Sunday, September 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનવા CCTV ફૂટેજમાં પંજાબના પટિયાલામાં દેખાયો ભાગેડુ ખાલિસ્તાની અમૃતપાલ સિંહ: પોલીસે જમ્મુમાંથી...

    નવા CCTV ફૂટેજમાં પંજાબના પટિયાલામાં દેખાયો ભાગેડુ ખાલિસ્તાની અમૃતપાલ સિંહ: પોલીસે જમ્મુમાંથી સહયોગી અમરીક સિંહની કરી અટકાયત

    સીસીટીવી ફૂટેજ 20 માર્ચે રેકોર્ડ કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. અમૃતપાલ ત્યાં એક સંબંધીના ઘરે છુપાયેલો હોવાનું કહેવાય છે.

    - Advertisement -

    ભાગેડુ ખાલિસ્તાન સમર્થક અલગતાવાદી નેતાની હિલચાલની ચકાસણી કરતા વિવિધ CCTV વીડિયો હોવા છતાં, પંજાબ પોલીસ હજુ સુધી અમૃતપાલ સિંહને પકડવામાં અસમર્થ છે. આઠ દિવસ પછી, તે હજુ પણ શોધી શકાયો નથી. એક નવું CCTV ફૂટેજ બહાર આવ્યું છે જેમાં તે પંજાબના પટિયાલાની શેરીઓમાં ચાલતો જોવા મળે છે.

    કેટલાક મીડિયા હાઉસે અહેવાલ આપ્યો છે કે સીસીટીવી ફૂટેજ 20 માર્ચના રોજ રેકોર્ડ કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે, કેટલાકનું કહેવું છે કે તે 19 માર્ચનો હોય તેવું પણ સંભવ છે. અમૃતપાલ ત્યાં એક સંબંધીના ઘરે છુપાયેલો હોવાનું કહેવાય છે.

    વિડીયોમાં, ભાગેડુ ‘વારિસ પંજાબ દે’ ચીફને મરૂન પાઘડી, સનગ્લાસ અને જેકેટ પહેરીને જતો જોઈ શકાય છે. સફેદ કપડાથી મોઢું ઢાંકીને બેગ લઈને પંજાબના પટિયાલાની શેરીઓ પર ફરતા કેમેરામાં પકડાઈ ગયો હતો.

    - Advertisement -

    NDTVએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે વીડિયોમાં જાણવા મળ્યું છે કે તે અમૃતસરથી હરિયાણાના કુરુક્ષેત્ર જવા રવાના થયો હતો અને ત્યાંથી રાષ્ટ્રીય રાજધાની તરફ રવાના થયો હતો. તે ગઈકાલે બસ ટર્મિનલ પર કથિત રીતે સાધુ તરીકે ઉતર્યો હતો.

    આજે સવારથી, દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર છે કારણ કે વારિસ પંજાબ દે નેતા રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશ્યો હોવાની શંકા છે. દિલ્હી અને પંજાબ પોલીસની ટીમો દિલ્હીના કાશ્મીરી ગેટ પાસે ઇન્ટર સ્ટેટ બસ ટર્મિનલ પર સીસીટીવી વીડિયોનું વિશ્લેષણ કરી રહી છે.

    અમૃતપાલના સાથીઓની ધરપકડ સતત ચાલુ

    દરમિયાન, જમ્મુ પોલીસે જમ્મુના આરએસ પુરા વિસ્તારમાંથી એક અમરીક સિંહની અટકાયત કરી છે. તે 18 માર્ચ પહેલા અમૃતપાલના સંપર્કમાં હતો.

    વધુમાં, NIAએ દહેરાદૂનમાં એક મહિલાની અટકાયત કરી જે અમૃતપાલની મદદગાર છે. ન્યૂઝ18 અનુસાર તે લાંબા સમયથી મહિલા અમૃતપાલના અભિયાન સાથે જોડાયેલી હતી.

    પોલીસની શોધખોળ હજુ યથાવત

    મંગળવારે, 21 માર્ચના રોજ, પંજાબ પોલીસે, જે ખાલિસ્તાની તરફી ઉપદેશક અમૃતપાલ સિંહને સખત રીતે શોધી રહી છે, તેણે અલગ-અલગ પોશાકમાં તેના થોડા ફોટોગ્રાફ્સ જાહેર કર્યા અને તેને ઓળખવા માટે મદદ માંગી હતી.

    “અમૃતપાલ સિંહની વિવિધ પોશાકમાં ઘણી તસવીરો છે. અમે આ તમામ તસવીરો બહાર પાડી રહ્યા છીએ. હું તમને વિનંતી કરું છું કે તમે લોકોને તે બતાવો જેથી લોકો અમને આ કેસમાં તેની ધરપકડ કરવામાં મદદ કરી શકે,” પંજાબના આઈજીપી સુખચૈન સિંઘ ગિલે કહ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં