Friday, October 11, 2024
More
    હોમપેજરાજકારણ'અંબરીશ ડેર ભાગી તો નહીં જાયને…': રાજુલામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં...

    ‘અંબરીશ ડેર ભાગી તો નહીં જાયને…’: રાજુલામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા, CR પાટીલે કહ્યું- આખા ગુજરાતમાં ફક્ત એકને જ જાહેરમાં આમંત્રણ આપ્યું હતું

    સભાને સબોધતા CR પાટીલે મજાકિયા અંદાજમાં કહ્યું, "આટલો ધોમધખતો તાપ છે છતાય એક પણ જણ અહીયાથી ઊભું નથી થઈ રહ્યું કેમ કે... અંબરીશ ડેર બારોબાર ભાગી નહીં જાય એટલે બધા બેઠા છે."

    - Advertisement -

    સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અંબરીશ ડેર કે જે મંગળવારે (6 માર્ચ 2024) જ ભાજપમાં જોડાયા હતા, અમરેલીના રાજુલામાં માર્કેટયાર્ડ પાસે બુધવારે તેમનો સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ કેસરિયો કર્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ હાજર રહ્યા હતા. પોતાના સંબોધનમાં પાટીલે ડેરને લઈને હળવા ચાબખા પણ ભર્યા હતા. સાથે જ કહ્યું કે આખા ગુજરાતમાં એક અંબરીશભાઈને જ તેઓએ જાહેરમાં આમંત્રણ આપ્યું હતું.

    રાજુલા શહેરમાં માર્કેટિંગ યાર્ડની સામે વિજય ચોક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ખુબ જ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યક્રતાઓ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો સહિતના ઘણા હોદ્દેદારો ભાજપમાં જોડાયા હતા.

    સભાને સબોધતા CR પાટીલે મજાકિયા અંદાજમાં કહ્યું, “આટલો ધોમધખતો તાપ છે છતાય એક પણ જણ અહીયાથી ઊભું નથી થઈ રહ્યું કેમ કે… અંબરીશ ડેર બારોબાર ભાગી નહીં જાય એટલે બધા બેઠા છે.”

    - Advertisement -

    તેઓએ આગળ કહ્યું, “આખા ગુજરાતમાં મેં કોઈને જાહેરમાં આમંત્રણ આપ્યું હોય તો એ અંબરીશ દેર છે. પણ ઘરનો ભૂલ્યો સાંજે પાછો આવે તો એને ભૂલ્યો ના કહેવાય.” આ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ બે વાર જાહેર મંચ પરથી કહી ચૂક્યા હતા કે, અંબરીશ ડેર માટે તેઓએ રૂમાલ રાખીને જગ્યા રાખી છે. તેઓ ડેરને હાથ પકડીને ભાજપમાં લાવશે.

    ‘કોંગ્રેસના રામ મંદિર પ્રત્યેના વલણનું દુઃખ’- ડેર

    આ પહેલા સોમવારે (4 માર્ચ 2024) અંબરીશ ડેરે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું. અને મંગળવારે વિધિવત રીતે ભાજપમાં ફરીથી જોડાયા હતા. રાજીનામું આપ્યા બાદ અંબરીશ ડેરે કહ્યું કે, “આવતી કાલે (5 માર્ચ) હું 12:30 કલાકે ભાજપમાં જોડાઈશ. રાજનીતિમાં આવ્યા બાદ હું પદ પાછળ દોડ્યો નથી. જ્યાં લાગણી હોય ત્યાં સોદા ના હોય. ભાજપ જે કોઈપણ જવાબદારી આપશે તે નિભાવીશ. મને સૌથી વધુ દુઃખ કોંગ્રેસના રામ મંદિર પ્રત્યેના વલણનું છે. મે કોઈ ડીલ કરી નથી.”

    ઉલ્લેખનીય છે કે ગત 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રીરામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મહાસમારોહને લઈને કોંગ્રેસ નેતૃત્વને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે હાઈકમાન્ડે રામ મંદિરના આમંત્રણનો જાહેરમાં અસ્વીકાર કર્યો હતો. કોંગ્રેસની આ પ્રકારની હરકતથી અનેક કોંગ્રેસી નેતાઓ વ્યથિત થઈ ગયા હતા. તેમાં અંબરીશ ડેરનો પણ સમાવેશ થાય છે. તેમણે પોતાના X હેન્ડલ પર આ મામલે પોસ્ટ લખીને પાર્ટીનો વિરોધ કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં