Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચાર દિવસમાં પચાસ કરોડ પણ કમાઈ ન શકી ‘લાલ સિંઘ ચઢ્ઢા’: આઘાતમાં...

    ચાર દિવસમાં પચાસ કરોડ પણ કમાઈ ન શકી ‘લાલ સિંઘ ચઢ્ઢા’: આઘાતમાં આમિર ખાન, ડિસ્ટ્રીબ્યુટરોએ માંગ્યું વળતર

    આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંઘ ચઢ્ઢા' ચાર દિવસમાં માત્ર 37 કરોડ રૂપિયાની જ કમાણી કરી શકી છે.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર થયેલા બહિષ્કારની એવી અસર થઇ કે આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ ‘લાલ સિંઘ ચઢ્ઢા’ બિલકુલ ચાલી નહીં અને ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યંત નબળું પ્રદર્શન કર્યું. ફિલ્મે ચાર દિવસમાં માત્ર 38 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બીજી તરફ જાણવા મળ્યું છે કે, ફિલ્મની નિષ્ફ્ળતાને કારણે અભિનેતા આમિર ખાન આઘાતમાં સરી પડ્યા છે! 

    આમિર ખાન અને તેમની પૂર્વ પત્ની કિરણ રાવ સાથે કામ કરી ચૂકેલા તેમના એક નજીકના મિત્રે જણાવ્યું હતું કે ફિલ્મ નિષ્ફ્ળ જવાના કારણે આમિર ખાન પર બહુ મોટી અસર થઇ છે. તેમણે જણાવ્યું, “આમિર ખાને લાલ સિંઘ ચઢ્ઢા માટે બહુ મહેનત કરી હતી. પ્રયત્નો એવા હતા કે ફોરેસ્ટ ગમ્પનું શ્રેષ્ઠ વર્ઝન લોકો સમક્ષ મૂકવામાં આવે. પરંતુ રિલીઝ બાદ લોકો તરફથી મળેલી પ્રતિક્રિયઓએ આમિર ખાન પર બહુ માઠી અસર કરી છે. જેનાથી તેઓ આઘાતમાં સરી પડ્યા છે. 

    બીજી તરફ, ‘લાલ સિંઘ ચઢ્ઢા’ ફ્લૉપ જવાના કારણે ડિસ્ટ્રીબ્યુટરોને પણ બહુ નુકસાન ગયું છે. રિપોર્ટ અનુસાર, તેમણે નિર્માતાઓ પાસેથી વળતરની માંગ કરી છે. આમિર ખાન ફિલ્મના સહ-નિર્માતા પણ હોવાથી તેમણે આ ફિલ્મ ફ્લૉપ જવાની જવાબદારી લીધી છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ અધિકારીક નિવેદન આપવામાં આવ્યું નથી. 

    - Advertisement -

    ડિસ્ટ્રીબ્યુટરોનું કહેવું છે કે આ ફિલ્મ ફ્લૉપ ગયા બાદ તેમને ખૂબ નુકસાન થયું છે અને મોટો આર્થિક ફટકો પડ્યો છે. રિપોર્ટ અનુસાર, હવે નિર્માતાઓ આ ડિસ્ટ્રીબ્યુટરોના નુકસાનની ભરપાઈ કરવા માટેની તૈયારી કરી રહ્યા છે. 

    ઉલ્લેખનીય છે કે રક્ષાબંધન જેવા રજાના દિવસે રિલીઝ કરવામાં આવી હોવા છતાં આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંઘ ચઢ્ઢા’ને ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. જે બાદ પણ રજાઓ હોવા છતાં અને વિક-એન્ડ હોવા છતાં લોકો ફિલ્મ જોવા નહીં ગયા અને અત્યાર સુધીમાં ફિલ્મ 50 કરોડનો આંકડો પણ પાર કરી શકી નથી. 

    પહેલા દિવસે ફિલ્મે 11.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે શુક્રવારે 7.26 કરોડ, ત્રીજા દિવસે શનિવારે 8.75 કરોડ અને રવિવારે 10.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રવિવારે રજાના દિવસે પણ ઓક્યુપેન્સી માત્ર 17 ટકા રહી હતી. હવે રજાના દિવસે પૂર્ણ થવા પર છે ત્યારે ફિલ્મ વધુ ખાસ કમાણી કરે તેની શક્યતાઓ નહીંવત દેખાઈ રહી છે.

    આમિર ખાનનાં નિવેદનો અને ફિલ્મોના કારણે આ ફિલ્મનો શરૂઆતથી જ સોશિયલ મીડિયા પર બહિષ્કાર ચાલી રહ્યો હતો. જોકે, ફિલ્મ રિલીઝ થઇ ત્યારે આ બહિષ્કારની અસર ગ્રાઉન્ડ પર પણ જોવા મળી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં