Tuesday, July 23, 2024
More
  હોમપેજરાજકારણકેજરીવાલ કૃત્ય: પંજાબનાં મુખ્યમંત્રી 'માન' નું અપમાન, પ્રોટોકોલમાં પાડયું પંચર

  કેજરીવાલ કૃત્ય: પંજાબનાં મુખ્યમંત્રી ‘માન’ નું અપમાન, પ્રોટોકોલમાં પાડયું પંચર

  પંજાબની એક રેલી દરમ્યાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જીપમાં પંજાબના જ મુખ્યમંત્રી બારીમાં લટકેલા જોવા મળ્યા હતા ત્યારબાદ સોશિયલ મિડિયામાં તેમના વિરુદ્ધ ગુસ્સો ફાટી નીકળ્યો હતો.

  - Advertisement -

  કેજરીવાલ કૃત્ય પર લોકોમાં રોષ છે, હાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સાથે પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માનની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં જ્યાં અરવિંદ કેજરીવાલ કારની અંદર ઉભા છે અને લોકોનું અભિવાદન કરી રહ્યાં છે. સાથે જ ભગવંત માન કારના દરવાજા પર લટકી રહ્યા છે. કેજરીવાલના આ કૃત્ય પર લોકોના મતે કેજરીવાલ અને પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન બન્ને એ પંજાબની ગરીમાને ઠેસ પહોંચાડી છે. ‘માન મુખ્યમંત્રી છે કે પટાવાળા,’ કેજરીવાલે નવો અંગરક્ષક રાખ્યો’ જેવા તીખા કટાક્ષ હાલ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે.

  આ ઘટના બાદ બીજેપી નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ફોટો શેર કર્યો છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનને ટેગ કરીને લખ્યું કે, “અરવિંદ કેજરીવાલે પંજાબના સીએમને પટાવાળા બનાવ્યા છે. ભગવંત માન જી, કમ સે કમ તમારું નહીં તો તમારા પદને માન આપો. બીજી તરફ સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીરને લઈને ભગવંત માન (Bhagwant Maan) અને કેજરીવાલને ટોણો મારી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “કેજરીવાલે એક રાજ્યના ચૂંટાયેલા મુખ્યમંત્રીનું પદ બોડીગાર્ડ કરતા પણ વધારે બનાવી દીધું છે.”

  કવિ નેતા ડૉ. કુમાર વિશ્વાસ પણ પંજાબ CM ભગવંત માન પર માર્મિક વ્યંગ બાણ જીંકતા જોવા મળ્યાં હતા. વિશ્વાસે કટાક્ષ કરતા ટ્વીટ કર્યું હતું કે “પ્રિય અનુજ (નાના ભાઈ) જુકીને સલામ કરવામાં ખોટું કઈ નથી. પણ માથું એટલું પણ ન જુકાવો કે દસ્તાર (પાઘડી) પડી જાય.” આડકતરી રીતે વિશ્વાસે માનને સ્વાભિમાન જાળવવા ટોણો માર્યો હતો.

  - Advertisement -

  વિશ્વાસની આ ટ્વીટ પર એક યુઝર લખે છે કે મુખ્યમંત્રી તો ઠીક પણ કેજરીવાલની બેશરમીની હદ તો જુઓ, તેમને પોતાનાથી વધુ કશુંજ નથી દેખાતું.

  પંજાબના રાજનૈતિક દલ શિરોમણી અકાલી દળે (Shiromani Akali Dal) પણ આ તસ્વીર પર આક્રોશ જતાવ્યો હતો. અકાલી દળના ટ્વીટર હેન્ડલ પર ભગવંત માનને ટેગ કરીને ટ્વીટ કરતા લખવામાં આવ્યું હતું,” એક તસ્વીર હજારો શબ્દો બરાબર હોય છે, આ એક ફોટો બાદ પંજાબીઓને બધું સમજાઈ ગયું છે”

  અન્ય એક યુઝરે ભગવંત માન અને અરવિંદ કેજરી વાળને ટેગ કરીને લખ્યું કે”ભગવંત માન બારીમાં ટીંગાઈને પોતાની ખુરશી બચાવી રહ્યા છે. કેજરીવાલ પોતાની બરોબરીમાં કોઈને ન જોઈ શકે, જો માન તેમની જોડે ઉભા હોત તો તેજ દિવસે તેમની ખુરશી ગઈ હોત.”

  અન્ય એક યુઝરે આ રેલીનો વિડીયો શેર કરતા લખ્યું કે અરવિંદ કેજરીવાલે ભગવંત માનની રીયલ પોઝીશન દેખાડી દીધી

  વાસ્તવમાં, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે (20 જૂન 2022) સંગરુરમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા. આ રોડ શો AAP ઉમેદવાર ગુરમેલ સિંહના સમર્થનમાં કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભગવંત માને ધુરી મતવિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા બાદ લોકસભાની બેઠક ખાલી કરી હતી.

  અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી કોઈ ને કોઈ કારણોસર વિવાદોમાં ઘેરાયેલા રહે છે, મુદ્દો ખોટા દાવાઓ નો હોય, અરાજકતા ફેલાવે તેવા નિવેદનો હોય કે પછી લોકો કટાક્ષના ઘેરામાં લે તેવી હરકતો હોય, સોસિયલ મીડિયામાં કોઈ ને કોઈ રીતે કેજરીવાલ અને તેમની પાર્ટીને ઘેરવાનો મોકો ચૂકતા નથી. તેવીજ રીતે આ વખતે પણ લોકો સોસિયલ મીડિયામાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પર વ્યંગ અને કટાક્ષ કરતા જોવા મળ્યા હતા.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં