Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેજરીવાલનો ગુજરાતને મફત વિજળીની રેવડી વહેંચવાનો પ્રયાસ; દિલ્હી અને પંજાબમાં આ મામલે...

    કેજરીવાલનો ગુજરાતને મફત વિજળીની રેવડી વહેંચવાનો પ્રયાસ; દિલ્હી અને પંજાબમાં આ મામલે સત્ય કૈંક અલગ જ છે

    કેજરીવાલે ગુજરાતમાં મફત વીજળી આપવાનો વાયદો કર્યો અને કહ્યું કે જેવી રીતે તેમની સરકારે દિલ્હી અને પંજાબમાં વીજળી ફ્રી આપી તે જ રીતે ગુજરાતમાં પણ સરકાર બનતાંની સાથે જ તેઓ લોકોને મફત વીજળી આપશે. 

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત આવ્યા છે. ગુજરાત પહોંચીને કેજરીવાલે એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીની પહેલી ગેરેન્ટીનું એલાન કર્યું હતું. કેજરીવાલે ગુજરાતમાં મફત વીજળી આપવાનો વાયદો કર્યો અને કહ્યું કે જેવી રીતે તેમની સરકારે દિલ્હી અને પંજાબમાં વીજળી ફ્રી આપી તે જ રીતે ગુજરાતમાં પણ સરકાર બનતાંની સાથે જ તેઓ લોકોને મફત વીજળી આપશે. 

    કેજરીવાલે 300 યુનિટ મફત વીજળીનો વાયદો કર્યો છે. એટલે કે એક પરિવારને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી મળશે તેમ તેમણે વાયદામાં જણાવ્યું છે. ગુજરાતમાં વીજળીનું બિલ બે મહિને આવે છે એટલે એક બિલમાં 600 યુનિટ ફ્રી આપવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ સાથે તેમણે 24 કલાક વીજળી આપવાનો અને વીજકાપ વગર વીજળી આપવાનો વાયદો પણ કર્યો છે. તેમજ 31 ડિસેમ્બર 2021 સુધીના જૂના બિલ માફ કરવાનું વચન પણ આપ્યું હતું.

    કેજરીવાલે ગુજરાતમાં તેમની સરકાર બને તો દરેક ઘરને 300 યુનિટ સુધી વીજળી આપવાનો વાયદો કર્યો છે. તેમણે કહ્યું કે દિલ્હી અને પંજાબમાં તેમણે આ જ પ્રકારે લોકોને લાભ આપ્યા છે. દિલ્હીમાં કેજરીવાલે વાજતેગાજતે મફત વીજળીના વાયદા કર્યા હતા. પરંતુ ગત મે મહિનામાં તેમણે આ યોજનામાં ફેરફાર કરવાની ફરજ પડી હતી અને કહ્યું હતું કે, પહેલી ઓક્ટોબરથી જેઓ માંગણી કરશે તેને જ મફત વીજળી મળશે. 

    - Advertisement -

    દિલ્હીમાં 200 યુનિટ સુધી વીજળી મળે છે, જ્યારે 200 થી 400 યુનિટ સુધી દર મહિને 400 રૂપિયા સબસીડી મળે છે. જોકે, કેજરીવાલે જાહેરાત કર્યા અનુસાર પહેલી ઓક્ટોબરથી આ સુવિધા વૈકલ્પિક થઇ જશે અને જેઓ માંગણી કરશે તેમને જ વીજળી પર સબસીડી મળશે. 

    રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલાં અરવિંદ કેજરીવાલ આવા વાયદાઓ કરવા માટે ટેવાયેલા છે. જે રાજ્યમાં તેઓ મુખ્યમંત્રી છે ત્યાં પણ તેઓ આવા જ વાયદાઓ કરીને સત્તામાં આવ્યા હતા. જોકે, અનેક કિસ્સાઓમાં તેમની સરકારની પોલ ખુલતી રહી છે. 

    તાજેતરમાં જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ થયા હતા. મંગળવારે રાત્રે તેમને પેટમાં દુઃખાવો ઉપડ્યા બાદ દિલ્હી લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, એક દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ તેમને આજે રજા આપી દેવામાં આવી છે. ભગવંત માન ગત 17 જુલાઈએ એક મુલાકાત દરમિયાન પંજાબના સુલતાનપુર લોધીમાં એક પ્રદુષિત નદીનું પાણી પી લીધું હતું. જેથી સોશિયલ મીડિયા પર એ પણ ચર્ચા ઉઠી હતી કે માન પ્રદુષિત નદીનું પાણી પીવા બદલ બીમાર પડ્યા છે. 

    જોકે, યુઝરોમાં એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે દિલ્હીમાં સ્વાસ્થ્ય સેવાઓને ઉત્તમ બનાવવામાં આવી હોવાના દાવા કરવામાં આવે છે તેમજ મહોલ્લા ક્લિનિકનો પ્રચાર કેજરીવાલ અન્ય રાજ્યોમાં પણ કરતા રહે છે. પરંતુ તેમની જ પાર્ટીના મુખ્યમંત્રી અન્ય રાજ્યમાંથી આવીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે! આ પહેલા ઇડી દ્વારા પકડાયા બાદ જેલમાં બંધ કેજરીવાલ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન પણ ગત મહિને બીમાર પડી જતાં તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર જૈન ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે અને હાલ જેલમાં બંધ છે. 

    આ ઉપરાંત, અગાઉ કેજરીવાલ સરકારે આઠ વર્ષમાં સરકારી શાળાઓમાં એક પણ યોગ શિક્ષકની નિમણૂંક ન કરી હોવાનું અને શાળાઓમાં આચાર્યોની જ ભરતી કરવામાં ન આવી હોવાનું સામે આવી ચૂક્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં