Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત, કહ્યું- સહારામાં પૈસા રોકનાર 10...

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત, કહ્યું- સહારામાં પૈસા રોકનાર 10 કરોડ રોકાણકારોને આગામી 3-4 મહિનામાં વ્યાજ સહિત મૂડી પાછી મળશે

    ઉત્તરાખંડના હરિદ્વારમાં સહકારિતા વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પોતાના સંબોધન વખતે ગૃહમંત્રીએ આ જાહેરાત કરી હતી.

    - Advertisement -

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે (30 માર્ચ 2023) એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સહારામાં પૈસા રોકનાર 10 કરોડ રોકાણકારોને વ્યાજ સહિતની મૂડી પછી મળશે. સહારા ગ્રુપની 4 અલગ-અલગ સમિતિઓમાં રોકાણ કરનારા લોકો માટે અગત્યની જાહેરાત કરતા તેમણે એમ પણ ઉમેર્યું કે રોકાણકારોને તેમના પૈસા વ્યાજ સાથે ચૂકવવામાં આવશે. ઉત્તરાખંડના હરિદ્વારમાં સહકારિતા વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પોતાના સંબોધન વખતે ગૃહમંત્રીએ આ જાહેરાત કરી હતી.

    અમિત શાહે સહારામાં પૈસા રોકનાર 10 કરોડ રોકાણકારોને તેમની મૂડી વ્યાજ સહિત પરત આપવા મુદ્દેના તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, “સહારા ગ્રુપની 4 કૉપરેટીવ સોસાયટીમાં જે-જે લોકોએ પોતાના રૂપિયા રોક્યા હતા, તેમને તેમને પૈસા કે વ્યાજ ચૂકવવામાં નહોતું આવતું. પરંતુ હવે સહકારિતા મંત્રાલયની પહેલથી સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે, જે બાદ લગભગ 10 કરોડ લોકોને તેમના પૈસા વ્યાજ સહિત પરત આપવામાં આવશે. હું આ કાર્યક્રમના માધ્યમથી દેશભરના સહારા કૉ-ઑરેટીવના રોકાણકારોને કહેવા માગું છું કે આપ સેન્ટ્રલ રજીસ્ટાર કૉપરેટીવ સોસાયટીને તમારો ડિમાન્ડ મોકલી આપો. ખરાઈ બાદ 3-4 મહિનામાં જ તમારા પૈસા પરત આપવાની વ્યવસ્થા થઈ જશે.”

    ઉલ્લેખનીય છે કે સહારા ગ્રૂપની ચાર સમિતિઓ છે, જેમાં સહારા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ, સહારન યુનિવર્સલ મલ્ટિપર્પઝ સોસાયટી લિમિટેડ, હમારા ઇન્ડિયા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને સ્ટાર્સ મલ્ટિપર્પઝ કોઓપરેટિવ સોસાયટીનો સમાવેશ થાય છે. જેમાં 10 કરોડ જેટલાં રોકાણકારોના નાણા ફસાયેલા છે. તેઓ સતત તેમના નાણાં અંગે ફરિયાદો કરતા રહ્યા હતા, પરંતુ ઘણા વર્ષો સુધી કોઈ ઉકેલ આવ્યો ન હતો. તેવામાં કેન્દ્ર દ્વારા કોર્ટમાં એક જાહેરહિતની અરજી દાખલ કરીને આવેદન કર્યું હતું કે સહારા ગ્રુપ તરફથી બજાર નિયામક સેબી પાસે જમા કરાવવામાં આવેલ 24,000 કરોડ રૂપિયામાંથી 5000 કરોડ રૂપિયા રોકાણકારોને ફાળવવામાં આવે.

    - Advertisement -

    આ પીઆઈએલ પિનાકી પાણી મોહંતી નામના વ્યક્તિએ દાખલ કરી હતી. અરજીમાં વિવિધ ચિટફંડ કંપનીઓ અને સહારા ક્રેડિટ કંપનીઓમાં રોકાણ કરનારા રોકાણકારોને ચુકવણી કરવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. હવે કોર્ટના નિર્દેશ બાદ સરકારે રોકાણકારોને આશા બંધાવી છે કે તેઓ તેમના પૈસા પરત મળશે. અમિત શાહની જાહેરાત પહેલા બુધવારે (29 માર્ચ 2023) સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જાણકારી આપી હતી કે હવે રોકાણકારોના પૈસા 9 મહિનાની અંદર મળી જશે. તેવામાં અમિત શાહે કરેલી જાહેરાત રોકાણકારો માટે રાહત આપનારી સાબિત થશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં