Friday, November 22, 2024
More
    હોમપેજદેશદેશભરમાં મોંઘું થયું અમૂલનું દૂધ, પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો: GCMMFનો નિર્ણય,...

    દેશભરમાં મોંઘું થયું અમૂલનું દૂધ, પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો: GCMMFનો નિર્ણય, 3 જૂનથી દેશની બધી માર્કેટોમાં લાગુ થશે નવી કિંમત

    અમૂલ દૂધના ભાવ વધારા સાથે તે તમામ વસ્તુઓના પણ ભાવ વધી જશે, જેનું ઉત્પાદન દૂધમાંથી થઈ રહ્યું છે. દૂધ દ્વારા બનતી તમામ ખાદ્ય વસ્તુઓના ભાવ પણ આગામી ટૂંક સમયમાં વધી જશે. તેની સાથે સંકળાયેલી અન્ય ડેરી પ્રોડક્ટ્સમાં પણ ભાવ વધારો લાગુ થશે.

    - Advertisement -

    દેશભરમાં અમૂલ દૂધના ભાવમાં વધારો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. વિવિધ દૂધમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ સહિતના તમામ પેકિંગ પર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 3 જૂનથી દેશભરની તમામ માર્કેટોમાં લાગુ પડી જશે. અમૂલના દૂધમાં વધારો કરવા અંગે દૂધ વિતરણ અને વેચાણ સાથે સંકળાયેલા લોકોને પણ માહિતી આપી દેવામાં આવી છે. GCMMFના નિર્ણય બાદ આખા દેશમાં આ નવો ભાવ લાગુ થશે.

    લોકસભા ચૂંટણીના પરિણામ 4 જૂનના રોજ આવવાના છે. તે પહેલાં 3 જૂને અમૂલ દૂધના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 3 જૂનથી જે પણ લોકો અમૂલ દૂધની ખરીદી કરશે તેને પ્રતિ લિટર 2 રૂપિયા વધુ આપવા પડશે. GCMMF (Gujarat Cooperative Milk Marketing Federation)એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, 2 રૂપિયા પ્રતિ લિટરના વધારાનો અર્થ MRPમાં 3થી 4 ટકાનો વધારો દર્શાવે છે, જે સરેરાશ ખાદ્ય મોંઘવારી કરતાં ઘણો ઓછો છે.

    સાથે એ પણ નોંધવું જોઈએ કે, અમૂલ દૂધના ભાવ વધારા સાથે તે તમામ વસ્તુઓના પણ ભાવ વધી જશે, જેનું ઉત્પાદન દૂધમાંથી થઈ રહ્યું છે. દૂધ દ્વારા બનતી તમામ ખાદ્ય વસ્તુઓના ભાવ પણ આગામી ટૂંક સમયમાં વધી જશે. તેની સાથે સંકળાયેલી અન્ય ડેરી પ્રોડક્ટ્સમાં પણ ભાવ વધારો લાગુ થશે. અમૂલના નવા ભાવ પ્રમાણે અમૂલ ગોલ્ડ 500 મિલીના હવે 32ની જગ્યાએ 33 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ તાજા 500 મિલીના 26થી વધારીને 27 થઈ જશે. અમૂલ શક્તિ 500 મિલીના 29થી વધીને 30 થઈ જશે.

    - Advertisement -

    અમૂલ દૂધની કિંમતોમાં વધારો 14 મહિના પછી થયો છે. કારણ કે, 1 એપ્રિલ 2023ના રોજ ગુજરાતમાં અમૂલ દૂધના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયા વધારવામાં આવ્યા હતા. સામાન્ય રીતે કંપનીઓ દૂધના ભાવ વધારવા માટેના કારણો દર્શાવતી નથી. પરંતુ પરિવહન ખર્ચ, ઉનાળાની ઋતુમાં ઘાસચારાની અછત વગેરેને લઈને ભાવ વધારો થયો છે. તે સિવાય અન્ય પણ ઘણા કારણો હોય શકે છે, જેના કારણે દૂધના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત દૂધ ઉત્પાદક સંઘો અને સહકારી મંડળીઓ પણ કંપનીઓ પાસેથી ખેડૂતોને દૂધ માટે અપાતાં ભાવમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં