Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆમિર ખાનની આગામી ફિલ્મના લેખક ચર્ચામાં: કહ્યું હતું- ‘હું હિંદુ નથી’, ભારતને...

    આમિર ખાનની આગામી ફિલ્મના લેખક ચર્ચામાં: કહ્યું હતું- ‘હું હિંદુ નથી’, ભારતને રાષ્ટ્ર માનવાનો કર્યો હતો ઇનકાર

    લેખક અને અભિનેતા અતુલ કુલકર્ણી હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, તેનું કારણ તેમનાં કેટલાંક જૂનાં ટ્વિટ છે.

    - Advertisement -

    આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાલ સિંઘ ચઢ્ઢા’નો બહિષ્કાર થઇ રહ્યો છે ત્યારે હવે ફિલ્મના લેખક પણ ચર્ચામાં આવ્યા છે. આ ફિલ્મ અતુલ કુલકર્ણીએ લખી છે. તેમનાં અમુક ટ્વિટ વાયરલ થઇ રહ્યાં છે અને જે બાદ ફિલ્મના બહિષ્કારની માંગ વધુ ઉઠી રહી છે. 

    અતુલ કુલકર્ણીનું એક જૂનું ટ્વિટ વાયરલ થઇ રહ્યું છે. જેમાં તેઓ જણાવે છે કે તેઓ પોતાને હિંદુ માનતા નથી. ડિસેમ્બર 2013માં તેમણે કરેલું એક ટ્વિટ હવે વાયરલ થઇ રહ્યું છે. જેમાં તેઓ એક યુઝરને ટેગ કરીને પૂછે છે કે તમને એવું શા માટે લાગે છે કે હું હિંદુ છું? 

    આ ઉપરાંત, અન્ય એક ટ્વિટમાં અતુલ કુલકર્ણીએ યુઝરોને ટેગ કરીએ લખ્યું હતું કે, હિંદુસ્તાન શબ્દમાં ‘હિંદુ’ શબ્દનો અર્થ હિંદુ ધર્મ થતો નથી. 

    - Advertisement -

    લાલ સિંઘ ચઢ્ઢા ફિલ્મના લેખક અને અભિનેતા તરીકે પણ કામ કરી ચૂકેલા અતુલ કુલકર્ણી પોતાને નાસ્તિક ગણાવે છે. એક ટ્વિટમાં તેમણે કટાક્ષ કરીને કહ્યું હતું કે, ધાર્મિક સંગઠનો નાસ્તિકોના વિરોધી છે. તો શું હવે આને ગુનો સાબિત કરવા માટે તેઓ કોર્ટમાં અરજી પણ કરશે? જો તેમ થાય તો હું જલ્દીથી જેલમાં જઈશ. 

    એક યુઝરે અતુલ કુલકર્ણી અને આમિર ખાનની વર્ષો પહેલાંની તસ્વીર શૅર કરી હતી, અને લખ્યું હતું કે, તેમણે (અતુલ) કથિત પર્યાવરણ કાર્યકર્તા મેધા પાટકર અને આમિર ખાન સાથે નર્મદા બચાવો આંદોલનમાં પણ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે નર્મદા નદી પર સરદાર સરોવર બંધનું બાંધકામ અટકાવવા માટે મેધા પાટકર અને સાથીદારોએ ‘નર્મદા બચાવો આંદોલન’ શરૂ કર્યું હતું, જેમાં આમિર ખાન અને અતુલ કુલકર્ણી વગેરે પણ જોડાયા હતા. 

    આમિર ખાનની આગામી ફિલ્મના લેખક ભારત વિશે એ જ વિચારો ધરાવે છે, જે રાહુલ ગાંધીના વિચારો છે. રાહુલ ગાંધીએ થોડા સમય પહેલાં કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં એક કાર્યક્રમમાં વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ભારત ‘યુનિયન ઑફ સ્ટેટ્સ’ એટલે કે રાજ્યોનો સંઘ માત્ર છે. આ જ વિચાર અતુલ કુલકર્ણીના પણ છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું હતું કે, ભારત એ રાજ્યોનો સંઘ છે. અને આ બાબત તેની રચના સમયે જ રાજનીતિક માળખાંમાં લાગુ કરવામાં આવવી જોઈતી હતી. 

    ઉલ્લેખનીય છે કે આમિર ખાન અને કરીના કપૂર ખાન અભિનીત ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢા આગામી સપ્તાહે થીયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જોકે, તે પહેલાં જ સોશિયલ મીડિયા ઉપર સતત ફિલ્મનો બહિષ્કાર થઇ રહ્યો છે. આ ફિલ્મ 1994ની એક વિદેશી ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની રિમેક છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં