Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમેરિકાએ અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ ગણાવ્યું: US સેનેટ દ્વારા એક પ્રસ્તાવ...

    અમેરિકાએ અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ ગણાવ્યું: US સેનેટ દ્વારા એક પ્રસ્તાવ લાવી ચીનનો ઉધડો લઇ ભારતને સમર્થન આપ્યું

    2020માં જ્યારે ગલવાન ઘાટીમાં હિંસા થઈ ત્યારે તે સમયે પણ એક વિસ્તૃત પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ત્યારે પણ અમેરિકાએ LAC પર ચીનની આક્રમકતાનો વિરોધ કર્યો હતો. આ ઠરાવ ચીનની નિંદા કરે છે અને ભારતની યથાવત્ સ્થિતિને ટેકો આપે છે.

    - Advertisement -

    તાજેતરમાં અમેરિકાએ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીનની આક્રમકતાની નિંદા કરી છે અને ભારતને સમર્થન પણ આપ્યું છે. ગુરૂવારે અમેરિકી સેનેટ દ્વારા એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં અમેરિકાએ અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ ગણાવ્યું છે. આ ઠરાવમાં ભારતની “સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા” ને ટેકો આપવામાં આવ્યો છે. સાથે જ ચીનની નિંદા પણ કરવામાં આવી છે. આવું પ્રથમવાર બની રહ્યું છે કે જ્યારે અમેરિકન સેનેટે આ પ્રકારનો પ્રસ્તાવ લાવીને ભારતને સમર્થન આપવાનું વચન આપ્યું હોય.

    અમેરિકાએ અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ ગણાવતા સેનેટના ઠરાવમાં LAC પરની યથાવત્ સ્થિતિને બદલવા માટે ચીનના “લશ્કરી બળ” ના ઉપયોગની નિંદા કરવામાં આવી છે. આ સાથે જ ચીનનો અન્ય ઉશ્કેરણીજનક પગલા માટે પણ વિરોધ કરવામાં આવ્યો છે. આટલું જ નહિ, અમેરિકાના આ પ્રસ્તાવમાં ભારતે રક્ષણ માટે લીધેલા પગલાંઓને પણ સમર્થન આપવામાં આવ્યું છે. પ્રસ્તાવ અનુસાર ભારત તરફથી આ પગલાં ચીન તરફથી આક્રમક અને સુરક્ષાના ખતરાનો વિરોધ કરવા માટે ઉઠાવવામાં આવ્યા હોવાનું ટાંકવામાં આવ્યું છે. આ પ્રસ્તાવ જેફ માર્કલ અને બિલ હેગર્ટી દ્વારા અમેરિકી સેનેટમાં રજૂ કરવામાં આવ્યો છે. જેને જોન કોર્નેનનો પણ સાથ મળ્યો છે.

    સેનેટમાં લાવવામાં આવેલા આ પ્રસ્તાવમાં ભારત તરફથી અરુણાચલ પ્રદેશના વિકાસ માટે કરવામાં આવેલા કાર્યો અને સ્વરક્ષાના આધુનિકીકરણને પણ આવકારવામાં આવ્યું છે. સેનેટ દ્વારા લાવવામાં આવેલી દરખાસ્તો અનુસાર, ભારત સરહદ પર માળખાગત સુવિધાઓમાં સુધારો કરી રહ્યું છે અને અમેરિકાની સહાયમાં વધુ વધારો કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. સેનેટે અમેરિકા-ભારતની દ્વિપક્ષીય ભાગીદારીને ટેકો આપ્યો છે, જેમાં તાજેતરનાં પગલાંઓનો પણ સમાવેશ થાય છે.

    - Advertisement -

    કોણ છે દરખાસ્ત લાવનાર સેનેટરો

    આ પ્રસ્તાવ લાવનાર માર્કલને ખુલ્લા મનના ડેમોક્રેટિક સેનેટર માનવામાં આવે છે. તેઓ ઓરેગોનના સેનેટર છે. તેઓ ચીન પર અમેરિકન કોંગ્રેસના એક્ઝિક્યુટિવ કમિશનના વાઇસ ચેરમેન પણ છે. ઉપરાંત હેગર્ટી જાપાનમાં અમેરિકાના પૂર્વ રાજદૂત પણ રહી ચુક્યા છે. બંને સેનેટની વિદેશ સમિતિના સક્રિય સભ્યો છે. બીજી તરફ, કોર્નિન સેનેટ ઇન્ડિયા કોકસના સહ-સંસ્થાપક અને વાઇસ ચેરમેન છે. તેઓ પૂર્વ સેનેટ બહુમતી વ્હિપ પણ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ ઇન્ટેલિજન્સ પર બનેલી સેનેટની સિલેક્ટ કમિટી સભ્ય છે.

    આ દરખાસ્તને પ્રથમ અસાધારણ પગલા તરીકે વર્ણવવામાં આવી રહી છે. તેને સેનેટની વિદેશ સમિતિને મોકલવામાં આવી છે. જો તેને સમિતિ દ્વારા મોકલવામાં આવશે, તો આ પ્રસ્તાવ કાં તો સ્ટેન્ડ-અલોન પ્રસ્તાવ તરીકે યુએસ કોંગ્રેસમાં જશે અથવાતો એક મોટા બિલનો ભાગ બનશે.

    આ પ્રસ્તાવની રજૂઆતને અનેક કારણોસર એક શક્તિશાળી પ્રદર્શન તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. સેનેટમાં આ પ્રસ્તાવ આવવાથી માલુમ પડે છે કે અમેરિકાએ અરુણાચલ પ્રદેશને ભારતીય રાજ્ય તરીકે માન્યતા આપી છે.

    2020માં જ્યારે ગલવાન ઘાટીમાં હિંસા થઈ ત્યારે તે સમયે પણ એક વિસ્તૃત પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ત્યારે પણ અમેરિકાએ LAC પર ચીનની આક્રમકતાનો વિરોધ કર્યો હતો. આ ઠરાવ ચીનની નિંદા કરે છે અને ભારતની યથાવત્ સ્થિતિને ટેકો આપે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં