Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ3 દિવસમાં ત્રણ કલાકારોના મૃત્યુથી ટીવી જગતમાં શોક: ‘અનુપમા’ ફેમ અભિનેતા નીતેશ...

    3 દિવસમાં ત્રણ કલાકારોના મૃત્યુથી ટીવી જગતમાં શોક: ‘અનુપમા’ ફેમ અભિનેતા નીતેશ પાંડેને આવ્યો હાર્ટ અટેક, ‘સારાભાઈ v/s સારાભાઈ’ની જાસ્મીનનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ, ફ્લેટમાંથી મળી આવી આદિત્યની લાશ

    મંગળવારે (23 મે, 2023) ‘સારાભાઈ v/s સારાભાઈ’માં જાસ્મીનનો રોલ ભજવનારી વૈભવી ઉપાધ્યાય (ઉં.32)નું એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. અહેવાલ અનુસાર, વૈભવીનું એક્સિડન્ટ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં થયું હતું.

    - Advertisement -

    છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ ટીવી કલાકારોના મૃત્યુ થવાથી સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ છે. સોમવારે (22 મે, 2023) ઍક્ટર, મૉડેલ આદિત્ય રાજપૂતનું મૃત્યુ થયાના અહેવાલો સામે આવ્યા હતા. તો મંગળવારે (23 મે, 2023) ‘સારાભાઈ v/s સારાભાઈ’ ફેમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આજે બુધવારે (24 મે 2023) જાણીતાં ટીવી અને ફિલ્મ અભિનેતા નીતેશ પાંડેનું હાર્ટ અટેકના કારણે અવસાન થયું છે.

    ઇગતપુરીની હોટેલમાં રોકાયા હતા અભિનેતા, મોડી રાત્રે આવ્યો હાર્ટ અટેક

    નીતેશ પાંડે (ઉં. 51)ના સાળા અને રાઈટર સિદ્ધાર્થ નાગરે અભિનેતાના મૃત્યુની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આજે રાત્રે 1.30 વાગ્યાની આસપાસ ઇગતપુરીની એક હોટેલમાં નીતેશ પાંડેનું હાર્ટ અટેકના કારણે અવસાન થઈ ગયું છે. તેઓ નાસિકના ઇગતપુરીમાં શૂટિંગ માટે ગયા હતા.”

    જાણીતી ટીવી સિરિયલો, ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

    નીતેશ પાંડેએ ‘ઓમ શાંતિ ઓમ’, ‘દબંગ 2’, ‘ખોસલા કા ઘોસલા’, ‘બધાઈ દો’ વગેરે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેઓ જાણીતાં ટીવી શો ‘અનુપમા’માં મહત્વનો રોલ ભજવી રહ્યા હતા. નીતેશ પાંડેના સહ-કલાકારો અને ચાહકો સોશિયલ મીડિયા પર નીતેશ પાંડેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

    - Advertisement -

    ‘સારાભાઈ v/s સારાભાઈ’ ફેમ વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં મૃત્યુ

    મંગળવારે (23 મે, 2023) ‘સારાભાઈ v/s સારાભાઈ’માં જાસ્મીનનો રોલ ભજવનારી વૈભવી ઉપાધ્યાય (ઉં.32)નું એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. અહેવાલ અનુસાર, વૈભવીનું એક્સિડન્ટ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં થયું હતું. તે પોતાના મંગેતર સાથે કારમાં હતી ત્યારે વળાંક પાસે ગાડીએ નિયંત્રણ ગુમાવતા ગાડી 50 ફૂટ નીચે ખીણમાં ખાબકી હતી. ઉલ્લેખનીય છે કે, ‘સારાભાઈ v/s સારાભાઈ’માં ‘અનુપમા’ ઉર્ફે રૂપાલી ગાંગુલી પણ કામ કરી ચૂકી છે એટલે તેને ઉપરાઉપરી બીજો આઘાત લાગ્યો છે.

    બે દિવસ પહેલાં આદિત્ય રાજપૂતની લાશ મળી આવી

    બે દિવસ પહેલાં એટલે કે સોમવારે 22 મે, 2023) ઍક્ટર, મૉડેલ અને ફોટોગ્રાફર આદિત્ય રાજપૂતની લાશ મુંબઈના અંધેરી ખાતે આવેલા તેમના ફ્લેટના બાથરૂમમાંથી મળી આવી હતી. હજુ સુધી અભિનેતાના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ બહાર નથી આવ્યું પરંતુ, મીડિયા અહેવાલોમાં તેનું મોત ડ્રગ્સના ઓવરડોઝના કારણે થયું હોવાની આશંકાઓ સેવવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં