Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમૌલવીએ હિંદુ યુવકને ઇસ્લામ સ્વીકારવા મજબૂર કર્યો, અજય કુમારના ચહેરા પર દુ:ખની...

    મૌલવીએ હિંદુ યુવકને ઇસ્લામ સ્વીકારવા મજબૂર કર્યો, અજય કુમારના ચહેરા પર દુ:ખની લાગણીઓ દેખાઈ: ગયા વર્ષે સિંધમાં 60 હિંદુઓનું ધર્માંતરણ કરીને કરવામાં આવી હતી ઉજવણી

    પાકિસ્તાનમાં હિન્દુઓને માત્ર ધર્માંતરણ દ્વારા જ નહીં પરંતુ ધાર્મિક હિંસા અને બળાત્કાર દ્વારા પણ ઘણી રીતે પ્રતાડિત કરવામાં આવે છે.

    - Advertisement -

    રવિવારે (9 ઑક્ટોબર 2022) પાકિસ્તાનમાં વધુ એક હિંદુ યુવકને બળજબરીથી ઇસ્લામ કબુલ કરાવાયો હોવાનો મામલો સામે આવ્યો છે. ધર્માંતરિત વ્યક્તિની ઓળખ અજય કુમાર તરીકે થઈ છે. જમીયત ઉલેમા-એ-સિંધના મહાસચિવ મૌલાના રશીદ મહમૂદ સૂમરોએ સિંધના લરકાના શહેરની જામિયા ઇસ્લામિયા મસ્જિદમાં અજયનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. પાકિસ્તાનમાં હિંદુ ઇસ્લામ કબુલ કરતા હોય તેવી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે.

    ANIએ તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે અજય જ્યારે બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યો હતો ત્યારે તેના ચહેરા પર ઉદાસી જોઈ શકાતી હતી.

    વાસ્તવમાં ઇસ્લામિક દેશ પાકિસ્તાન લઘુમતીઓ માટે હંમેશા નરક સમાન રહ્યો છે. ત્યાં હિન્દુઓ, શીખો અને ખ્રિસ્તીઓ પર સતત અત્યાચાર થતા આવ્યાં છે. પાકિસ્તાનમાં હિન્દુઓને માત્ર ધર્માંતરણ દ્વારા જ નહીં પરંતુ ધાર્મિક હિંસા અને બળાત્કાર દ્વારા પણ ઘણી રીતે પ્રતાડિત કરવામાં આવે છે.

    - Advertisement -

    સિંધમાં હિન્દુઓનું સામૂહિક ધર્માંતરણ

    ગયા વર્ષે જુલાઈમાં ઑપઈન્ડિયાએ અહેવાલ આપ્યો હતો કે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સામૂહિક રીતે 60 હિન્દુઓનું ધર્માંતરણ કરવામાં આવ્યું હતું. આ સામૂહિક ધર્માંતરણ અબ્દુલ રઉફ નિઝામાની નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું. ધર્મપરિવર્તન બાદ તેણે ફેસબુક પોસ્ટમાં આનંદ વ્યક્ત કરતા લખ્યું, “આજે મારી નજર હેઠળ 60 લોકોએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો છે. કૃપા કરીને તેમના માટે દુવા કરો.”

    સાભાર ऑपइंडिया

    અબ્દુલ રઉફ નિઝામાનીની ફેસબુક પ્રોફાઈલ મુજબ તે પાકિસ્તાનના સિંધ પ્રાંતના મતલીમાં મ્યુનિસિપલ કમિટીનો ચેરમેન છે. તેના ફેસબુક પ્રોફાઇલ પર 4,275 ફોલોઅર્સ પણ છે.

    અબ્દુલ રઉફ નિઝામાની દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડિયોમાં મૌલવી 60 હિંદુઓને કલમા (ઇસ્લામિક શપથ) શીખવીને ધર્મ પરિવર્તન કરતા જોઈ શકાય છે.

    આ સિવાય અન્ય એક વીડિયોમાં આ મૌલવીને એમ કહેતા પણ જોઈ શકાય છે કે ધર્માંતરિત લોકોની આ પહેલી નમાઝ હતી. તેણે વીડિયોમાં કહ્યું છે કે “મુસ્લિમના જીવનનો એકમાત્ર હેતુ અલ્લાહને ખુશ કરવાનો છે. તો જ તમારા જીવનનો હેતુ પૂરો થશે.”

    નોંધપાત્ર રીતે પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર અને ધર્મ પરિવર્તનના અહેવાલો અવારનવાર સામે આવતા રહે છે . 28 ઓગસ્ટ 2022ના રોજ સિંધના શહદાદપુર વિસ્તારમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરીને ખાલિદ અને દિલશેખ નામના આરોપીઓએ પૂર રાહતની વસ્તુઓ મેળવવાના નામે બળાત્કાર ગુજાર્યો હતો. આ સિવાય જૂન 2022માં સિંધની રહેવાસી કરીના નામની હિન્દુ યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં કોર્ટમાં ખલીલ નામની વ્યક્તિ સાથે બળજબરીપૂર્વક નિકાહ કરાવ્યા હોવાનું નિવેદન આપતી વખતે કરીનાએ તેના પરિવાર સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં