Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબંગાળના પ્રોફેસરે શૅર કર્યું હતું મમતા બેનર્જીનું કાર્ટૂન, 11 વર્ષ કાયદાકીય કાર્યવાહીનો...

    બંગાળના પ્રોફેસરે શૅર કર્યું હતું મમતા બેનર્જીનું કાર્ટૂન, 11 વર્ષ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો: આખરે કોર્ટે નિર્દોષ છોડ્યા

    એપ્રિલ 2012માં મહાપાત્રાએ સત્યજીત રેની ફિલ્મ સોનાર કેલા પર આધારિત કાર્ટૂન સિક્વન્સ શેર કરી હતી. ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ તત્કાલીન રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીને કેન્દ્રીય કેબિનેટમાંથી હટાવીને મુકુલ રોયને રેલવે મંત્રી બનાવ્યા હતા.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળના એક પ્રોફેસર અંબિકેશ મહાપાત્રા 11 વર્ષની કાયદાકીય લડાઈ જીતી ગયા છે. તેમનો ‘ગુનો’ એ હતો કે તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું એક કાર્ટૂન શૅર કર્યું હતું. જેના કારણે તેમની ધરપકડ પણ થઇ હતી. હવે તેઓ નિર્દોષ છૂટી ગયા છે. 

    અહેવાલો અનુસાર જાદવપુર યુનિવર્સિટીના પ્રોફેસર અંબિકાશ મહાપાત્રાની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) નેતા મુકુલ રોયના કાર્ટૂન બનાવવા અને શેર કરવાના આરોપમાં 2012 માં ધરપકડ કરવામાં આવી હતી. લગભગ 10 વર્ષ લાંબી કાનૂની લડાઈ બાદ 18 જાન્યુઆરીએ અલીપોર જિલ્લા ન્યાયાલયે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટના આદેશમાં જણાવાયું છે કે, આરોપી અંબિકેશ મહાપાત્રાની જામીન અરજીને મંજૂરી આપવામાં આવે છે અને તેમના બોન્ડ પણ સમાપ્ત કરવામાં આવે છે.

    ઉલ્લેખનીય છે કે 12 એપ્રિલ, 2012ના રોજ મહાપાત્રાએ સત્યજીત રેની ફિલ્મ સોનાર કેલા પર આધારિત કાર્ટૂન સિક્વન્સ શેર કરી હતી. ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ તત્કાલીન રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીને કેન્દ્રીય કેબિનેટમાંથી હટાવીને મુકુલ રોયને રેલવે મંત્રી બનાવ્યા હતા. મહાપાત્રાએ આ જ ઘટના પર જ અથવા તો કહી શકાય કે મમતા બેનર્જીની રાજકીય જીદ પર કાર્ટૂન સિક્વન્સ શૅર કરી હતી. જે બાદ મમતા બેનર્જી અને મુકુલ રોયે મહાપાત્રા સામે એફઆઈઆર દાખલ કરી હતી, અને તેને ‘માનહાનિ’ ગણાવ્યું હતું. જે બાદ 14 સપ્ટેમ્બર, 2012ના રોજ મહાપાત્રા અલીપોરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કોર્ટમાં ગયા હતા અને કોર્ટમાંથી મુક્તિની માંગ કરી હતી. પરંતુ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    - Advertisement -

    અન્યાય સામે લડાઈ માટે કોર્ટના 72 ધક્કા

    એક મીડિયા એજન્સી સાથે વાત કરતા પ્રોફેસરે જણાવ્યું હતું કે, તેમણે છેલ્લા 10 વર્ષમાં કોર્ટમાં 72 ધક્કા ખાધા છે છે. તેઓ જણાવે છે કે “આર્ટિકલ 66A નાબૂદ થયા પછી પણ મારો કેસ ચાલુ રહ્યો હતો, આ કેસમાં છેલ્લા 10 વર્ષમાં મારે કોર્ટની 72થી વધુ વખત કોર્ટનાં પગથિયાં ચડવા પડ્યા હતા. આર્ટિકલ 66A ખતમ થયા બાદ પણ મારે કોર્ટમાં જવાનું ચાલુ રાખવાનું હતું. મારા પર ગુનાહિત આરોપ વિના 11 વર્ષ સુધી કેસ ચાલ્યો હતો. આ પોલીસ પ્રશાસનની સાથે રાજ્ય સરકારની પણ કિન્નાખોરી દર્શાવે છે. મારો કેસ સાબિત કરે છે કે તેઓ બંગાળમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર પર કેવી રીતે નિયંત્રણ રાખે છે.”

    કલમ 66A હટાવ્યા બાદ તેમના કેસમાં શું થયું તે અંગે પૂછવામાં આવતા મહાપાત્રાએ જણાવ્યું હતું કે, “મારા કેસ પર તેની કોઈ અસર થઈ નહોતી. એવું કહેવામાં આવ્યું હતું કે હું 66A માંથી નિર્દોષ છૂટી ગયો હતો પરંતુ તેવું કશું બન્યું નહીં. 2017માં મેં હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ મને તારીખ પર તારીખ મળતી રહી હતી. ત્યારબાદ 2021માં સુપ્રીમ કોર્ટે તમામ નીચલી અદાલતોને 66A કેસોથી છૂટકારો મેળવવાનો આદેશ આપ્યો હતો. અમે ડિસ્ટ્રિક્ટ કોર્ટનો સંપર્ક કર્યો અને આખરે ચુકાદો મળ્યો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં