Thursday, November 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઓસ્ટ્રેલિયામાં ફરી એક વાર હિંદુ મંદિર પર હુમલો: ખાલિસ્તાનીઓએ તોડફોડ કરી, હિંદુ...

    ઓસ્ટ્રેલિયામાં ફરી એક વાર હિંદુ મંદિર પર હુમલો: ખાલિસ્તાનીઓએ તોડફોડ કરી, હિંદુ અને મોદી વિરોધી સૂત્રો લખ્યાં

    આ પહેલા પણ ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ બ્રિસબેનમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો હતો અને ખાલિસ્તાની ઝંડા ફરકાવ્યા ફરકાવવામાં આવ્યાં હતા. 22 ફેબ્રુઆરી 2023ના રોજ, બ્રિસબેન, ક્વીન્સલેન્ડ સ્થિત ભારતના કોન્સ્યુલ અર્ચના સિંહને ઓફિસમાં ખાલિસ્તાનનો ધ્વજ લગાવેલો મળ્યો હતો.

    - Advertisement -

    દેશની બહાર ભારત વિરુદ્ધ ખાલિસ્તાની ગતિવિધિઓ સતત વધી રહી છે. ઓસ્ટ્રેલિયામાં ફરી એક વાર હિંદુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે. ખાલિસ્તાની સમર્થકોએ લક્ષ્મીનારાયણ મંદિર પર હુમલો કર્યો હતો. આ ઘટના બ્રિસ્બેનના લક્ષ્મી નારાયણ મંદિરમાં બની હતી. મંદિર પરિસરની બાઉન્ડ્રી વોલમાં તોડફોડ કરવામાં આવી હતી. આ અગાઉ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાના કેરમ ડાઉન્સમાં આવેલા શ્રી શિવ વિષ્ણુ મંદિર પર પણ હિન્દુ વિરોધી ચિત્રો દોરવામાં આવ્યા હતા.

    ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિર પર હુમલો થવાની ઘટના બાદ હિન્દુ હ્યુમન રાઇટ્સના ડિરેક્ટર સારાહ ગેટ્સે આ બાબતે જણાવ્યું હતું કે, “શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) વૈશ્વિક સ્તરે નફરત ફેલાવી રહ્યું છે અને આ તેમની નવી મોડસ ઓપરેન્ડી છે. સ્પષ્ટ જણાય છે કે આ ઓસ્ટ્રેલિયાના હિંદુઓને ડરાવવાનો કરવાનો પ્રયાસ છે. ખાલિસ્તાની સંગઠન પ્રચાર, ગેરકાયદેસર સંકેતો અને સાયબર બુલિંગ દ્વારા લોકોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કેટલાક અહેવાલો મુજબ, 16 જાન્યુઆરીના રોજ પણ આ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તમિલ સમુદાયના સભ્યોએ તેમના એક તહેવાર દરમિયાન મંદિરની મુલાકાત લીધી હતી.

    આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, સામે આવેલા વીડિયોમાં ખાલિસ્તાનીઓ મંદિરની દિવાલો પર વાંધાજનક સૂત્રો લખેલા નજરે પડે છે. તેમાં ‘મોદી આતંકવાદી, હિન્દુ કોમના આતંકવાદી, 1984 શીખ નરસંહાર જેવા સૂત્રો લખવામાં આવ્યાં છે. આ વીડિયોને ઓસ્ટ્રેલિયા હિન્દુ મીડિયા નામના ટ્વિટર હેન્ડલે શેર કર્યો છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ બ્રિસબેનમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો હતો અને ખાલિસ્તાની ઝંડા ફરકાવ્યા ફરકાવવામાં આવ્યાં હતા. 22 ફેબ્રુઆરી 2023ના રોજ, બ્રિસબેન, ક્વીન્સલેન્ડ સ્થિત ભારતના કોન્સ્યુલ અર્ચના સિંહની ઓફિસમાં ખાલિસ્તાનનો ધ્વજ લગાવેલો મળ્યો હતો.

    બ્રિસ્બેનના તારિંગા ઉપનગરમાં સ્વાન રોડ પર સ્થિત ભારતના માનદ કૉન્સ્યુલેટને 21 ફેબ્રુઆરી 2023ની રાત્રે ખાલિસ્તાન સમર્થકોએ નિશાન બનાવ્યું હતું. આ મામલે ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતે આ અંગે ફરિયાદ નોંધાવી છે. જાણકારી મળવાની સાથે જ ક્વીન્સલેન્ડ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ધ્વજ જપ્ત કર્યો. આ સાથે જ પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. માનદ કોન્સ્યુલ અર્ચના સિંહે કહ્યું હતું કે, “પોલીસ અમને સુરક્ષિત રાખવા માટે વિસ્તાર પર નજર રાખી રહી છે. અમને પોલીસ પ્રશાસનમાં પૂરો વિશ્વાસ છે.” બ્રિસબેનમાં ભારતીય દૂતાવાસ પાસે સુરક્ષામાં પણ વધારો કરાયો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં