Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅહો આશ્ચર્યમ: આંધ્ર પ્રદેશમાં મુખ્યમંત્રીનું પોસ્ટર ફાડવા બદલ શ્વાન સામે પોલીસ ફરિયાદ,...

    અહો આશ્ચર્યમ: આંધ્ર પ્રદેશમાં મુખ્યમંત્રીનું પોસ્ટર ફાડવા બદલ શ્વાન સામે પોલીસ ફરિયાદ, TDP નેતાએ કહ્યું- તેણે રાજ્યના 6 કરોડ લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી

    TDP મહિલા નેતાએ પાર્ટીની અન્ય કેટલીક મહિલા કાર્યકર્તાઓને સાથે રાખીને મુખ્યમંત્રીનું પોસ્ટર ફાડીને અપમાન કરવા બદલ કૂતરા સામે પોલીસ ફરિયાદ નોંધાવીને કડક કાર્યવાહીની માંગ કરી છે.

    - Advertisement -

    આંધ્ર પ્રદેશમાં એક કૂતરા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. તેલુગુ દેશમ પાર્ટીના એક નેતાએ રીતે ફરિયાદ દાખલ કરીને આ શ્વાન પર રાજ્યના 6 કરોડ લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે અને આ મામલે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

    વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક શ્વાન દીવાલ પર લગાવેલું આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીનું પોસ્ટર ફાડતો જોવા મળે છે. આ વિડીયો વાયરલ થયા બાદ આંધ્ર પ્રદેશની તેલુગુ દેશમ પાર્ટીનાં એક મહિલા નેતાએ કટાક્ષના રૂપમાં આ કૂતરા સામે ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું કે, તેણે મુખ્યમંત્રીનું પોસ્ટર ફાડીને રાજ્યના કરોડો લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી છે અને જેથી તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

    આ ફરિયાદી મહિલાનું નામ દસારી ઉદયશ્રી છે. તેમણે પોતાની પાર્ટીની અન્ય કેટલીક મહિલા કાર્યકર્તાઓને સાથે રાખીને મુખ્યમંત્રીનું પોસ્ટર ફાડીને અપમાન કરવા બદલ કૂતરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    સ્થાનિક મીડિયા સાથે વાત કરતા ઉદયશ્રીએ કહ્યું હતું કે, જગન મોહન રેડ્ડી માટે તેમના મનમાં ખૂબ જ માન અને સન્માન છે. આવા નેતાનું અપમાન કરનાર કૂતરાએ મુખ્યમંત્રી વાય.એસ જગન મોહન રેડ્ડીનું પોસ્ટર ફાડીને આંધ્રપ્રદેશ રાજ્યના 6 કરોડ લોકોના હ્રદયને ઠેસ પહોંચાડી છે. તેમણે એમ પણ જણાવ્યું કે, “અમે પોલીસ સમક્ષ કૂતરા અને તેના આ કારસ્તાન પાછળ જે લોકોનો હાથ છે તેમની ધરપકડ કરવા માટે માંગ કરી છે, કારણ કે તેઓએ અમારા પ્રિય મુખ્યમંત્રીનું અપમાન કર્યું છે.”

    આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેને લઈને TDPના કાર્યકર્તાઓએ એક લેખિત ફરિયાદ આપી છે. આ વિડીયો મુખ્યમંત્રી માટે અપમાનજનક છે અને ફરિયાદનો કોઈ આધાર નથી. આ મામલે કોઈ FIR દાખલ કરવામાં આવી નથી.

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ એક વાર CM જગન મોહન રેડ્ડીના ફોટાવાળું સ્ટીકર ફાડતા કૂતરાનો એક વિડીયો સામે આવ્યો હતો. નોંધનીય છે કે વાઈએસઆર કોંગ્રેસ પાર્ટી હાલ રાજ્યવ્યાપી સર્વેક્ષણ ચલાવી રહી છે. જેનું મુખ્ય સ્લોગન ‘જગન્નાથ મા ભવિષ્યથૂ’ (જગન અન્ના અમારું ભવિષ્ય) લખેલાં સ્ટીકર દરેક ઘર પર લગાવવામાં આવ્યાં છે. તેમાંથી જ એક સ્ટીકર કૂતરાએ ફાડી નાંખ્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં