Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેજરીવાલના સિંગાપોર જવાના સપનાં પર પાણી ફરી વળ્યું: ‘આપ’ ધુંઆપુંઆ, ઓળીયો ઘોળીયો...

    કેજરીવાલના સિંગાપોર જવાના સપનાં પર પાણી ફરી વળ્યું: ‘આપ’ ધુંઆપુંઆ, ઓળીયો ઘોળીયો કેન્દ્ર સરકાર પર નાખ્યો

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સિંગાપોર પ્રવાસને લઈને હવે મોટો ખુલાસો થયો છે. જે અનુસાર, વર્લ્ડ સિટી સમિટમાં જવા માટેનું નિમંત્રણ સિંગાપોરે 20 જુલાઈએ જ પરત લઇ લીધું હતું. જ્યારે કેજરીવાલ દ્વારા 21 જુલાઈના રોજ વિદેશ મંત્રાલય સમક્ષ સિંગાપોર જવાની પરવાનગી માંગવામાં આવી હતી. 

    આ મામલે સિંગાપોરના વિદેશ મંત્રાલય તરફથી અધિકારીક ઈ-મેઈલ મોકલવામાં આવ્યો હતો. 15 જુલાઈએ મોકલવામાં આવેલા મેઈલમાં જણાવવામાં આવ્યું હતું કે નિમંત્રણ 20 જુલાઈ સુધીમાં સ્વીકારવાનું રહેશે. જ્યારે કેજરીવાલ તરફથી કોઈ જવાબ નહીં મળ્યો તો નિમંત્રણ 20 જુલાઈના રોજ નિમંત્રણ પરત લઇ લેવામાં આવ્યું હતું. 

    બીજી તરફ, દિલ્હી સરકારે આ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી છે. દિલ્હી સરકારના દાવા અનુસાર, આ માટે તેમણે ગત 7 જૂનના રોજ રાજ્યપાલને ફાઈલ મોકલી હતી. પરંતુ દોઢ મહિના સુધી આ મામલે કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો અને 21 જુલાઈએ આ સમિટ મેયર સ્તરની હોવાનું કહીને ફાઈલ પરત કરી દીધી હતી. 

    - Advertisement -

    ઉપરાજ્યપાલ ફાઈલ પરત કર્યા બાદ કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ સિંગાપોર જઈને જ રહેશે. તેમણે પોતાની ટીમને વિદેશ મંત્રાલયના ઓનલાઇન પોર્ટ પર મંજૂરી માટે અરજી કરવા માટે કહ્યું હતું. તેમણે આ મહિનાની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો. જેમાં તેમણે સિંગાપોર ન જવા દેવા પર નારાજગી પણ વ્યક્ત કરી હતી. 

    આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, આ પરથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્રના ઈરાદા કેજરીવાલને દિલ્હીમાં કરેલા શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં કરેલાં વિશ્વકક્ષાનાં કાર્યો વિદેશી માધ્યમ પર મૂકતા અટકાવવાની હતી.  સરકારે એમ પણ કહ્યું કે, આનાથી વૈશ્વિક સ્તરે ભારતે નીચાજોણું થયું છે તે માટે પણ કેન્દ્ર સરકાર જ જવાબદાર છે. 

    બીજી તરફ, આ મામલે ભાજપ તરફથી મજિન્દર સિંઘ સિરસાએ વળતો પ્રહાર કરતાં કહ્યું છે કે, કેજરીવાલ જાણતા હતા કે સિંગાપોર જવા માટે તેમની ડેડલાઈન વીતી ચૂકી છે અને તેઓ જઈ શકે તેમ નથી, તેમ છતાં તેમણે 21 તારીખે વિદેશ મંત્રાલયના પોર્ટલ પર અરજી કરી અને વડાપ્રધાન મને જવા નથી દેતા તેમ કહીને હોબાળો મચાવ્યો. આ શરમજનક બાબત છે.”

    સિંગાપોરમાં વર્લ્ડ સિટીઝ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જે સંમેલન 31 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી આયોજિત થશે. સિંગાપોરના હાઈ-કમિશનર સાઈમન વોંગે જૂન મહિનામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આમંત્રણ આપ્યું હતું. કેજરીવાલને પહેલી ઓગસ્ટનું આમંત્રણ હતું. 

    આ મામલે કેજરીવાલે દિલ્હીના ઉપ-રાજ્યપાલ પાસે પરવાનગી માંગી હતી, પરંતુ તેમણે સંમેલન મેયર કક્ષાનું હોવાથી ત્યાં મુખ્યમંત્રીએ જવાનું કોઈ ઔચિત્ય નથી તેમ કહીને ફાઈલ પરત કરી દીધી હતી. જે બાદ કેજરીવાલે વિદેશ મંત્રાલય પાસે પરવાનગી માંગી હતી. જોકે, 20 જુલાઈના રોજ નિમંત્રણની ડેડલાઈન પૂરી થવાના કારણે હવે કેજરીવાલના સિંગાપોર જવાના સપના પર પાણી ફરી વળ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં