Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએવોર્ડ શોમાં સંગીતકાર AR રહેમાને પત્નીને હિંદી બોલતા અટકાવી, કહ્યું: ‘તમિલમાં બોલ’;...

    એવોર્ડ શોમાં સંગીતકાર AR રહેમાને પત્નીને હિંદી બોલતા અટકાવી, કહ્યું: ‘તમિલમાં બોલ’; વાયરલ થઈ રહી છે વિડીયો ક્લિપ, અગાઉ પણ હિંદી ભાષાના અપમાનનો લાગી ચૂક્યો છે આરોપ

    ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 2021માં પણ AR રહેમાન પર હિંદી બોલનારા એન્કરની મજાક ઉડાવવાનો આરોપ લાગી ચૂક્યો છે. વાસ્તવમાં એક પ્રમોશન ઇવેન્ટમાં એન્કર્સ તમિલ ભાષામાં સવાલ પૂછી રહ્યા હતા. આ દરમિયાન એક એન્કરે હિંદીમાં વાત કરી હતી. હિંદી સાંભળીને AR રહેમાન ચોંકી ગયા હતા અને સ્ટેજ પરથી ઉતરીને ચાલવા માંડ્યા હતા.

    - Advertisement -

    બોલિવુડ ગાયક અને સંગીતકાર AR રહેમાનની એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વિડીયો ક્લિપ તમિલનાડુના ચેન્નાઈમાં યોજાયેલા એક અવોર્ડ શોની છે. વિડીયોમાં જોવા મળે છે કે, સ્ટેજ પર AR રહેમાન પત્ની સાયરા બાનોને કહે છે કે, “હિન્દીમાં નહીં, તમિલમાં બોલો.” આ સાંભળીને ત્યાં હાજર દક્ષિણ ભારતીય ફિલ્મોના કલાકારો જોરજોરથી હસે છે.

    AR રહેમાને કહ્યું: ‘હિન્દીમાં નહીં, તમિલમાં બોલો’

    ચેન્નાઈમાં આયોજિત વિકટન એવોર્ડ શોમાં AR રહેમાન પત્ની સાયરા બાનો સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન એન્કરે સાયરા બાનોને પણ થોડાક શબ્દો બોલવા માટે આમંત્રિત કર્યા. સાયરા બાનોએ જેવો માઈક પકડ્યો, રહેમાને તેમને કહ્યું કે, “હિંદીમાં ન બોલ, તમિલમાં બોલ.” જોકે, સાયરા તમિલમાં તેમને જે કહેવું હતું એ ન કહી શક્યા, કારણ કે તેમને તમિલ ભાષા ખાસ નથી આવડતી. આ માટે તેમણે માફી પણ માગી.

    સાયરાએ સ્ટેજ પર કહ્યું કે, “માફ કરો, હું તમિલ ભાષા બહુ સારી રીતે નથી બોલી શકતી. હું બહુ ખુશ અને ઉત્સાહિત છું. આમનો (AR રહેમાન) અવાજ મારો પ્રિય અવાજ છે. મને એમના અવાજ સાથે પ્રેમ છે. હું બસ આટલું જ કહી શકું તેમ છું.” ત્યારબાદ AR રહેમાન પોતાની પ્રશંસા સાંભળીને હસવા લાગે છે.

    - Advertisement -

    AR રહેમાન મણિરત્નમની ફિલ્મ ‘પોન્નિયિન સેલવન: ભાગ 2’ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 28 એપ્રિલ, 2023ના રોજ પાંચ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના એન્થમ સોંગને હિંદીમાં અરિજિત સિંહ અને બેની દયાલે ગાયું છે. તો એઆર રહેમાને આ ફિલ્મનું સંગીત આપ્યું છે.

    સંગીતકારે અગાઉ પણ કર્યું છે હિંદી ભાષાનું અપમાન

    ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 2021માં પણ AR રહેમાન પર હિંદી બોલનારા એન્કરની મજાક ઉડાવવાનો આરોપ લાગી ચૂક્યો છે. વાસ્તવમાં એક પ્રમોશન ઇવેન્ટમાં એન્કર્સ તમિલ ભાષામાં સવાલ પૂછી રહ્યા હતા. આ દરમિયાન એક એન્કરે હિંદીમાં વાત કરી હતી. હિંદી સાંભળીને AR રહેમાન ચોંકી ગયા હતા અને સ્ટેજ પરથી ઉતરીને ચાલવા માંડ્યા હતા. જોકે, સ્ટેજ પરથી ઉતરતા તેમણે એ સ્પષ્ટતા કરી કે તેઓ માત્ર મજાક કરી રહ્યા છે. પરંતુ, સોશિયલ મીડિયા પર તેમની આ મજાક લોકોને પસંદ આવી ન હતી અને તેમણે આ વ્યવહારને હિંદી ભાષાનું અપમાન ગણાવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં