Tuesday, November 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પત્ની’ અને ‘લવ લેટર’ જેવા શબ્દો વાપરી કેજરીવાલ ઉપરાજ્યપાલ પર કટાક્ષ કરવા...

    ‘પત્ની’ અને ‘લવ લેટર’ જેવા શબ્દો વાપરી કેજરીવાલ ઉપરાજ્યપાલ પર કટાક્ષ કરવા ગયા, યુઝરોએ કહ્યું- એક મુખ્યમંત્રીની ભાષા આવી ન હોય

    અરવિંદ કેજરીવાલે કહ્યું- જેટલા એલજી સાહેબ ખિજાય છે એટલું તો પત્ની પણ નથી ખિજાતી, કપિલ મિશ્રાનો જવાબ- એક સમય પછી પત્ની ખિજાવાનું છોડી દે છે, બાપ નથી છોડતો.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના એક ટ્વિટથી વિવાદ સર્જાયો છે. તેમણે ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના પર કટાક્ષ કરતી વખતે એવી ભાષા વાપરી છે, જેનાથી તેમની ટીકા થઇ રહી છે. કેજરીવાલે ઉપરાજ્યપાલને તેમની પત્ની સાથે સરખાવ્યા હતા અને ટિપ્પણી કરી હતી. 

    અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું, “LG સાહેબ રોજ જેટલા મને ખિજાય છે એટલું તો મારી પત્ની પણ મને નથી ખિજાતી. છેલ્લા છ મહિનામાં એલજી સાહેબે મને જેટલા લવલેટર લખ્યા છે, તેટલા તો આખી જિંદગીમાં મારી પત્નીએ મને નથી લખ્યા.” અંતે તેમણે લખ્યું છે કે, “એલજી સાહેબ, થોડા ચિલ કરો, અને તમારા સુપર બોસને પણ કહો કે ચિલ કરે.”

    ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં મુખ્યમંત્રી કેજરીવાલ અને ઉપરાજ્યપણ વી.કે સક્સેના વચ્ચે રકઝક ચાલતી જ રહે છે. અનેક વખત ઉપરાજ્યપાલ કેજરીવાલને તેમની ભૂલો અંગે ટોકતા રહ્યા છે, પરંતુ કેજરીવાલ હવે આ લડાઈ ટ્વિટર સુધી ખેંચી લાવ્યા છે. જોકે, તેમના આ ટ્વિટની ખૂબ ટીકા થઇ રહી છે. 

    - Advertisement -

    ભાજપ નેતા મનોજ તિવારીએ કેજરીવાલના ટ્વિટને ક્વોટ કરીને લખ્યું હતું કે, આ છીછરાપણાની ભાષા દર્શાવે છે કે અરવિંદ કેજરીવાલજીનું માનસિક સ્તર શું છે? 7 વર્ષમાં એક પણ વિભાગ ન સંભાળ્યો, એક પણ ફાઈલ સહી ન કરી આજ સુધી. તમારી રુચિ માત્ર લૂંટ અને જૂઠમાં છે, જે હવે આ નિમ્ન સ્તર પર આવી ગઈ છે.

    ઉપરાંત, ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રાએ પણ કેજરીવાલના ટ્વિટને ક્વોટ કરીને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, પતિ દારૂડિયો હોય કે નકામો, એક સમય પછી પત્નીઓ ખીજાવાનું છોડી દે છે. બાપ નથી છોડતો.

    નશિક પટેલ નામના એક યુઝરે લખ્યું કે, ‘આ ભાષા આઇટી સેલના છોકરાઓ જેવી છે. આ વ્યક્તિમાં ગંભીરતા જેવી કોઈ ચીજ નથી. જ્યારથી ગુજરાત પ્રવાસ શરૂ કર્યો ત્યારથી આ પ્રકારના સસ્તા ટ્વિટ કરી રહ્યા છે.’ તેમણે આગળ લખ્યું કે, કેજરીવાલ કરતાં વધુ પરિપક્વ રાહુલ ગાંધી દેખાય છે.  

    ટ્વિટર યુઝર વિજય પટેલે કહ્યું કે, આટલા કૌભાંડ કરવા કોણે કહ્યું હતું? જો સમય પર તમારી પત્ની ખિજાઈ હોત તો આજે એલજી સાહેબે ખિજાવું પડ્યું ન હોત. 

    નિશાંત નામના એક યુઝરે કહ્યું કે, એલજી તેમને ખીજાતા નથી પરંતુ અરીસો બતાવી રહ્યા છે. આ ટ્વિટ સાથે તેમણે કેજરીવાલનો એક વિડીયો પણ શૅર કર્યો હતો. 

    અન્ય એક યુઝરે પણ કેજરીવાલની ભાષા પર વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે, આવી ભાષા એક મુખ્યમંત્રીની ન હોય શકે. 

    એક યુઝરે કહ્યું કે, આવા મુખ્યમંત્રીને આપણે ચૂંટીને મોકલ્યા છે? આવી રીતે કોણ વાત કરે? 

    ઉલ્લેખનીય છે કે દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે સક્સેના અનેક વખત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કામગીરી બાબતે ટકોર કરતા રહ્યા છે. અગાઉ તેમણે કેજરીવાલને પત્ર લખીને તમામ ફાઈલો પર પોતે હસ્તાક્ષર કરીને મોકલવા માટે કહ્યું હતું, જોકે તેમ છતાં કેજરીવાલે સલાહ માની ન હતી. ત્યારબાદ ઉપરાજ્યપાલ કેટલીક ફાઈલો પરત કરી દીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં