Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએકતરફ રીલીઝ થઈ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’, બીજી તરફ આર્યન ખાન કેસમાં...

    એકતરફ રીલીઝ થઈ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’, બીજી તરફ આર્યન ખાન કેસમાં NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને મોટી રાહત

    જજોએ સમીર વાનખેડેની અરજી પર સુનાવણી હાથ ધરી હતી, જેમાં તેમણે લાંચ માગવાના આરોપો સાથે દાખલ થયેલ કેસ રદ કરવાની માગ કરી છે.

    - Advertisement -

    શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ ‘જવાન’ આજે દેશભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ. આ ફિલ્મ તેની રિલીઝ પહેલાં જ એક ડાયલૉગના લીધે ચર્ચામાં આવી હતી. બીજી તરફ આજે જ આર્યન ખાન સાથે જોડાયેલા કેસ મામલે NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને મોટી રાહત મળી છે. 

    સમીર વાનખેડે સામે 2021ના કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરીને 25 કરોડની લાંચ માગવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેને લઈને તપાસ ચાલી હતી. પરંતુ હવે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે આ તપાસ પર જ સવાલ ઉઠાવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, CATએ વાનખેડે સામે તપાસ કરતી સ્પેશિયલ ઇન્ક્વાયરી ટીમમાં NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહના સામેલ હોવા અંગે સવાલો ઉઠાવ્યા છે. 

    ટ્રિબ્યુનલે એ નોંધ્યું કે, જે સમયે ક્રૂઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે વાનખેડેએ જ્ઞાનેશ્વર સિંઘ પાસેથી જ સૂચના મેળવી હતી. જજોએ સમીર વાનખેડેની અરજી પર સુનાવણી હાથ ધરી હતી, જેમાં તેમણે લાંચ માગવાના આરોપો સાથે દાખલ થયેલ કેસ રદ કરવાની માગ કરી છે. આ કેસ જ્ઞાનેશ્વર સિંઘની અધ્યક્ષતામાં નીમાયેલી એક વિશેષ ટીમે કરેલી તપાસ પર આધારિત છે. પરંતુ હવે મામલામાં વળાંક આવતો જાય છે. 

    - Advertisement -

    CATએ તપાસ, પુરાવાઓ અને દસ્તાવેજોના આધારે નોંધ્યું કે જ્ઞાનેશ્વર સિંઘ જો ક્રૂઝ પર દરોડા પાડવામાં આવ્યા તે દરમિયાન તપાસમાં સામેલ હોય તો વાનખેડે સામે તપાસ કરવા માટે નીમવામાં આવેલી ટીમમાં સામેલ ન થઈ શકે. જોકે, ટ્રીબ્યુનલે NCBની એ દલીલ પણ ધ્યાને લીધી હતી જેમ કહેવામાં આવ્યું હતું કે આ તપાસ રિપોર્ટ માત્ર પ્રાથમિક છે અને વાનખેડે સામે જે કોઇ પગલાં લેવામાં આવશે તેનો નિર્ણય કેન્દ્ર સરકાર અને NCB સ્વતંત્રપણે કરશે. 

    બીજી તરફ, સમીર વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને આ કેસ રદ કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે આખો કેસ SETના રિપોર્ટ પર આધારિત છે અને આ રિપોર્ટ પર જ સવાલ ઉઠી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, FIR રદ કરવા માટેનાં પૂરતાં કારણો છે અને CATએ પણ ઠેરવ્યું છે કે જ્ઞાનેશ્વર સિંઘ તપાસમાં પણ સામેલ હોવાથી SETનો ભાગ બની શકે તેમ ન હતા. 

    ફિલ્મ ‘જવાન’ સાથે શું કનેક્શન છે? 

    શાહરૂખ ખાનની તાજેતરમાં રિલિઝ થયેલી ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર આવ્યું ત્યારે તેનો એક ડાયલૉગ ચર્ચામાં આવ્યો હતો. જેમાં શાહરૂખનું પાત્ર કહે છે કે, “બેટે કો હાથ લગાને સે પહલે, બાપ સે બાત કર.” સોશિયલ મીડિયા પર શાહરૂખ પ્રશંસકો અને સમીર વાનખેડે સાથે જોડી રહ્યા હતા. 

    ‘જવાન’ શુક્રવારે (7 સપ્ટેમ્બર, 2023) સિનેમાઘરોમાં રિલિઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરૂખ સાથે, વિજય સેતુપતિ, નયનતારા, સાન્યા મલ્હોત્રા, પ્રિયમણિ વગેરે અભિનેતાઓ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં