Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ1200 આંતરધર્મી લગ્નોના અભ્યાસ બાદ અમદાવાદમાં 'આંતરધર્મી લગ્નો અને બળજબરીપૂર્વકના ધર્માંતરણ' વિષયને...

    1200 આંતરધર્મી લગ્નોના અભ્યાસ બાદ અમદાવાદમાં ‘આંતરધર્મી લગ્નો અને બળજબરીપૂર્વકના ધર્માંતરણ’ વિષયને લઈને વિશ્લેષણ ગોષ્ઠિ યોજાઈ

    ભારતના લવ જેહાદનાના કૃત્યો, ઇંગ્લેન્ડમાં ગ્રુમિંગ ગેંગ (Grooming Gang) અને રોમિયો ગેંગ (Romeo Gang) ના નામથી પંકાયેલ છે. વર્ષ 2017–18 ના આંકડા મુજબ, ઇંગ્લેન્ડમાં દરરોજ 53 છોકરીઓ આ ગ્રુમિંગ ગેંગનો ભોગ બનતી હતી, જેનો આંકડો વર્ષના અંતે 20,000 પહોંચ્યો હતો.

    - Advertisement -

    સોમવાર (27 ફેબ્રુઆરી 2023)ના રોજ અમદાવાદના યુનિવર્સીટી કેમ્પસમાં એક વિશેષ ગોષ્ઠિ યોજાઈ હતી. જેનો વિષય હતો ‘આંતરધર્મી લગ્નો અને બળજબરીપૂર્વકના ધર્માંતરણ’ (Interfaith Marriages and Religious Forced Conversions) અને તેનું આયોજન ભારતીય વિચાર મંચ, કર્ણાવતી કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આ વિષયના જાણકાર લોકોએ આંકડાઓ અને પુરાવાઓ સાથે પોતાના વિચાર મુક્યા હતા.

    ભારતીય વિચાર મંચ, કર્ણાવતી કેન્દ્ર દ્વારા ‘આંતરધર્મી લગ્નો અને બળજબરીપૂર્વકના ધર્માંતરણ’ (Interfaith Marriages and Religious Forced Conversions) વિષય પર વિશ્લેષણ ગોષ્ઠિનું આયોજન કરાયું હતું, જેમાં 1200થી વધારે આંતરધર્મી લગ્નોમાં માર્ગદર્શન આપનાર અને વ્યવસાયે મૂળ વૈજ્ઞાનિક એવા ડોકટર દિલીપભાઈ અમીન અને ઈન્ડસ યુનિવર્સીટીમાં સિનિયર રિસર્ચ એસોસિયેટ રિચાબેન ગૌતમ મુખ્ય વક્તાઓ હતા. જેઓએ આંકડાકીય, કાયદાકીય અને સામાજિક દ્રષ્ટિકોણથી આ વિષય પર પોતાનું સંશોધન પ્રસ્તુત કર્યું હતું.

    આ ગોષ્ઠિ કર્ણાવતી શહેરના ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના બાયોકેમિસ્ટ્રી અને ફોરેન્સિક સાયન્સ વિભાગ વિભાગના કોન્ફરન્સ હોલ ખાતે યોજવામાં આવી હતી, જેમાં શહેરના યુવાઓ તેમજ જાગૃત નાગરિકો હાજર રહ્યા હતાં.

    - Advertisement -

    લવ જેહાદ, ગ્રૂમિંગ ગેંગ અને રોમિયો ગેંગ એ બધું એક જ છે, જેનાથી આખું વિશ્વ પરેશાન

    ઇન્ડસ યુનિવર્સીટીના રીચાબેન ગૌતમ ડૉ દિલીપભાઈ અમીન સાથે આંતરધર્મીય લગ્નો પર સર્વેક્ષણ તેમજ લવ જેહાદ અને હિંસા પર વિશ્લેષણાત્મક કાર્ય કરે છે. ત્યાર બાદ સમગ્ર બાબતની આંકડાકીય માહિતી એકત્ર કરી તેનું દસ્તાવેજીકરણનું કાર્ય કરે છે.

    તેમના જણાવ્યા મુજબ, “ભારતના લવ જેહાદના કૃત્યો, ઇંગ્લેન્ડમાં ગ્રુમિંગ ગેંગ (Grooming Gang) અને રોમિયો ગેંગ (Romeo Gang) ના નામથી પંકાયેલ છે. વર્ષ 2017–18 ના આંકડા મુજબ, ઇંગ્લેન્ડમાં દરરોજ 53 છોકરીઓ આ ગ્રુમિંગ ગેંગનો ભોગ બનતી હતી, જેનો આંકડો વર્ષના અંતે 20,000 પહોંચ્યો હતો.”

    આ ઉપરાંત તેઓએ, વૈશ્વિક સ્તર પર હિંદુત્વને બદનામ કરવાની બાબત, યુરોપિયન દેશોમાં વર્ષ 1975થી વધતી પુરુષ શરણાર્થીઓની વસ્તીના કારણે વધતાં મહિલા અને અન્ય અપરાધોના આંકડા, ચાર્ટ દ્વારા જણાવ્યા હતાં.

    આગળ રીચાબેન ગૌતમે શરીયાનો વધતો વૈશ્વિક દબદબો અને તેના કારણે આવનાર સમયના પડકારો ઉપરાંત અમેરિકાના રાજકારણમાં ભારતીયોના વધતાં પ્રભાવ જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓથી શ્રોતાઓને અવગત કર્યા હતાં. અંતમાં તેમણે બદલાતા યુગમાં આતંકવાદના નવા રૂપની સવિસ્તાર ચર્ચા કરી હતી, એટલે કે કામ આતંકનું જ પણ અન્ય સ્વરૂપ અને અન્ય પધ્ધતિ દ્વારા.

    ધર્મ કોઈ પણ હોય, પ્રેમ અને લગ્નમાં ધર્માંતરણને કોઈ સ્થાન ના હોવું જોઈએ: ડૉ. દિલીપભાઈ અમીન

    ગોષ્ઠિ દરમિયાન વૈજ્ઞાનિક ડૉ. દિલીપભાઈ અમીને જણાવ્યું કે સામાજિક પરિવર્તન માટે ધર્માંતરણને રોકવું અતિઆવશ્યક છે. વ્યક્તિ કોઈ પણ ધર્મની હોય પણ, પ્રેમ અને લગ્નમાં ધર્માંતરણને કોઈ સ્થાન ના હોવું જોઈએ, તેવું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

    ડૉ. અમીનની રજૂઆતમાં ગીતા અને કુરાન જેવા ધર્મગ્રંથો, ધાર્મિક પ્રથાઓ અને આંતરધર્મીય લગ્નોના મુદ્દા તેમજ મુશ્કેલીઓ આવરી લેવામાં આવી હતી. તેમના વર્ષોના અનુભવના આધારે, તેમણે પ્રબુદ્ધ લોકોને અનુરોધ કર્યો હતો કે, પરિવારના કોઈ સભ્ય તરફથી આંતરધર્મી લગ્નની વાત જણાવવામાં આવે ત્યારે પરિવારના સભ્યોએ લાગણીવશ વર્તન કરવાને બદલે ચતુરાઈભર્યું વર્તન કરવું હિતાવહ છે. આગળ તેઓએ જણાવ્યું હતું કે, “આપણા અને અન્ય ધર્મોના ધર્મગ્રંથોનું વાંચન – ચર્ચા, ધાર્મિકસ્થળોની મુલાકાત અને રિતરીવાજોની સમજ તેમજ બંને પક્ષના સગા-વ્હાલાના ઘરે જઈને ત્યાંનું વાતાવરણ અને વર્તનનું ઊંડું નિરીક્ષણ જેવી મહત્વની બાબતો આંતરધર્મી લગ્ન ઇચ્છુક વ્યક્તિને કરવા દેવું એ જ આ સમસ્યાનો સચોટ ઉકેલ અને સમાધાન છે.”

    નોંધનીય છે કે ડૉ. દિલીપભાઈ અમીન Interfaithshadi.org અને Hinduspeakers.org વેબસાઈટના સ્થાપક, આંતરધર્મી લગ્નો બાબતે 3 સંશોધનાત્મક અને સમાધાન શોધક પુસ્તકોના લેખક અને વૈજ્ઞાનિક છે. PATHOES ના કટાર લેખક એવા દિલીપભાઈએ તેમના 18 વર્ષ અને 1200 આંતરધર્મી લગ્નો ના અભ્યાસ બાદ, આવા લગ્નોમાં સમાનતાને પાયાની બાબત ગણાવી હતી.

    આમ અમદાવાદમાં આવા ખુબ જટિલ પરંતુ અગત્યના વિષયને લઈને લાંબી ગોષ્ઠિ યોજાઈ હતી અને પોતાના ફિલ્ડમાં અગ્રેસર એવા વક્તાઓએ પોતાના વિચાર વાચકો સામે મૂકીને તેમને વિચારતા કરી દીધા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં