખોદકામ દરમિયાન મળેલા 1700થી વધુ પુરાવા/અવશેષો આ રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે, હાલ માત્ર સરવે રિપોર્ટ જમા કરવામાં આવ્યો છે. તેની સુનાવણી 22 જુલાઈના રોજ થવા જઈ રહી છે.

    ‘રાજા ભોજના સમયની સાબિત થશે ઇમારત’- હિંદુ પક્ષ

    હિંદુ પક્ષના અરજદાર આશિષ ગોયલે દાવો કર્યો છે કે, “જે સરવે અમારી નજર સામે થયો છે, તેના આધારે અમે કહી શકીએ છીએ કે, આ ઇમારત રાજા ભોજ સમયની સાબિત થશે, જેને વર્ષ 1034માં બનાવવામાં આવી હતી. ASIને આ સરવેમાં ઘણીબધી પ્રાચીન મૂર્તિઓ મળી છે, જે પરમારશાસન સમયની હોય શકે છે. એટલે આ ઇમારત પણ કદાચ પરમારવંશના સમયની હોય શકે છે. સરવે દરમિયાન સામે આવેલા અવશેષોના આધારે લગભગ નક્કી થઈ ચૂક્યું છે કે, આ રાજા ભોજ દ્વારા નિર્મિત ઇમારત પરમારકાલીન છે.”

    - Advertisement -

    દાવો થઈ રહ્યો છે કે, ભોજશાળાનું નિર્માણ પરમારવંશના સમયે એટલે કે, 9થી 11મી સદી વચ્ચે થયું છે. સરવે દરમિયાન, એક ગર્ભગૃહની પાસે 27 ફૂટ લાંબી દીવાલ પણ મળી આવી હતી. જે ઈંટોથી બનાવમાં આવી હતી. પુરાતત્વવિદોનું માનવું છે કે, ઈંટો દ્વારા નિર્માણ ઘણા પ્રાચીન સમયમાં થઈ રહ્યું હતું. સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે મોહેં-જો-દડોના સમયે આવી રીતનું બાંધકામ થતું હતું. એટલે કે, આ સ્થળ ખૂબ પ્રાચીન પણ હોય શકે છે.

    નોંધનીય છે કે, 98 દિવસ સુધી ચાલેલા સરવેમાં 1710 અવશેષો મળી આવ્યા હતા. ASIની ટીમે આ અવશેષો પ્રાપ્ત કરવા માટે 24 સ્થળોએ ખોદકામ કર્યું હતું. આ સરવેમાં હમણાં સુધીમાં 39 મૂર્તિઓ મળી આવી છે. સરવેમાં મળેલી કેટલીક મૂર્તિઓ વાગ્દેવી (સરસ્વતી), મહિષાસુર મર્દિની, ભગવાન ગણેશ, હનુમાન, બ્રહ્મા અને શ્રીકૃષ્ણની હતી. તેમાંની ઘણી મૂર્તિઓ સારી સ્થિતિમાં તો કેટલીક ખંડિત અવસ્થામાં મળી આવી હતી. સરવેમાં ઢાંચાના ઘણા સ્તંભો અને શિલાલેખો પણ મળી આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં