Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખાલિસ્તાની આતંકી ભિંડરાંવાલે જેવો દેખાવા માંગતો હતો અમૃતપાલ, સર્જરી કરાવવા જ્યોર્જિયા પણ...

    ખાલિસ્તાની આતંકી ભિંડરાંવાલે જેવો દેખાવા માંગતો હતો અમૃતપાલ, સર્જરી કરાવવા જ્યોર્જિયા પણ ગયો હતો: ફરી વહેતી થઇ આત્મસમર્પણ કરે તેવી અટકળો

    તેના એક સહયોગીએ પોલીસને જણાવ્યું હતું કે અમૃતપાલને પોતાનો દેખાવ ખાલિસ્તાની આતંકી ભિંડરાંવાલે જેવો કરવો હતો અને તેના માટે તે જ્યોર્જિયા ખાતે સર્જરી કરાવવા પણ ગયો હતો.

    - Advertisement -

    ‘વારિસ પંજાબ દે’ ચીફ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ હજુ પણ ફરાર છે. હાલ પંજાબ પોલીસ અને એજન્સીઓ તેને શોધી રહી છે, જેની વચ્ચે એક નવો ખુલાસો સામે આવ્યો છે. અમૃતપાલને પોતાનો દેખાવ ખાલિસ્તાની આતંકી જરનૈલસિંઘ ભિંડરાંવાલે જેવો કરવો હતો. જેના માટે તે જ્યોર્જિયા ખાતે સર્જરી કરાવવા પણ ગયો હતો તેવી માહિતી પોલીસને તપાસ દરમિયાન મળી છે. આ બધા વચ્ચે અમૃતપાલ આત્મસમર્પણ કરે તેવી અટકળો પણ વહેતી થઇ છે.

    પંજાબ પોલીસ અને એજન્સીઓ સતત અમૃતપાલના મળતિયાઓની પૂછપરછ કરી રહી છે. તેવામાં તેના એક સહયોગીએ પોલીસને જણાવ્યું હતું કે અમૃતપાલને પોતાનો દેખાવ ખાલિસ્તાની આતંકી ભિંડરાંવાલે જેવો કરવો હતો અને તેના માટે તે જ્યોર્જિયા ખાતે સર્જરી કરાવવા પણ ગયો હતો. આ માહિતી આસામની દિબ્રુગઢ જેલમાં બંધ અમૃતપાલ સિંઘના સાથી દ્વારા આપવામાં આવી હોવાનું પણ રિપોર્ટ્સમાં જણાવાયું છે.

    અમૃતપાલ સિંઘ છેલ્લાં 10-12 વર્ષથી દુબઈમાં રહેતો હતો અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. 2021માં ‘વારિસ પંજાબ દે’ના સ્થાપક દીપ સિદ્ધુના અવસાન બાદ તે ભારત આવી ગયો હતો અને સંગઠનનો વડો બની ગયો હતો. ભારત આવતાંની સાથે જ તેણે જાહેર કરી દીધું હતું કે તે ભિંડરાંવાલેથી ખૂબ પ્રભાવિત છે. તેના કારણે જ તેને પોતાનો દેખાવ ભિંડરાંવાલે જેવો કરવો હતો. જેના માટે તે કોસ્મેટીક સર્જરી કરાવવા જ્યોર્જિયામાં 2 મહિના સુધી રહ્યો હતો.

    - Advertisement -

    વાદળી પાઘડી પહેરવી, ભિંડરાંવાલે જેવાં કપડાં પહેરવાં અને તેના આતંકના પગલે જ ચાલવું તેના પરથી જ અમૃતપાલની ભિંડરાંવાલે જેવા દેખાવવાની સનક સાબિત થતી હતી. પરંતુ જ્યોર્જિયા જઈને કોસ્મેટીક સર્જરી કરાવવાની વાત સામે આવતાની સાથે જ તેની કટ્ટરતાની સીમા પામી જનાર ભારતીય સુરક્ષા એજન્સીઓએ તપાસને વધુ ગંભીરતાથી આગળ વધારી છે.

    અમૃતપાલ આત્મસમર્પણ કરે તેવી અટકળો વધુ તેજ

    આ બધા વચ્ચે આજે (7 એપ્રિલ 2023) દમદમા સાહેબ ખાતે શ્રી અકાલ તખ્તના જત્થેદાર જ્ઞાની હરપ્રીત સિંહ તરફથી એક વિશેષ સભા બોલાવવામાં આવી હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. દરમિયાન અટકળો વહેતી થઇ છે કે છેલ્લા 20-22 દિવસથી પોલીસના ડરથી ભાગતો અમૃતપાલ સિંઘ દમદમા સાહિબ ખાતે આવીને આત્મસમર્પણ કરી શકે છે. જેને લઈને તલવંડી સાબોમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

    આ પહેલાં અમૃતપાલે એક વિડીયો જાહેર કરીને જત્થેદાર પાસે સરબત ખાલસા બોલાવવાની માંગ કરી હતી, પરંતુ શ્રી અકાલ તખ્તના જત્થેદાર જ્ઞાની હરપ્રીત સિંહે તે પગલું ન ભરતાં આજે વિશેષ સભા બોલાવી હતી. તો બીજી તરફ પોલીસનો તેવો પ્રયત્ન છે કે અમૃતપાલ કોઈ પણ ધાર્મિક સ્થળમાં પ્રવેશ ન મેળવે. જેના માટે પોલીસ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં