Thursday, May 2, 2024
More
    હોમપેજદુનિયાડોગની એક પ્રજાતિ પર પ્રતિબંધ મૂકી રહી છે UK સરકાર, પીએમ ઋષિ...

    ડોગની એક પ્રજાતિ પર પ્રતિબંધ મૂકી રહી છે UK સરકાર, પીએમ ઋષિ સુનકની જાહેરાત: વધતા જતા હુમલાઓને લઈને નિર્ણય

    બ્રિટનના PM ઋષિ સુનકે પોતાના X હેન્ડલ પર બ્રિટનમાં અમેરિકન બુલી ડોગ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. તેમણે અધિકારીઓને 'આ હુમલાઓ પાછળ શ્વાનની જાતિને પહેલાં વ્યાખ્યાયિત કરવાનું કામ સોંપ્યું હતું. જેથી કરીને તેને ગેરકાયદે ઠેરવી શકાય.

    - Advertisement -

    બ્રિટેનના વડાપ્રધાન ઋષિ સુનકે એક નિર્ણયની ઘોષણા કરી છે. બ્રિટનમાં અમેરિકી XL બુલી ડોગ (XL Bully Dog) પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી શ્વાનોના વધતા હુમલાને જોતાં PM સુનકે આ નિર્ણયની જાહેરાત કરી છે.

    બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે શુક્રવારે (15 સપ્ટેમ્બરે) પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વાતની પુષ્ટિ કરી હતી. ભૂતકાળમાં XL બુલી ડોગે લોકો પર હુમલા કરી દીધા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. આવી ઘટનાઓને લઈને લોકો ડોગની આ જાતિ પર પ્રતિબંધ લગાવવાની માંગણી પણ કરી રહ્યા હતા.

    બ્રિટનના PM ઋષિ સુનકે પોતાના X હેન્ડલ પર બ્રિટનમાં અમેરિકન બુલી ડોગ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. તેમણે X પર પોસ્ટ કરી લખ્યું હતું કે “એ સ્પષ્ટ છે કે અમેરિકન XL બુલી ડોગ આપણા માટે અને ખાસ કરીને બાળકો માટે જોખમ છે. મેં આ જાતિને પ્રતિબંધિત કરવા માટે તત્કાળ આદેશ આપ્યો છે. જેનાથી આપણે આ હિંસક હુમલાઓને સમાપ્ત કરી શકીએ અને લોકોને સુરક્ષિત રાખી શકીએ.”

    - Advertisement -

    આ નિર્ણય પહેલાં જ બ્રિટનના PM ઋષિ સુનકે જણાવ્યું હતું કે, તેમણે અધિકારીઓને ‘આ હુમલાઓ પાછળ શ્વાનની જાતિને પહેલાં વ્યાખ્યાયિત કરવાનું કામ સોંપ્યું હતું. જેથી કરીને તેને ગેરકાયદે ઠેરવી શકાય. તેમણે વધુમાં કહ્યું હતું કે ત્યારબાદ સરકાર ‘ડેન્જરસ ડોગ્સ એક્ટ’ હેઠળ તે જાતિ પર પ્રતિબંધ લગાવશે અને વર્ષના અંત સુધીમાં નવા કાયદા લાગુ કરશે.

    અમેરિકન બુલી ડોગનો વધી રહ્યો હતો આતંક

    મળેલી માહિતી અનુસાર બ્રિટનમાં અમેરિકી બુલી ડોગનો આતંક સતત વધી રહ્યો હતો. પ્રતિબંધની જાહેરાતના દિવસે જ (15 સપ્ટેમ્બર) શુક્રવારના રોજ મધ્ય ઈંગ્લેન્ડમાં અમેરિકલ બુલી ડોગના હુમલા બાદ એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. આ પહેલાં પણ એવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં એક 11 વર્ષની બાળકી પર આ ડોગે હુમલો કરીને તેને ગંભીર રીતે ઘાયલ કરી હતી. અમેરિકન બુલી ડોગના હુમલો કર્યો હોવાની ઘટનાના ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા હતા. સ્ટેફોર્ડશાયર પોલીસે ગુરુવારે (14 સપ્ટેમ્બરે) કહ્યું હતું કે શ્વાનને નિયંત્રણમાં ન રાખી શકનાર એક 30 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

    નોંધનીય છે કે અમેરિકન બુલી ડોગ એક કેનલ ક્લબ શ્વાનની જાતિ છે, જે તેના વિશાળ કદકાઠી માટે વિશ્વભરમાં જાણીતી છે. આ જાતિના શ્વાન કદ, શક્તિ અને આક્રમકતાના સંદર્ભમાં અન્ય શ્વાનો કરતાં ચડિયાતા છે. તેના પર પ્રતિબંધ લાગ્યા પહેલા બ્રિટનની ડોગ એસોસિયેશને આધિકારિક રીતે આ શ્વાનને માન્યતા આપી નહોતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકન બુલી શ્વાને બ્રિટનમાં નોંધપાત્ર લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી અને તેમની વસતી ઝડપથી વધવા માંડી હતી. અમેરિકન બુલીના ચાર પ્રકાર હોય છે. સ્ટાન્ડર્ડ, પોકેટ, ક્લાસિક અને XL. જેમાંથી XL કદમાં સૌથી મોટા હોય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં