Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત ચૂંટણી પહેલાં કેજરીવાલની નવી માંગ, કહ્યું- ચલણી નોટો પર દેવી-દેવતાઓની તસ્વીરો...

    ગુજરાત ચૂંટણી પહેલાં કેજરીવાલની નવી માંગ, કહ્યું- ચલણી નોટો પર દેવી-દેવતાઓની તસ્વીરો છાપવામાં આવે: ટ્વિટર પર મુસ્લિમ યુઝરો થયા નારાજ

    પીએમ મોદી અને કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી, કહ્યું- તેનાથી અર્થવ્યવસ્થામાં સુધારો થશે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે અરવિંદ કેજરીવાલે ‘હિંદુત્વ કાર્ડ’ રમવાના પ્રયાસ કર્યા છે. આજે (26 ઓક્ટોબર 2022) એક પ્રેસ કોન્ફરન્સ કરીને કેજરીવાલે પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર સમક્ષ ભારતની ચલણી નોટો પર દેવી-દેવતાઓની તસ્વીરો મૂકવાની માંગ કરી દીધી હતી.

    કેજરીવાલે કહ્યું, લક્ષ્મીજીને સમૃદ્ધિનાં દેવી માનવામાં આવ્યાં છે. જ્યારે ગણેશજી તમામ વિઘ્નો દૂર કરે છે. જેથી તેમની બંને દેવી-દેવતાઓની તસ્વીરો લગાવવામાં આવી જોઈએ. જેનાથી આપણી અર્થવ્યવસ્થામાં સુધારો થશે. તેમણે એમ પણ કહ્યું કે, હમણાં જે ચલણમાં છે એ નોટ ચાલવા દેવી જોઈએ અને નવી છપાય તેમાં આ સુધારો કરવો જોઈએ. 

    આ સાથે અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે, ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસ્વીર હટાવવામાં નહીં આવે પરંતુ બીજી તરફ ભગવાન ગણેશજી અને મા લક્ષ્મીની તસ્વીર છપાવી જોઈએ. આમ કરવાથી આખા દેશને આશીર્વાદ મળશે. 

    - Advertisement -

    તેમણે ઇન્ડોનેશિયાનું પણ ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું હતું કે, ત્યાં 85 ટકા મુસ્લિમ વસ્તી છે અને માત્ર 2 ટકા જ હિંદુઓ રહે છે, પરંતુ તેમ છતાં તેમની ચલણી નોટો પર ભગવાન ગણેશજીની તસ્વીર છપાય છે. તેમણે અંતે કહ્યું કે, મને લાગે છે કે કેન્દ્ર સરકારે આ મહત્વપૂર્ણ પગલું ઉઠાવવું જોઈએ. કેજરીવાલે કહ્યું કે, તેઓ લક્ષ્મી પૂજા કરી રહ્યા હતા ત્યારે તેમને આ વિચાર આવ્યો હતો. 

    કેજરીવાલની આ માંગ પર એક તરફ ચર્ચા થઇ રહી છે તો બીજી તરફ અલ્લાહ સિવાય અન્ય કોઈ ભગવાન, દેવી-દેવતાઓની પૂજા કરવાને પાપ માનતા મુસ્લિમ યુઝરો કેજરીવાલની આ માંગથી નારાજ જણાઈ રહ્યા છે. 

    ટ્વિટર પર Awakened Muslim નામના આઈડી પરથી લખવામાં આવ્યું કે, ‘આ શું બકવાસ છે? ચલણી નોટો પર હિંદુ ધાર્મિક ચિહ્નો કેમ? ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જે માત્ર હિંદુઓનો જ નહીં પરંતુ અન્ય પણ ઘણા ધાર્મિક સમુદાયોનો પણ દેશ છે.

    સૈફ નામના એક યુઝરે લખ્યું કે, ‘એટલે હવે કેજરીવાલ એમ કહી રહ્યા છે કે ભારત એક હિંદુ દેશ છે અને તેઓ હિંદુત્વના રાજકારણનો નવો ચહેરો છે.’

    ફરહાન ખાન નામને એક યુઝરે કેજરીવાલ પર નિશાન સાધતાં કહ્યું કે, તેઓ પોતાને શહીદ ભગતસિંહના અનુયાયી ગણાવે છે પરંતુ નોટ પર લક્ષ્મી માતા અને ભગવાન ગણેશની તસ્વીર મૂકવાની સલાહ આપી રહ્યા છે. 

    ડૉ. મોહમ્મદ ખાને કહ્યું કે, આ માણસ ધર્મનું રાજકારણ બદલવા આવ્યો હતો પરંતુ હવે ભાજપ કરતાં પણ આગળ નીકળી ગયો છે.  

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં