કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના પરના હોબાળા વચ્ચે, કથિત ખેડૂત નેતા રાકેશ ટિકૈત શનિવારે (18 જૂન, 2022) ઉત્તરાખંડના હરિદ્વારમાં એક આક્રોશ રેલી કાઢી હતી. ટિકૈતે સરકાર પર યુવાનો સાથે અશ્લીલ મજાક કરવાનો આરોપ લગાવ્યો હતો. ટીકૈતની પદયાત્રામાં ખેડૂતોની સાથે ભારતીય કિસાન યુનિયનના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
‘Agneepath Scheme’ के खिलाफ Rakesh Tikait का ऐलान
— News24 (@news24tvchannel) June 18, 2022
30 जून को देशभर में करेंगे किसान आंदोलन @RakeshTikaitBKU #AgnipathScheme pic.twitter.com/WrXTe400gy
રેલી દરમિયાન, BKU નેતાએ સૂત્રોચ્ચાર કરીને સરકારને અગ્નિપથ યોજના પાછી ખેંચવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે હરિદ્વારમાં ચાલી રહેલા કિસાન મહાકુંભનો શનિવારે ત્રીજો દિવસ છે. આ પ્રસંગે રાકેશ ટિકૈતે કહ્યું કે 30 જૂને ભારતીય કિસાન યુનિયન દેશભરના રાજ્યોના જિલ્લા મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરશે.
કાળી પટ્ટી પહેરીને રેલી કાઢી
પ્રદર્શન દરમિયાન રાકેશ ટિકૈત સહિત બીકેયુના તમામ કાર્યકરો હાથ પર કાળી પટ્ટી બાંધીને લાલકોઠીથી વીઆઈપી ઘાટ પર પહોંચ્યા હતા અને ત્યાંથી સીસીઆર થઈને રોડી બેલવાલા મેદાનમાં ગયા હતા. ખેડૂત આગેવાનોએ કહ્યું કે કાં તો કેન્દ્ર સરકાર આ યોજના પાછી ખેંચે અથવા તેના પર સ્પષ્ટતા આપે. ખેડૂત આગેવાનોએ કહ્યું કે સરકારે આ નિયમ બનાવવો જોઈએ કે 18 વર્ષના યુવાનોને લશ્કરી તાલીમ આપવી જોઈએ, અને 4 વર્ષની સેવા પછી બેરોજગાર નહીં.
આ સાથે ભારતીય કિસાન યુનિયન વતી સિટી મેજિસ્ટ્રેટ અવધેશ કુમાર સિંઘ દ્વારા ભારતના રાષ્ટ્રપતિને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન હરિદ્વાર પોલીસે પણ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે આમ કરવામાં સફળ થઈ શકી નહીં.
બે દિવસમાં આર્મી બાહર પડશે નોટિફિકેશન
નોંધનીય છે કે અગ્નિપથ યોજનાનો ભલે વિરોધ થઈ રહ્યો હોય, પરંતુ સત્ય એ છે કે આ માટે બે દિવસમાં ભરતી માટેની સૂચના જારી કરવામાં આવશે. આર્મી ચીફ મનોજ પાંડેએ જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં આ માટે નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
#Agnipath notification for #Army in next 2 days, #Airforce recruitment from June 24https://t.co/bR1b6NblyV
— DNA (@dna) June 17, 2022
અહિયાં નોંધનીય છે કે થોડા સમય પહેલા જ ભારતીય કિસાન યુનિયને રાજકારણ રમવાનો આરોપ લગાવી રાકેશ ટિકૈતને BKUમાંથી બહારનો રસ્તો દેખાડ્યો હતો. જે બાદ સંગઠનના બે ભાગ પડ્યા હતા.
તો હવે જોવાનું એ છે કે ભૂતકાળમાં દેશભરના ખેડૂતોને ઉકસાવીને આંદોલન દ્વારા દેશને બાનમાં લેનાર આંદોલનજીવી કથિત ખેડૂત નેતા રાકેશ ટિકૈત શું હવે એ જ રીતે યુવાનોને ભડકાવીને આંદોલન કરવામાં સફળ રહેશે કે નહીં.