Saturday, July 27, 2024
More
    હોમપેજદેશઅયોધ્યામાં ભાજપના પરાજય પર કટાક્ષ કરવા માટે લખ્યું- 'જય શ્રીરામ', પણ પોતે...

    અયોધ્યામાં ભાજપના પરાજય પર કટાક્ષ કરવા માટે લખ્યું- ‘જય શ્રીરામ’, પણ પોતે જ થયાં ટ્રોલ: આરફા ખાનમના ટ્વિટ પર લોકોએ કહ્યું- ઔર કિતને અચ્છે દિન ચાહિયે

    સંભવ શર્માએ કટાક્ષ કરીને લખ્યું કે, હવે ‘જય શ્રીરામ’ એક વૉર ક્રાય રહ્યું નથી. ઉલ્લેખનીય છે કે ડાબેરી-ઈસ્લામીઓ કાયમ આ નારાને લઈને હિંદુઓને ટાર્ગેટ કરવા માટે તેને ‘વૉર ક્રાય’ ગણાવતા રહ્યા છે. 

    - Advertisement -

    ઉત્તર પ્રદેશની ફૈઝાબાદ બેઠક પર ભારતીય જનતા પાર્ટીની હારથી લિબરલ ટોળકીમાં એક અલગ ખુશી દેખાય રહી છે. એવો નેરેટિવ સેટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે ભાજપે અહીં મંદિરનું રાજકારણ કર્યું, પણ હિંદુઓએ તેમને નકારી દીધા. જે દેખીતી રીતે કારણ નથી. બીજાં ઘણાં પરિબળો હાવી થઈ ગયાં એટલે ભાજપની હાર થઈ. પરંતુ લેફ્ટ-લિબરલ ગેંગ અને તેમના પત્રકારો માત્ર એક જ બાબત પર ધ્યાન આપી રહ્યા છે કે અયોધ્યામાં ભાજપની હાર થઈ. એમાં લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડા પોર્ટલ ‘ધ વાયર’નાં ‘પત્રકાર’ આરફા ખાનમ શેરવાની પણ સામેલ છે. 

    આરફાએ 4 જૂનની રાત્રે એક ટ્વિટ કર્યું અને લખ્યું- ‘જય શ્રીરામ.’ સાથે એક ‘ધ વાયર’ના લેખનો સ્ક્રીનશૉટ હતો, જેમાં રામ મંદિરની જમીન પર ભાજપની હાર- એ મુજબનું શીર્ષક લખવામાં આવ્યું હતું. આરફાએ અહીં કટાક્ષ કરવાનો પ્રયાસ કર્યો, પણ ઈન્ટરનેટ યુઝરોએ તેમને બહુ ગંભીરતાથી ન લીધાં. લોકોએ કહ્યું કે જેઓ અત્યાર સુધી ‘જય શ્રીરામ’ જેવા પવિત્ર નારાને લઈને પણ હિંદુઓ અને હિંદુવાદીઓને ટાર્ગેટ કરતા રહ્યા, તેમણે પણ હવે રામ નામ લેવું પડી રહ્યું છે. 

    સંભવ શર્માએ કટાક્ષ કરીને લખ્યું કે, હવે ‘જય શ્રીરામ’ એક વૉર ક્રાય રહ્યું નથી. ઉલ્લેખનીય છે કે ડાબેરી-ઈસ્લામીઓ કાયમ આ નારાને લઈને હિંદુઓને ટાર્ગેટ કરવા માટે તેને ‘વૉર ક્રાય’ ગણાવતા રહ્યા છે. 

    - Advertisement -

    અન્ય એક યુઝરે લખ્યું કે, આ બહાને પણ ભગવાનનું નામ તો મોઢામાંથી નીકળ્યું. 

    ઘણાએ કટાક્ષ પણ કર્યો કે તેઓ ભગવાનનું નામ લઈને ‘શિર્ક’ (ઇસ્લામમાં પાપ સમકક્ષ) કરી રહ્યાં છે, જેના માટે ફતવો પણ બહાર પડી શકે છે. 

    બીજા પણ ઘણા લોકોએ વ્યંગાત્મક ટિપ્પણી કરી હતી. 

    એક વ્યક્તિએ લખ્યું કે, મોદી હવે આવા લોકોને પણ ‘જય શ્રીરામ’ બોલાવી રહ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં