Wednesday, September 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજમ્મુમાં ભાડુઆત અને નોકર બની છૂપાઈ બેઠેલા છે દેશ વિરોધી તત્વો: મકાન...

    જમ્મુમાં ભાડુઆત અને નોકર બની છૂપાઈ બેઠેલા છે દેશ વિરોધી તત્વો: મકાન માલિકોને 3 દિવસનું અલ્ટીમેટમ

    એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે તેઓ આવા અસામાજિક તત્વોને સૂરક્ષામાં જોખમરૂપ માને છે અને એટલા માટે જ આવા લોકો વિરુધ્ધ સીઆરપીસીની કલમ 144 હેઠળ કાર્યવાહી કરવી જરૂરી બની છે.

    - Advertisement -

    જમ્મુ પ્રશાસનને સૂચના મળી છે કે જમ્મુ વિસ્તારમાં ભાડુઆતો અને નોકર બનીને છૂપાઈ બેઠા છે દેશ વિરોધી અને અસામાજિક તત્વો અને એટલા માટે જમ્મુ પ્રશાસને તમામ મકાન માલિકોને નોટીસ પાઠવી છે કે આગામી 3 દિવસોની અંદર તેમના મકાનમાં રહેતા ભાડુઆતો અને નોકરોની વિગત નજીકના પોલિસ સ્ટેશનમાં જમા કરાવે. જો આવું નહિ કરવામાં આવે તો મકાન માલિકો વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

    જમ્મુ વિસ્તારમાં મોટી સંખ્યામાં દેશ વિરોધી અને અસામાજિક તત્વો ભાડુઆત અને નોકરોના વેષમાં રહેતા હોવાની સૂચના સ્થાનિક તંત્રને મળ્યા બાદ તંત્ર એકશન મોડમાં આવ્યું છે. જમ્મુ પ્રશાસને દરેક મકાન માલિકોને સૂચના આપી છે કે તેમના ઘરોમાં રહેતા તમામ ભાડુઆતો અને નોકરોની વિગત તેમના વિસ્તારના પોલિસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવે. જમ્મુના જિલ્લા અધિકારી અવની લવાસાએ પોતાના આદેશમાં જણાવ્યું છે કે આ આદેશ જાહેર થયાના 3 દિવસની અંદર માહિતી પોલીસ સ્ટેશને જમા કરાવામાં આવે અને જો આ આદેશનું પાલન નહિ થાય તો મકાન માલિક વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

    જિલ્લા અધિકારીએ તેમના લેખીત આદેશમાં જણાવ્યું છે કે, “આ આદેશ જાહેર કર્યાના 3 દિવસની અંદર દરેક મકાન માલિકોએ ભાડુઆત અને નોકરોની વિસતૃત જાણકારી સાથે બંનેની સાઈન કરેલ ઘોષણાપત્ર સબંધીત પોલીસ સ્ટેશનના હાઉસ અધિકારીને વ્યક્તિગત રૂપે અથવા રજીસ્ટર્ડ ટપાલ દ્વારા મોકલવાની રહેશે.” જમ્મુ પ્રશાસને વિગતમાં જણાવ્યું હતું કે વરિષ્ટ પોલિસ નિર્દેશક દ્વારા મળેલી જાણકારી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી એવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં દેશ વિરોધી તત્વો અને કેટલાક અસામાજિક તત્વો ભાડુઆત અને નોકર બની છૂપાઈને જમ્મૂ વિસ્તારમાં રહેતા હતા અને એટલા માટેજ આ જરૂરી પગલું લેવાઈ રહ્યું છે.

    - Advertisement -

    આજતકની જાણકારી પ્રમાણે, એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે તેઓ આવા અસામાજિક તત્વોને સૂરક્ષામાં જોખમરૂપ માને છે અને એટલા માટે જ આવા લોકો વિરુધ્ધ સીઆરપીસીની કલમ 144 હેઠળ કાર્યવાહી કરવી જરૂરી બની છે. જિલ્લા અધિકારીના આદેશ પ્રમાણે કાચા મકાનો ધરાવતા મકાન માલિકોનો પણ આમાં સમાવેશ થાય છે અને ઘોષણપત્ર અનુસાર તેમણે પણ તેમના ત્યાં રહેતા ભાડુઆતોની માહિતી જાહેર કરવી પડશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં