Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પ્રતીક સિન્હા સેક્સ મેનિયાક, અનેક મહિલાઓ સાથે હતા સબંધો’: ઑલ્ટ ન્યૂઝના કો-ફાઉન્ડર...

    ‘પ્રતીક સિન્હા સેક્સ મેનિયાક, અનેક મહિલાઓ સાથે હતા સબંધો’: ઑલ્ટ ન્યૂઝના કો-ફાઉન્ડર પર મહિલાએ લગાવ્યો યૌન ઉત્પીડનનો આરોપ

    અંતે તે પ્રતીક સિન્હાના કામથી પ્રભાવિત થતી મહિલાઓને ચેતવતાં કહે છે કે, તે બીજું કંઈ નહીં પરંતુ શારીરિક ભૂખ સંતોષવા માટેની જાળ છે જેમાં ફસાવવા પર કલ્પના બહારનું નુકસાન થઇ શકે છે.

    - Advertisement -

    પ્રોપેગેન્ડા વેબસાઈટ ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક પ્રતીક સિન્હા પર એક મહિલાએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. મહિલાએ ‘Fightfrjustworld’ નામના એક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પ્રતીક સિન્હા સામે આરોપો લગાવ્યા છે. મહિલા પ્રતીકને સેક્સ મેનિયાક ગણાવીને કહે છે કે, તેણે અન્ય મહિલાઓ સાથે શારીરિક સબંધ બાંધવા માટે પણ એ જ ‘મોડ્સ ઓપરેન્ડી’નો ઉપયોગ કર્યો હતો જેવું તેણે તેની સાથે કર્યું હતું.

    પીડિત મહિલા અનુસાર, તે બંને એકબીજાને 2020થી જાણે છે. એપ્રિલ 2020માં પ્રતીક સિન્હાએ મહિલાને ફેસબુક પર મેસેજ કર્યો હતો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી. વાતચીતના પહેલા જ દિવસે પ્રતીકે તેનો નંબર માંગી લીધો હતો અને મહિલાએ વિશ્વાસ મૂકીને નંબર આપી પણ દીધો હતો. ત્યારબાદ મહિનાઓ સુધી બંને કોલ અને મેસેજ પર વાતચીત કરતાં રહ્યાં. 

    બંને વચ્ચે સંપર્ક થયાના બે જ મહિનામાં પ્રતીક સિન્હાએ મહિલાને જણાવ્યું હતું કે તે સંબંધોને મિત્રતાથી આગળ લઇ જવા માંગે છે પરંતુ યુવતીએ શૈક્ષણિક કારણો જણાવીને કહ્યું હતું કે તે બે વર્ષ પછી જ સબંધ આગળ વધારી શકે તેમ છે. જેની ઉપર પ્રતીક સિન્હાએ સહમતી દર્શાવી હતી. 

    - Advertisement -

    પ્રતીક સિન્હા પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવનાર મહિલા જણાવે છે કે, નવેમ્બર 2020માં સિન્હાએ કહ્યું કે તેના માટે આ સબંધો આગળ વધારવા શક્ય નથી પરંતુ તેમ છતાં તેમણે વાતચીત ચાલુ રાખી હતી. પરંતુ ડિસેમ્બર 2020માં ફરી પ્રતીકે જાહેર કર્યું હતું કે તેને હજુ યુવતી પ્રત્યે આકર્ષણ અને લાગણીઓ છે. ત્યારબાદ ફેબ્રુઆરી 2021માં યુવતીએ સંપર્ક કરવાનો બંધ કરી દીધો હતો, પરંતુ મે 2021માં પ્રતીક સિન્હાએ ફરી સબંધો આગળ લઇ જવાની ઈચ્છા દર્શાવી હતી. 

    મહિલા જ્યારે તેને અન્ય સબંધોને લઈને પૂછતી તો પ્રતીકના જવાબો હતા કે તે ‘મોનોગેમસ’ (એકપત્નીત્વ) સબંધો રાખવામાં માને છે અને માર્ચ 2019 પછી તેમના કોઈ સાથે શારીરિક કે માનસિક સબંધો રહ્યા નથી. 

    જુલાઈ 2021માં પ્રતીકે ફરી સબંધો આગળ લઇ જવાની વાત કરી અને સપ્ટેમ્બર 2021માં પોતે કોલકત્તા જાય તે પહેલાં મળવા માટે બોલાવી હતી. ત્યારબાદ તેમણે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં મળવાનું નક્કી કર્યું અને ત્રણ દિવસ સાથે રહ્યાં હતાં. જ્યાં બંને વચ્ચે શારીરિક સબંધ બંધાયા હતા. 

    મહિલાએ આરોપ લગાવ્યો કે પ્રતીકે તેની સાથે તેનું શિક્ષણ પૂર્ણ થઇ ગયા બાદ લગ્ન કરવાનો પણ વાયદો કર્યો હતો અને એવું પણ જણાવ્યું કે બંને વચ્ચેની વાતચીત પરથી લાગતું હતું કે પ્રતીકની માતાને પણ બંને વચ્ચેના સબંધો વિશે જાણ હતી. 

    જોકે, બંને મળ્યાના 12 દિવસ પછી પ્રતીક સિન્હાએ મહિલાને કહ્યું કે સબંધોને લઈને તેણે કરેલા તમામ વાયદાઓ માત્ર એક નાટક હતું અને કહ્યું કે તેને યુવતી પ્રત્યે કોઈ પણ પ્રકારની લાગણીઓ ન હતી. તેણે એમ પણ કહ્યું કે તેના અન્ય મહિલાઓ સાથે પણ સબંધો હતા. 

    ત્યારપછી જ્યારે મહિલાએ આ બધી જ બાબતો સાર્વજનિક કરવાનું કહ્યું ત્યારે પ્રતીકે તેની એક મહિલા મિત્રને કહ્યું અને તેના દ્વારા ‘સમસ્યાનું સમાધાન’ કરવાના પ્રયાસો કર્યા. પરંતુ પીડિત મહિલાનું કહેવું છે કે તેનો મૂળ ઉદ્દેશ્ય આ બાબત સાર્વજનિક ન થાય તે માટે પ્રતીકને બચાવવાનો જ હતો. 

    પ્રતીકની મિત્ર પાસેથી પીડિત મહિલાને જાણવા મળ્યું કે સિન્હાના અન્ય પણ મહિલાઓ સાથે સબંધો હતા અને કોઈ પણ મહિલા સાથે સબંધો બાંધવા માટે પહેલાં ખોટું બોલીને નાટકો કરવાં એ પ્રતીકની મોડ્સ ઓપરેન્ડી રહી છે. મહિલા અનુસાર, તેની મિત્રે પ્રતીકને ‘સેક્સ મેનિયાક’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, તે કોઈ મહિલા સાથે શારીરિક સબંધો બાંધવા માટે કોઈ પણ હદ સુધી ખોટું બોલી શકે છે. 

    અંતે તે પ્રતીક સિન્હાના કામથી પ્રભાવિત થતી મહિલાઓને ચેતવતાં કહે છે કે, તે બીજું કંઈ નહીં પરંતુ શારીરિક ભૂખ સંતોષવા માટેની જાળ છે જેમાં ફસાવવા પર કલ્પના બહારનું નુકસાન થઇ શકે છે. મહિલાએ કહ્યું કે, આવા લોકો જેઓ ફેમિનિસ્ટ અને મહિલાઓના અધિકારો માટે લડવાની વાત કરે છે તેમનાથી તેઓ સાવધાન રહે. મહિલા એમ પણ કહે છે કે તેની લડાઈ ઑલ્ટ ન્યૂઝ સાથે નહીં પરંતુ પ્રતીક સિન્હા સામે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં