Wednesday, November 6, 2024
More
    હોમપેજગુજરાતસાબરમતી રિવરફ્રન્ટ પર બનશે અમ્યુઝમેન્ટ પાર્ક: અટલ બ્રિજ પાસે 45,000 સ્કેવરમીટર જગ્યાને...

    સાબરમતી રિવરફ્રન્ટ પર બનશે અમ્યુઝમેન્ટ પાર્ક: અટલ બ્રિજ પાસે 45,000 સ્કેવરમીટર જગ્યાને રી-ક્રિએશન એન્ડ કલ્ચરલ હબ તરીકે વિકસાવવામાં આવશે

    AMCના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બિડર્સ પાસેથી પ્રપોઝલ્સ મંગાવશે. જે બાદ ક્વોલિફાય થયેલા બિડરને સાબરમતી રિવરફ્રન્ટના ઈસ્ટના અંત ભાગમાં તેમજ અટલબ્રિજની સામે સરદાર તથા એલિસબ્રિજની વચ્ચે 45,600 સ્કેવરમીટર જગ્યા 30 વર્ષની લિઝ પર આપવામાં આવશે.

    - Advertisement -

    અમદવાદના નાગરિકોને વધુ એક ફરવાલાયક સ્થળ મળવા જઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતી રિવરફ્રન્ટ પર અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની વિચારણા કરી રહ્યું છે. AMCએ અટલ બ્રિજ પાસેની 45,000 સ્કેવરમીટર જગ્યાને રી-ક્રિએશન એન્ડ કલ્ચરલ હબ તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે. આ આખા પ્રોજેક્ટ માટે બિડ પદ્ધતિથી ડેવલોપરનું ચયન કરવામાં આવશે, જે અંતર્ગત 1 જાન્યુઆરી 2024ના રોજ બિડ ઓપન કરવામાં આવશે.

    અહેવાલો અનુસાર AMCના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બિડર્સ પાસેથી પ્રપોઝલ્સ મંગાવશે. જે બાદ ક્વોલિફાય થયેલા બિડરને સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વના અંત ભાગમાં તેમજ અટલબ્રિજની સામે સરદાર તથા એલિસબ્રિજની વચ્ચે 45,600 સ્કેવરમીટર જગ્યા 30 વર્ષની લીઝ પર આપવામાં આવશે. આ જગ્યા પર આઉટડોર-ઈન્ડોર રોલર કોસ્ટર, સિમ્યુલેટર રાઈડસ, એડવેન્ચર ઝોન, વિવિધ પ્રકારની ગેમ્સ, કિડ્સ ઝોન, સ્નોપાર્ક, સોફટપ્લે એરિયા, ટ્રેમ્પોલીન પાર્ક, વિશાળ ફેરી વ્હીલ્સ સહિતની વિવિધ એક્ટીવીટી શરૂ કરવામાં આવશે.

    નોંધનીય છે કે આના માટે અનુભવી બિડરને પ્રાથમિકતા આપવામાં આવશે. જોકે આ સમગ્ર પ્રોજેક્ટ માટે જે બિડરની પસંદગી કરવામાં આવશે તેમને વિશાળ ફેરીવ્હીલ્સ લગાવવા એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાની મંજૂરી પણ લેવાની રહેશે, આ સાથે જ બિડરે અમ્યુઝમેન્ટ પાર્કને લઈને જરૂરી પરવાનગીઓ પણ લેવાની રહેશે. જે પણ બિડરને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવશે તેને સંપૂર્ણ મેન્ટેનન્સની જવાબદારી પણ ઉપાડવાની રહેશે.

    - Advertisement -

    અહેવાલો અનુસાર આ આખા પ્રોજેક્ટને 75 થી 100 કરોડના ખર્ચે ઉભો કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જે કંપનીને જગ્યા લીઝ પર આપવામાં આવશે તેમને અમ્યુકોને વાર્ષિક 45.60 લાખ ભાડા પેટે ચુકવવા પડશે. આ સાથે જ ડેવલોપરે એન્ટરટેઇનમેન્ટ હબ વિકસિત કરીને તેનો રખરખાવ પણ કરવાનો રહેશે. સાથે જ આ આખા તે કંપનીએ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને રેવન્યુ પણ શેર કરવાની રહેશે. આ આખા પ્રોજેક્ટથી અમદાવાદ રિવરફ્રન્ટની કાયાપલટ થઇ જશે. સાબરમતી રિવરફ્રન્ટ પર અમ્યુઝમેન્ટ પાર્ક બનવાથી સહેલાણીઓને ફરવા માટે વધુ એક સ્થળ મળશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં