Saturday, October 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઝારખંડ: અરમાને હિંદુ યુવતીને પતિને છોડવા દબાણ કર્યું, ના પાડતાં તેની દીકરી...

    ઝારખંડ: અરમાને હિંદુ યુવતીને પતિને છોડવા દબાણ કર્યું, ના પાડતાં તેની દીકરી સામે જ ઢીમ ઢાળી દીધું

    રિપોર્ટ્સ અનુસાર મૃતક મમતાની બહેન જયા દેવી તેના પતિ સાથે રામગઢ જિલ્લાના બરકાકાના વિસ્તારના ભડવતંડમાં ભાડાના મકાનમાં રહે છે. હાલમાં જ તેની બહેન મમતા પણ અહીં આવી હતી. મમતાની પાછળ પાછળ અરમાન પણ તેને મળવા પહોંચ્યો હતો જે કથિત રીતે તેનો પ્રેમી હતો.

    - Advertisement -

    ઝારખંડ જાણે કટ્ટરવાદની આગમાં ભડકે બળી રહ્યું હોય તેમ લવ જેહાદ, હિંદુ યુવતીઓની હત્યા, ગૌ તસ્કરીની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. તેમાં વધારો કરતી વધુ એક ઘટના સામે આવી છે. ઝારખંડના અરમાન ખાને પરિણીત હિંદુ યુવતી મમતાની હત્યા કરી નાંખી છે. અચરજની વાત તો તે છે કે જયારે અરમાન રાક્ષસની જેમ મમતાની હત્યા કરી રહ્યો હતો ત્યારે મૃતકની 3 વર્ષની દીકરી તેને હત્યા કરતા જોઈ રહી હતી. હત્યા બાદ આરોપી અરમાન ઉર્ફે રોકી ઘટના સ્થળેથી ભાગી છુટ્યો છે

    મળતા અહેવાલો મુજબ ઝારખંડના રામગઢ જિલ્લામાં અરમાન ખાન ઉર્ફે રોકીએ પરિણીત હિંદુ યુવતી મમતાની હત્યા કરી નાંખી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અરમાન મમતા પર તેના પતિને છોડવા માટે દબાણ કરી રહ્યો હતો. જ્યારે મમતાએ આમ કરવાનો ઇનકાર કર્યો ત્યારે અરમાને તેની ઢોર માર મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે મમતાની ત્રણ વર્ષની પુત્રી પણ ઘરમાં જ હતી. ઘટના શનિવાર (14 જાન્યુઆરી 2023) મોડી સાંજની છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃતક મમતાની બહેન જયા દેવી તેના પતિ સાથે રામગઢ જિલ્લાના બરકાકાના વિસ્તારના ભડવતંડમાં ભાડાના મકાનમાં રહે છે. હાલમાં જ તેની બહેન મમતા પણ અહીં આવી હતી. મમતાની પાછળ પાછળ અરમાન પણ તેને મળવા પહોંચ્યો હતો જે કથિત રીતે તેનો પ્રેમી હતો.

    - Advertisement -

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર જયા દેવીએ જણાવ્યું હતું કે અરમાન ઘણીવાર મમતાને ધમકાવીને મળવા બોલાવતો હતો. મમતા તેના પતિ સાથે દિલ્હીમાં રહેતી હતી. શનિવારે (14 જાન્યુઆરી 2023) મમતા તેની પુત્રી સાથે ઘરે એકલી હતી. આ દરમિયાન તેનો અરમાન સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન અરમાને મમતાને બોથડ પદાર્થ વડે માર મારી લોહીલુહાણ કરી દીધી હતી.

    જયા દેવીએ તેમ પણ જણાવ્યું હતું કે જ્યારે તેઓ ઘરે પરત ફર્યા તો તેણે મમતાની દીકરીને ઘરની બહાર રડતી જોઈ હતી. જ્યારે તે ઘરની અંદર ગઈ તો મમતા લોહીથી લથપથ પડી હતી. જેથી તે લોકોએ મમતાને તાત્કાલિક રામગઢની સદર હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

    જાણકારી મુજબ હત્યાની માહિતી મળતા જ સ્થાનિક બરકાકાના પોલીસ સ્ટેશનના પ્રભારી શશિ પ્રકાશ ઘટનાસ્થળે પહોંચ્યા અને મમતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ બાબતે સ્ટેશન ઈન્ચાર્જનું કહેવું છે કે અરમાને તેની 3 વર્ષની માસૂમ પુત્રીની સામે મમતાની હત્યા કરી હતી. આ ઘટનાના એકમાત્ર સાક્ષી મમતાની દીકરીએ પોલીસને જણાવ્યું કે અરમાન તેની માતાને મારી અને પછી ખેતરોમાં ભાગી ગયો. હાલ તો હત્યાનો આ મામલો પ્રણય ત્રિકોણનો જણાઈ રહ્યો છે. મૃતક મમતાની બહેન જયા દેવીની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે. હત્યા બાદ આરોપી અરમાન ફરાર છે. ઝારખંડ પોલીસે તેની ધરપકડ કરવા માટે અનેક જગ્યાએ દરોડા પાડી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં