Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતજાણો રિલાયન્સ ફાઉન્ડેશનના વનતારા પ્રોજેક્ટ વિશે, જ્યાં ભારત સહિત દુનિયાભરના અબોલ જાનવરોને...

    જાણો રિલાયન્સ ફાઉન્ડેશનના વનતારા પ્રોજેક્ટ વિશે, જ્યાં ભારત સહિત દુનિયાભરના અબોલ જાનવરોને આપવામાં આવે છે નવજીવન

    આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 200થી વધુ હાથી સહિત અનેક પશુ, સરીસૃપ અને પક્ષીઓનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વનતારા પ્રોજેક્ટ અંતર્ગત ગેંડા, દીપડા અને મઘરના પુનર્વસનની પહેલ કરવામાં આવી છે.

    - Advertisement -

    પરિવારના નાના દીકરા અંનતના લગ્નને લઈને અંબાણી પરિવાર જામનગર ખાતે સમારોહ કરી રહ્યો છે. લગ્ન પહેલા ગોઠવવામાં આવેલા પ્રિ-વેડિંગ ઇવેન્ટ માટે પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ બધા વચ્ચે વરરાજા અનંત અંબાણી એક અલગ જ મુદ્દા સાથે જોવા મળ્યા હતા. તેમણે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલા વનતારા પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી. અનંત અંબાણી દ્વારા મીડિયાને રિલાયન્સ ફાઉન્ડેશનના વનતારા પ્રોજેક્ટ પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

    રિલાયન્સ ફાઉન્ડેશનના વનતારા પ્રોજેક્ટ વિશે જણાવતા અનંતે કહ્યું હતું કે, “આ એક વિશાળ રેસ્ક્યુ સેન્ટર છે જ્યાં અબોલ જાનવરોની સેવા કરવામાં આવે છે. અબોલ જાનવરોની સેવા કરવી મારો શોખ છે.” ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ 3000 એકરમાં ફેલાયેલો છે. કોરોના કાળમાં શરૂ થયેલા આ પ્રોજેક્ટનું લક્ષ્ય વિશ્વ સ્તરે અબોલ જાનવરો માટે ઉત્તમ સંરક્ષણ કેન્દ્ર બનવાનું છે. આ પ્રોજેક્ટ જામનગર સ્થિત રિફાયનરી કોમ્પલેક્ષના ગ્રીનરી બેલ્ટ ખાતે ઉભો કરવામાં આવ્યો છે.

    આ મિશન એક પેશન- અનંત અંબાણી

    અનંત અંબાણીના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 200થી વધુ હાથી સહિત અનેક પશુ, સરીસૃપ અને પક્ષીઓનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વનતારા પ્રોજેક્ટ અંતર્ગત ગેંડા, દીપડા અને મગરના પુનર્વસનની પહેલ કરવામાં આવી છે. આ વિશે માહિતી આપતા અનંત કહે છે કે, “આ બાબત ખૂબ નાની ઉમરમાં શરૂ થઇ હતી. હવે આ એક મિશન બની ગયું છે. અમે ભારતમાં લૂપ્ત થઇ રહેલી પ્રજાતિઓના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.”

    - Advertisement -

    વધુમાં અનંતે કહ્યું કે, “અમે વન્યજીવોની પ્રજાતિઓ સામેના પડકારોનું સમાધાન કરવા માંગીએ છીએ અને વનતારાને એક અગ્રીમ સંરક્ષણ કાર્યક્રમના રૂપમાં સ્થાપિત કરવા માંગીએ છીએ. અમને તે વાતની ખુશી છે કે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે અમને માન્યતા મળી છે. ભારત અને વિશ્વના કેટલાક અગ્રણી જૂઓલોજીક્લ અને ચિકિત્સા એક્સપર્ટ અમારા મિશનમાં અમારી સાથે જોડાયા છે.”

    તેમણે જણાવ્યું કે, “વનતારાનું લક્ષ્ય ભારતીય ઝૂ પ્રાધિકરણ અને અન્ય સરકારી સંગઠનો સાથે મળીને ભારતના તમામ ઝૂને વધુ સારા અને પ્રાણીઓ માટે અનુકુળ બનાવવાનું છે. તે માટે ત્યાં પ્રશિક્ષણ, ક્ષમતા નિર્માણ અને એનીમલ કેર જેવા મહત્વના એકમોના પાયામાં કામ કરવામાં આવી રહ્યું છે. અમને આશા છે કે વનતારા વૈશ્વિક સ્તરે આશાનું એક નવું કિરણ બનીને ઉભરશે.”

    કેવી રીતે કામ કરે છે પ્રોજેક્ટ વનતારા

    વનતારા પ્રોજેક્ટ 3000 એકરમાં ફેલાયેલો છે જેમાં 650 એકરથી વધુની જમીન પર રેસ્ક્યુ અને પુનર્વસન સેન્ટર બનાવવામાં આવ્યું છે. અહીં વિશ્વભરથી બીમાર, ઈજાગ્રસ્ત અને સંકટ સામે ઝઝૂમી રહેલા પ્રાણીઓને લાવવામાં આવે છે. આ સેન્ટરમાં લગભગ 3000 લોકો કામ કરે છે. અહીં અત્યાર સુધીમાં 300થી વધુ હાથી, 200 જેટલા દીપડા, 1000થી વધુ મગરને બચાવવામાં આવ્યા છે. માત્ર ભારત જ નહીં, અહીં આફ્રિકા, સ્લોવાકિયા, મેક્સિકો સહિત વિશ્વના ખૂણે-ખૂણાથી જાનવરોને બચાવવા લાવવામાં આવી રહ્યા છે.

    આ સેન્ટરમાં 1 લાખ વર્ગફૂટમાં હોસ્પિટલ અને મેડીકલ સેન્ટર છે. અહીં હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર આઈસીયુ, MRI, સીટીસ્કેન, એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ, એન્ડોસ્કોપી, ડેન્ટલ કેર, લિથોટ્રીપ્સી, ડાયાલીસીસ જેવી આધુનિક ચિકિત્સા પદ્ધતિઓ માટેના તમામ આધુનિક સાધનો ઉપલબ્ધ છે. આટલું જ નહીં, અહીં સર્જરી અને બ્લડ પ્લાઝમાને અલગ કરવા માટે વપરાતી ઓઆર ટેકનીક માટે પણ અહીં મશીનો છે.

    રિલાયન્સ ફાઉન્ડેશનના સેન્ટરમાં દેશ વિદેશના 43થી વધુ પ્રજાતિના 2000થી વધુ જાનવરોને રેસ્ક્યુ અને પુનર્વસન કરાવવામાં આવ્યા છે. આ સેન્ટરમાં ભારત સહિત વિશ્વમાં 7 એવી પ્રજાતિનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે કે લૂપ્ત થવાના આરે છે. વનતારામાં આજે સિંહ, વાઘ, દીપડા, મગર જેવા માંસાહારી તેમજ હાથી, હરણ તેમજ 1200થી વધુ સરીસૃપ પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં