Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપંજાબના સાંસદ સિમરનજીત સિંહ માને કહ્યું- ‘અમૃતપાલે સરેન્ડર કરવાને બદલે પાકિસ્તાન ભાગી...

    પંજાબના સાંસદ સિમરનજીત સિંહ માને કહ્યું- ‘અમૃતપાલે સરેન્ડર કરવાને બદલે પાકિસ્તાન ભાગી જવું જોઈએ’, 1984ના શીખવિરોધી રમખાણો વિશે કરી ટિપ્પણી

    માનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે બૈસાખી પહેલાં ‘વારિસ પંજાબ દે' ચીફ અમૃતપાલ સિંઘ સરેન્ડર કરી શકે છે.

    - Advertisement -

    લોકસભા સાંસદ અને શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના વડા સિમરનજીત સિંહ માને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને લઈને ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. સિમરનજીત સિંહે અમૃતપાલને આત્મસમપર્ણ કરવાને બદલે પાકિસ્તાન જવાની સલાહ આપી છે. તેમણે એવું કહ્યું કે, અમૃતપાલે રાવી નદી પર કરીને પાકિસ્તાન જવું જોઈએ. નોંધનીય છે કે સિમરનજીત સિંહ પણ ખાલિસ્તાન સમર્થક છે.

    લોકસભા સાંસદે કહ્યું કે, અમે પણ 1984માં પાકિસ્તાન ગયા હતા અને ઉમેર્યું કે, “જો અમૃતપાલ પાકિસ્તાન ભાગી જવાનું નક્કી કરે, તો તે શીખ ઈતિહાસ દ્વારા વાજબી ગણવામાં આવશે કારણકે તેનો જીવ જોખમમાં છે અને સરકાર અમારા પર અત્યાચાર કરી રહી છે.”

    તેમણે આ ટિપ્પણી 1984ના શીખ રમખાણોના સંદર્ભે કરી હતી. જરનૈલસિંહ ભિંડરાંવાલે અને અન્ય ખાલિસ્તાની આતંકવાદીઓને ખતમ કરવા માટે ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ઓપરેશન બ્લુ સ્ટારનો આદેશ આપ્યો હતો. બાદમાં શીખ અંગરક્ષકોએ તેમની હત્યા કરી હતી અને પછીથી 1984નો શીખ હત્યાકાંડ થયો હતો.

    - Advertisement -

    ઓપરેશન બ્લુ સ્ટારનું નિરીક્ષણ કરનારા લેફ્ટનન્ટ જનરલ કે.એસ. બ્રારના જણાવ્યા મુજબ, “એ વખતે પાકિસ્તાન ખાલિસ્તાની અલગાવવાદીઓને મદદ કરીને નવા દેશને માન્યતા આપે એવી શક્યતા પ્રબળ હતી.”

    18 માર્ચથી ફરાર છે અમૃતપાલ સિં

    માનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે બૈસાખી પહેલાં ‘વારિસ પંજાબ દે’ ચીફ અમૃતપાલ સિંઘ અમૃતસરમાં અકાલ તખ્ત, ભટિંડામાં તખ્ત દમદમા સાહિબ અથવા આનંદપુર સાહિબના તખ્ત કેશગઢ સાહિબમાં સરેન્ડર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, પંજાબ પોલીસે 18 માર્ચના રોજ અમૃતપાલ સિંહ અને તેના સાથીઓ વિરુદ્ધ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારથી જ અમૃતપાલ ફરાર છે અને છેલ્લા 48 કલાકથી અમૃતસરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

    અમૃતપાલના પરિવારના સભ્યો જલ્લુપુર ખેડામાં તેમના ઘરમાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે. તેમણે કથિત રીતે બે દિવસ સુવર્ણ મંદિરમાં વિતાવ્યા હતા. 14 એપ્રિલે બૈસાખી પર ‘સરબત ખાલસા’ (શીખોની મંડળી)ની બેઠક બોલાવવા માટે અમૃતપાલે વિડીયો મારફતે શીખોની સર્વોચ્ચ રાજકીય સંસ્થા ‘અકાલ તખ્ત’ના વડાને વિનંતી કરી હતી. તેણે આ વિડીયો ઉત્તર પ્રદેશમાં રેકોર્ડ કર્યો હોવાનું અને યુનાઈટેડ કિંગડમથી અપલોડ કર્યો હોવાનું કહેવાય છે.

    તેણે શીખ લોજ જલંધર ડેરા, જ્યાં તે રોકાયો હતો ત્યાંના વાહનમાં અમૃતસરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. તે પપલપ્રીત સિંહની મદદથી 27 માર્ચે શહેરમાં પ્રવેશ્યો હતો અને તેઓ મહારાષ્ટ્રના નાંદેડમાં તખ્ત હુઝૂર સાહેબ સાથે સંકળાયેલા લોજમાં રહ્યા હતા. ત્યારબાદ બંને એક આંતરરાષ્ટ્રીય ચેનલને ઇન્ટરવ્યૂ આપવા માટે ટોયોટા ઇનોવામાં હોશિયારપુર ગયા હતા. જોકે, પંજાબની કાઉન્ટર-ઇન્ટેલીજન્સ વિંગને આ પ્લાન વિશે ખબર પડી ગઈ અને તેમણે કારનો પીછો કર્યો હતો.

    અમૃતપાલ અને પપલપ્રીત મારુતિ સ્વીફ્ટ કારમાં ભાગી નીકળ્યા, પણ પોલીસે ડેરાના બે માણસોની ધરપકડ કરી હતી, જેઓ બીજી કારમાં હતા. આ ઈસમો જે ટોયોટા ઇનોવાને હોશિયારપુર લઈ ગયા હોવાનું કહેવાય છે તેનો રજીસ્ટ્રેશન નંબર બોગસ નીકળ્યો હતો. હવે પોલીસ મારુતિ સ્વીફ્ટને શોધી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં