Monday, April 22, 2024
More
  હોમપેજરાજકારણધાનેરાના પૂર્વ કોંગ્રેસી MLA સહિતના અનેક નેતાઓ-સમર્થકોએ કર્યા કેસરિયા: ફિલ્મ જગતના કલાકારોથી...

  ધાનેરાના પૂર્વ કોંગ્રેસી MLA સહિતના અનેક નેતાઓ-સમર્થકોએ કર્યા કેસરિયા: ફિલ્મ જગતના કલાકારોથી લઈને માજી સૈનિકો પણ જોડાયા ભાજપમાં

  પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, "આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમા દેશમા વિકાસનુ વાતાવરણ જોવા મળે છે. સર્વાગી વિકાસની વ્યાખ્યા કેવી હોય તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે.

  - Advertisement -

  લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતમાં પણ તમામ રાજકીય પક્ષો તે દિશામાં કાર્યરત છે. તે જ અનુક્રમે મંગળવારે (19 માર્ચ) ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં અનેક દિગ્ગજ નેતાઓ સહિત અનેક કાર્યકર્તાઓએ કેસરિયા ધારણ કરી લીધા છે. ધાનેરાના પૂર્વ કોંગ્રેસી MLA જોઇતા પટેલ, ડીસા વિધાનસભાના પૂર્વ અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર, ધાનેરા ખરીદ વેચાણ સંઘના ચેરમેન હરદાસ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો સીઆર પાટીલના હસ્તે વિધિવત ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત ફિલ્મ કલાકારો અને માજી સૈનિકો પણ ભાજપમાં જોડાયા છે.

  ધાનેરાના પૂર્વ કોંગ્રેસી MLA સહિત અનેક કાર્યકર્તાઓઓ ભાજપમાં જોડાઈ ગયા છે. ફિલ્મ જગતના કલાકારો હકાભાઈ ગઢવી, ગુજરાતી ગીતના લેખક દેવપગલી, ગુજરાતના જાણીતા કલાકાર વિશાળ હાપોર, ભુવાજી સનીભાઈ, જિતેન્દ્ર શર્મા, સચિન પંડયા, અનિલ પી. શર્મા (જ્યોતિષ) તેમજ અનેક માજી સૈનિકો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરીને ભાજપમાં જોડાયા છે. આ ભરતી મેળામાં ભાજપના અન્ય પણ ઘણા પદાધિકારીઓ ઉપસ્થિત હતા. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આ દરમિયાન સંબોધન પણ આપ્યું હતું.

  ‘PM મોદી રાજકારણ કરવાના બદલે રોજ વિકાસ કરે છે’-પાટીલ

  પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, “આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમા દેશમા વિકાસનુ વાતાવરણ જોવા મળે છે. સર્વાગી વિકાસની વ્યાખ્યા કેવી હોય તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે. કેન્દ્ર સરકારની યોજના જનતાના હિતમા બને અને છેવાડાના માનવી સુધી સરકારની યોજના પહોંચે તેનો પ્રયત્ન પણ મોદી સાહેબે કર્યો છે. દરેક સેક્ટરના લોકો માટે સરકારે યોજના જાહેર કરી છે અને તેનો લાભ મળે તેનો પ્રયત્ન કર્યો છે. આજે દેશમા રોડથી લઇ ટ્રેન અને એરપોર્ટની પણ ઉત્તમ સુવિઘા મળી રહી છે. દેશના લોકોનુ આરોગ્ય સારુ રહે તે માટે આયુષ્યમાન યોજના જાહેર કરી તે ઉપરાંત દેશમા નવી 22 એઇમ્સ હોસ્પિટલ પણ બનાવી જેમા ગુજરાતમા રાજકોટમા એક એઇમ્સ બની રહી છે.”

  - Advertisement -

  સીઆર પાટીલે વધુમા જણાવ્યું કે, “વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકારણ કરવાને બદલે રોજ એક વિકાસના કાર્યોનો ઇતિહાસ બનાવે છે. આજે વંદે ભારત ટ્રેનનો લાભ મળે છે ટ્રેનમા પહેલા દુઃખદ પ્રવાસનો અનુભવ થતો હવે ટ્રેનમા મુસાફરીનો સુખદ અનુભવ જનતાને થાય છે. કોંગ્રેસના સમયમાં જ્ઞાતિઓના ભાગલા પડતા હતા તેના બદલે હવે સેકટર પ્રમાણે તેમને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે. જેમા મહિલાઓ, યુવાઓ, ખેડૂતો, શિક્ષિતો, ગરીબો માટે કામ કર્યુ છે.”

  પોરબંદર કોંગ્રેસમાં ભંગાણ યથાવત

  એક તરફ ભાજપનો ભરતી મેળો પૂરજોશમાં ચાલી રહ્યો છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસમાં એટલી જ ઝડપે વિકેટો પડી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાના રાજીનામાં બાદ સતત પોરબંદરમાં રાજીનામાં પડી રહ્યા છે. મોટા ભાગના કાર્યકર્તાઓને કોંગ્રેસમાં રાજીનામાં આપી દીધા છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. તેવામાં હવે પોરબંદરમાં બચેલા અમુક કાર્યકર્તાઓએ પણ એ જ વાટ પકડી છે.

  અગાઉ જીલ્લા અને શહેર કોગ્રસના હોદેદારો બાદ યૂથ કોગ્રસના હોદેદારો પણ એક પછી એક રાજીનામા આપી રહ્યા છે. હવે પોરબંદર યૂથ કોગ્રેસના અગ્રણિ અને ગુજરાત પ્રદેશ યૂથ કોગ્રેસના મંત્રી સંદીપ ઓડદરા અને ગીર સોમનાથ જીલ્લાના પ્રભારી અને પોરબંદર યૂથ કોગ્રસના પ્રમુખ રાહુલ ચુડાસમા સહિત હોદેદારોએ પ્રદેશ કોગ્રેસ સમિતિના પ્રમુખને રાજીનામા મોકલી આપ્યા છે. પોરબંદર યુથ કોંગ્રેસના આગેવાનોએ એવુ જણાવ્યુ છે કે, કોગ્રેસની નીતિરીતિથી નારાજ થઈ તેમણે રાજીનામા આપ્યા છે. હવે અર્જુન મોઢવાડિયાના સમર્થનમા ભાજપમા જોડાશે. પોરબંદર કોગ્રેસના મોટા ભાગના હોદ્દેદારોએ રાજીનામા આપી દેતા ભારે ચર્ચા જોવા મળી રહી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં