Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજયપુરના વધુ એક જૈન મુની કાળધર્મ પામ્યા, સમ્મેદ શિખર વિવાદમાં અનશન પર...

    જયપુરના વધુ એક જૈન મુની કાળધર્મ પામ્યા, સમ્મેદ શિખર વિવાદમાં અનશન પર બેસીને અન્ન જળનો ત્યાગ કર્યો હતો; ચાર દિવસમાં આ બીજી ઘટના

    કેન્દ્ર સરકારે ઝારખંડ રાજ્ય સરકારને નિર્દેશ આપીને 2019ની અધિસૂચનામાં સંશોધન કરીને પર્યટન અને ઇકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવવા માટેનો આદેશ કર્યો છે. જેનું કડકપણે પાલન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે ઝારખંડ રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યા છે.

    - Advertisement -

    જૈન તીર્થસ્થળ સમ્મેદ શિખર વિવાદમાં અનશન પર બેઠેલા જયપુરના વધુ એક જૈન મુનીએ કાળધર્મ પામ્યા છે. સમર્થ સાગર નામના આ મુનીના કાળધર્મ પામ્યા હોવાના સમાચાર વાયુ વેગે ફેલાતા જૈન સમુદાયના ટોળે ટોળા મંદિર ખાતે ભેગા થઇ ગયા હતા. ગત રાત્રે 1 વાગીને 20 મીનીટે સમર્થ સાગર નામના જયપુરના જૈન મુની કાળધર્મ પામ્યા હતા. જેને લઈને જૈન સંતોએ ઘોષણા કરી હતી કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર સમ્મેદ શિખરને જૈન તીર્થ ઘોષિત નહિ કરે ત્યાં સુધી જૈન મુનીઓ પોતાના પ્રાણોની આહુતિ આપતા રહેશે.

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર અન્ન જળનો ત્યાગ કરીને સમર્થ સાગર નામના જયપુરના જૈન મુની કાળધર્મ પામ્યા બાદ સંધીજી જૈન મંદિરથી વિદ્યાસાગર નગર સુધી તેમની ડોલ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં જૈન સમાજ જોડાયો હતો. મળતી માહિતી અનુસાર કાળધર્મ પામેલા મુની સમર્થસાગરજી જયપુરના સાંગાનેરમાં આવેલા સંઘીજી દિગંબર જૈન મંદિરમાં ત્રણ દિવસથી ઉપવાસ કરી રહ્યા હતા. આ એજ મંદિર છે જ્યાં ગત 3 જાન્યુઆરી 2023ના રોજ જૈન મુની સુજ્ઞેયસાગર મહારાજે સમ્મેદ શિખર આંદોલનને લઈને ઉપવાસમાં બેસી કાળધર્મ પામ્યા હતા.

    મુની સમર્થસાગરજીએ મોડી રાત્રે કર્યો દેહ ત્યાગ

    મીડિયામાં જણાવ્યાં અનુસાર સાંગાનેરના સંઘીજી દિગંબર જૈન મંદિરના મંત્રી સુરેશ કુમાર જૈને જણાવ્યું હતું કે જૈન સાધુ સમર્થસાગરે શુક્રવારે સવારે એક વાગ્યે દેહ છોડ્યો અને કાળધર્મ પામ્યા હતા. તેમણે શ્રી સમ્મેદ શિખરને બચાવવા માટે પોતાના દેહનું બલિદાન આપ્યું છે, જે હંમેશા યાદ રાખવામાં આવશે.

    - Advertisement -

    સમર્થસાગર મહારાજ આચાર્ય સુનિલ સાગર મહારાજના શિષ્ય હતા. આ અગાઉ જ્યારે સુજ્ઞેયસાગર મહારાજે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું, ત્યારે સમર્થસાગરજીએ ધર્મસભા દરમિયાન ઉપવાસનું વ્રત લીધું હતું અને ત્યારથી તેઓ ઉપવાસ કરી રહ્યા હતા.

    સમ્મેદ શિખરજી પર પર્યટન-ઇકો ટૂરિઝમ પ્રવૃત્તિઓ ઉપર તાત્કાલિક રોક લગાવવાનો કેન્દ્રનો નિર્ણય

    ઉલ્લેખનીય છે કે ઝારખંડ સ્થિત જૈન ધર્મના પવિત્ર તીર્થસ્થળ ‘સમ્મેદ શિખરજી’ને લઈને થતાં વિરોધ પ્રદર્શનો વચ્ચે કેન્દ્ર સરકારે ગઈકાલે (5 જાન્યુઆરી2023) જ ઝારખંડની રાજ્ય સરકારને નિર્દેશ આપીને તીર્થસ્થળની પવિત્રતા જાળવવા માટે પૂરતાં પગલાં લેવાનો નિર્દેશ આપી દીધો હતો. તેમજ પર્યટન અને ઇકો-ટૂરિઝમ એક્ટિવિટી ઉપર રોક લગાવી દીધી હતી.

    જે અંતર્ગત કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે જૈન સમુદાયના આગેવાનો સાથે એક બેઠક કરીને સમ્મેદ શિખરજી મામલે વિગતવાર ચર્ચા કરી હતી. બેઠક બાદ તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, સમ્મેદ શિખરજી સહિતનાં જૈન તીર્થસ્થળોની પવિત્રતા જાળવી રાખવા અને તેમના અધિકારો જળવાય રહે તે માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પ્રતિબદ્ધ છે.

    જે અંતર્ગત કેન્દ્ર સરકારે ઝારખંડ રાજ્ય સરકારને નિર્દેશ આપીને 2019ની અધિસૂચનામાં સંશોધન કરીને પર્યટન અને ઇકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવવા માટેનો આદેશ કર્યો છે. જેનું કડકપણે પાલન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે ઝારખંડ રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં